: પોષ : ૨૦૦૦ આત્મધર્મ : ૨૩ :
મહાન ઉપકારી ભગવાન કુંદકુંદ આચાર્ય
પૂજ્ય સદ્ગુરુદેવના માગશર વદ ૮ ને સોમવારના વ્યાખ્યાનમાંથી
આજે ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવને ‘આચાર્ય પદવી’ મળવાનો માંગલિક દિવસ છે. તેઓના વખતમાં
પુણ્યના યોગે સાક્ષાત્ તીર્થંકરની વાણી સાંભળવાનો પ્રસંગ બની આવ્યો. તેઓશ્રી–કુંદકુંદ–આચાર્ય દેવ–મહાવિદેહ
ક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ તીર્થંકર શ્રી સીમંધર સ્વામી બિરાજમાન છે તેમની પાસે ગયા અને તેઓની સાક્ષાત્ વાણી
આઠ દિવસ સુધી સાંભળીને ભરત ક્ષેત્રે પાછા આવ્યા. આ વિક્રમ સંવત્ના પ્રથમ સૈકામાં બન્યું હતું.
મહાવિદેહથી આવીને પોતે જે સાક્ષાત્ પ્રભુની દિવ્યધ્વનિમાં સાંભળ્યું તથા અહીં ગુરુ પરંપરા થી જે જ્ઞાન
મળ્યું હતું અને પોતે જે અંતર સ્વભાવનું અનુભવન કર્યું તેના બળવડે–અનુભવની કલમવડે શ્રી સમયસાર,
શ્રીપ્રવચન સાર, શ્રી પંચાસ્તિકાવ્ય, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે શાસ્ત્રોની રચના કરી. તે શાસ્ત્રો ઘણા ભવ્ય
જીવોના ઉદ્ધારનું કારણ થાય છે. અને ભવિષ્યમાં પણ થશે.
આજે (શાસ્ત્ર પ્રમાણે પોષ વદી ૮ એટલે ચાલુ માગશર વદ ૮ ના રોજ) ભગવાનશ્રી કુંદ કુંદ પ્રભુને
‘આચાર્ય પદ’ એટલે ‘શાસનના રક્ષક’ ની પદવી મળ્યાનો માંગલિક દિવસ છે. તેઓશ્રીએ આચાર્યપદે આ
કાળના હિસાબે તો તીર્થંકરપદ જેવું મહાન કાર્ય કર્યું છે, અપૂર્વ અનુભવને સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણવીને
શાસનનો ખરેખર ઉદ્ધાર કર્યો છે. એવા મહાન ઉપકારી શ્રી કુંદ કુંદ પ્રભુના ‘આચાર્ય પદ’ નો માંગલિક દિવસ
આજે છે. આજે શાસનનો મહાન દિવસ છે. જેને સ્વભાવનું મહાત્મ્ય આવ્યું તેને નિમિત્તનું–દેવ–ગુરુ–શાસ્ત્રોનું
બહુમાન આવ્યા વગર રહેજ નહીં ગુરુગમ વિના ધર્મ સમજાય નહીં કારણકે, જગતને સત્ વસ્તુનો અનાદિથી
અપરિચય છે. અજાણપણું છે. પ્રથમ સત્ સમજવા માટે સત્ નિમિત્ત જોઈએ. ઉપકારનો આરોપ તો વર્તમાન
નિમિત્ત ઉપર જ હોય. જેવી જેની યોગ્યતા હોય તેને તે યોગ્ય સંયોગ (નિમિત્ત) મળ્યા વગર રહે જ નહીં. અને
જ્યારે પોતે સમજે ત્યારે નિમિત્તનો ઉપકાર (વીતરાગ થતા સુધી) ગાયા વગર રહે નહીં.
શ્રી કુંદ કુંદ આચાર્ય ભગવાને જે વસ્તુ કહે છે તેથી મહાન ઉપકાર થયો છે. ગુરુગમ વિના તે સમજાય
તેમ નથી.
‘બૂઝી ચહત જો પ્યાસકો, હય બૂઝનકી રીત;
પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.’
(શ્રીમદ્ રાજચંદ્ર)
અંતરમાં સત્ સમજવાની જિજ્ઞાસા જાગે અને સત્ના નિમિત્ત ન મળે તેમ બને જ નહીં, પોતે સત્ સમજે
ત્યારે સત્ના નિમિત્તનું બહુમાન કર્યા વગર રહે નહીં. શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને વસ્તુ સ્વભાવનું અચિંત્ય વર્ણન
અપૂર્વ રીતે કર્યું છે. આત્મ વસ્તુમાં કર્મના નિમિત્તનો સંગ લ્યો તો બંધ–મોક્ષ એવી અવસ્થાના ભેદ પડે છે. પણ
જો એકલી વસ્તુને જ લક્ષમાં લ્યો તો વસ્તુ તો જ્ઞાયક સ્વભાવે જ છે. તેઓશ્રીએ કહ્યું છે કે, – –
‘નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે;
એ રીત ‘શુધ્ધ’ કથાય, ને જે જ્ઞાતા તે તો તેજ છે. ।।૩।।
આચાર્ય દેવ શ્રી સમયસાર શાસ્ત્રની ઉપર કહેલી છઠ્ઠી ગાથામાં એકલા સ્વભાવનું વર્ણન કર્યું છે. તેમાં
‘જ્ઞાયક’ શબ્દ વાપર્યો છે. સામાન્ય પરિણામિક ભાવને જ જ્ઞાયક કહ્યો છે. કારણ કે, તે શાસ્ત્ર ભાષાનો
પરિણામિક શબ્દ લોકો ન સમજી શકે માટે આચાર્યદેવનો સહજ શબ્દ જ્ઞાયક આવ્યો છે તે એકલા જ્ઞાયક
સ્વભાવનું છઠ્ઠી ગાથામાં અપૂર્વ વર્ણન કર્યું છે. ત્યાંથી સમયસારની શરૂઆત થાય છે.
ધર્માત્મા શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન છઠ્ઠી, સાતમી ભૂમિકાએ પ્રમત્ત–અપ્રમત્ત દશામાં ઝુલતા હતા. તે
અવસ્થામાં અંદરથી નકાર આવ્યો કે આ અપ્રમત્ત પ્રમત્તના ભેદ શા? આચાર્ય દેવ પોતે જે ભૂમિકાએ ઝુલતા
હતા ત્યાંથી જ તેનો (અપ્રમત્ત પ્રમત્તના ભેદનો નકાર આવ્યો છે) હું તો ત્રિકાળ એક રૂપ જ્ઞાયક છું એવા
જોરમાં વર્તમાન સ્થિતિનો પણ