માહ : ૨૦૦૦ આત્મધર્મ : ૩૯ :
ધ્યાયે છે, કર્મ અને નોકર્મને [શરીરને] ધ્યાવતો નથી. દેખનાર જાણનાર (ચેતયિતા) હોવાથી એકત્વને જ ચિંતવે છે. ચેતે છે.
અનુભવે છે. તે આત્માને ધ્યાતો દર્શનજ્ઞાનમય થઈને અને બીજા રૂપ નહીં થઈને અલ્પકાળમાં વિકારથી રહિતપણું પામે છે.
(૧૯) પૂર્વના વિકારી ભાવોને ટાળવાનું (નિર્જરાનું) સ્વરૂપ.
કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જિનવર વર્ણવ્યો;
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયક ભાવ છું.।। ૧૯૮।।
અર્થ:– કર્મોના ઉદયનો વિપાક [ફળ] જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે, તે મારા સ્વભાવો નથી, હું તો એક
જ્ઞાયકભાવ છું.
સુદ્રષ્ટિ એ રીતે આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણ તો,
ને ઉદય કર્મ વિપાકરૂપ એ તત્ત્વ જ્ઞાયક છોડતો.।। ૨૦૦।।
અર્થ:– આ રીતે સમ્યગ્દ્રષ્ટિ આત્માને [પોતાને] જ્ઞાયકસ્વભાવ જાણે છે, અને તત્ત્વને (યથાર્થ સ્વરૂપને) જાણતો
થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે.
[૨૦] બંધ:– –મિથ્યાઅભિપ્રાયપૂર્વકના રાગદ્વેષથી થાય છે.
જે માનતો––હું મારું ને પર જીવ મારે મુજને,
તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭
વળી નવ મરે નવ દુઃખી બને તે કર્મના ઉદયે ખરે,
મેં નવ હણ્યો, નવ દુઃખી કર્યો તુજ મત શું નહિ મિથ્યા ખરે.
આ બુદ્ધિ જે તુ જ ‘દુઃખિત તેમ સુખી કરૂં છું જીવને’
તે મૂઢ મતિ તારી અરે! શુભ–અશુભ બાંધે કર્મને.૨પ૯
અર્થ:– જે એમ માને છે કે હું પર જીવોને મારું છું (હણું છું) અને પર જીવો મને મારે છે, તે મૂઢ છે, અજ્ઞાની છે.
અને આનાથી વિપરીત [અર્થાત્ આવું નથી માનતો] તે જ્ઞાની છે.।। ૪૭।।
વળી જે નથી મરતો અને દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી ‘મેં ન માર્યો મેં ન દુઃખી
કર્યો. ’ એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી?।। ૨પ૮।।
તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને સુખી દુઃખી કરૂં છું, તે તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને
બાંધે છે. ।। ૨પ૯।।
(૨૨) સંપૂર્ણ વિકારી ભાવ ટાળવાથી મોક્ષ થાય છે:–
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો;
જે બંધમાંહી વિરક્ત થાયે કર્મ મોક્ષ કરે અહો! ૨૯૩
અર્થ:– બંધોનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ જાણીને જે બંધ ભાવથી વિરક્ત થાય છે તે વિકારી ભાવથી મુક્ત
થાય છે.
–સત્ [વાસ્તવિક] અસત્ [અવાસ્તવિક] ના ભેદને જાણ્યા વિના જેમ ઠીક પડે તેમ માનવાવાળું જ્ઞાન તે વિચાર
શુન્યતાની ઉપલબ્ધિ છે, અને તે ઉન્મત્તવત્ હોવાથી અજ્ઞાન છે.
પ બીજી રીતે કહીએ તો જીવને અનાદિની સાત ભૂલો છે; તે સમજ્યા વિના બીજું ગમે તેટલું જ્ઞાન મેળવે અને
બીજું ગમે તે કરે તો જીવ કદી સુખી થાય જ નહીં. તેથી તે સાત ભૂલો કઈ કઈ છે તે જણાવવામાં આવે છે:–
૧ શરીરને જીવ જાણવો–શરીરની કોઈ ક્રિયા જીવ કરી શકે છે તેમ માનવું તે. [જીવ તત્ત્વની મિથ્યા શ્રદ્ધા.]
૨ શરીર ઉપજતાં પોતે ઉપજ્યો અને શરીરનો વિયોગ થતાં પોતાનો નાશ માનવો તે. (અજીવ તત્ત્વની મિથ્યા શ્રદ્ધા.)
૩ રાગાદિ પ્રગટ દુઃખ આપે છે. છતાં તેને સુખ માની સેવવાં. (આસ્રવ તત્ત્વની મિથ્યા શ્રદ્ધા.)
૪ શુભના ફળમાં રાજી થવું અને અશુભના ફળમાં નારાજી થવું તે. [બંધ તત્ત્વની મિથ્યાશ્રદ્ધા.]
પ આત્મ હિતનો હેતુ સ્વરૂપનું જ્ઞાન અને તેવા જ્ઞાનપૂર્વક વૈરાગ્ય છે, તેને કષ્ટદાયક માનવો તે. [સંવર તત્ત્વની
મિથ્યા શ્રદ્ધા.]
૬ શુભાશુભ ભાવની ઈચ્છા ન રોકવી તે. [નિર્જરા તત્ત્વની ઊંધી શ્રદ્ધા.]
૭ નિરાકુળતાને મોક્ષનું સ્વરૂપ ન માનવું તે. [મોક્ષ તત્ત્વની ઊંધી શ્રદ્ધા.]
આ બધી માન્યતાની ભૂલો એક સાથે જ જાય છે; અને તે ટળ્યા સિવાય કોઈને સુખ થાય નહીં; માટે આ વસ્તુ
બરાબર સમજવી જોઈએ. (પંડિત દૌલતરામજી કૃત ‘છહ ઢાલા’ ઉપરથી ઢાળ ૨ જી ગાથા ૨ થી ૮ પાનું ૨૩ થી ૨૮)
તે જ હકીકત પ્રકારાંતરે કહેવા માગીએ તો કહી શકાય કે, જીવને અનાદિના સાત વાસ્તવિક વ્યસનો છે, તે જીવ
ટાળે તો જ તે સુખી થાય છે. તેથી તે વ્યસનોનું સ્વરૂપ અહીં ટુંકામાં આપવામાં આવે છે:–
૧. અશુભમાં હાર અને શુભમાં જીત માનવી તે જુગાર છે.
૨. શરીરમાં લીનપણું [એકત્વબુદ્ધિ] તે માંસભક્ષણ છે.