: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૩ :
બે મિત્રો
વચ્ચે ગંભીર સંવાદ
લેખક :– દોશી રામજીભાઈ માણેકચંદ
પહેલો મિત્ર:– આપણે આગળ સમ્યક્ તપ સંબંધે ચર્ચા કરી હતી ત્યારે નીચેના વિષયો તેમાં આવ્યા હતા:–
(૧) આપણી છતી શક્તિએ આહારાદિ આપણે છોડીએ તે સ્વવશે છોડયા કહેવાય કે કેમ?
(૨) અસ્તિ અને નાસ્તિનું સ્વરૂપ સમજ્યા વગર જીવનું સ્વરૂપ યથાર્થ સમજાય નહીં.
(૩) સમ્યગ્દ્રષ્ટિને જ યથાર્થ તપ હોય છે.
(૪) તત્ત્વની વાત પ્રતિપાદન થાય ત્યારે તેનો બધે પડખેથી વિચાર કરી નિર્ણય કરે તો જ
ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાય.
(પ) નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવો જોઈએ.
(૬) શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ જાણવી જોઈએ.
આ વિષયોમાંથી પહેલાં વિષય સંબંધી વધારે સ્પષ્ટતાની જરૂર છે, એમ મેં જણાવ્યું હતું.
મેં તે સંબંધે કેટલાક વિચારો કર્યા છે, તો પણ તમારી સાથે ચર્ચા થાય તો વિશેષ ચોખવટ થાય
એમ માનું છું; માટે તમે સંમત હો તો આપણે તે વિષય હાથ ધરીએ.
બીજો મિત્ર:– તમે આ બાબતમાં રસ લઈ વિચાર કરો છો માટે તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછો.
પહેલો મિત્ર:– આપણને રોટલા–પાણી બધું મળ્યું છે, અને આપણે રોટલા પાણી છતી શક્તિએ છોડીએ તો તે
સ્વવશે છોડયા કેમ ન કહેવાય?
બીજો મિત્ર:– તમે એમ કહેવા માગો છો કે આપણે આહાર લેવા ધારતા હોઈએ અને બીજું કોઈ અડચણ
નાંખે અને આહાર ન લઈ શકીએ તો પરવશે આહાર છોડ્યો કહેવાય; પણ આપણને આહારની
સગવડ હોય, શરીર સારું હોય અને આહાર એક દિવસ ન લેવાનો નિયમ લઈએ તો સ્વવશે
આહાર ન લીધો કહેવાય એ વાત બરાબર છે.
પહેલો મિત્ર:– હા. બરાબર હું તેમજ કહેવા માંગું છું, ચોવીશ કલાક આહાર નહીં લેવાનું નક્કી કરીએ, જૈનધર્મી
કુટુંબમાં જન્મ્યા હોઈએ, ધર્મ સ્થાને જઈ, ગુરુ પાસેથી બાધા લઈએ તો ઉપવાસ કર્યો કહેવાય
છે; અને તેને લોકો તપ અને નિર્જરા કહે છે. ઘણા ઉપવાસ કરનારને લોકો તપસ્વી કહે છે; તે
બધું સ્વવશે થતું હોવાથી નિર્જરા થાય એમ ઘણા માને છે.
મેં તે સંબંધમાં કોઈ વિચાર કરેલો નથી. હવે તે સંબંધે મનન કરી, હું નિર્ણય કરવા માંગું
છું માટે ‘સ્વવશે’ શું કહેવાય તે તમે જણાવો.
બીજો મિત્ર:– જુઓ ભાઈ, તમે કહો છો તેવા ઉપવાસો અને નિયમો તો દરેક સંપ્રદાયમાં થાય છે, પણ તેને
તો નિર્જરા ન થાય એમ તમે આગળ કહેતા હતા, તો પછી જૈન ધર્મી કુટુંબમાં આપણે જન્મ્યા
અને તેવા ઉપવાસ કરીએ તો તપ નિર્જરા થાય એમ માનવું એ ન્યાય વિરુદ્ધ છે.
પહેલો મિત્ર:– એ વાત બરાબર છે. એવી માન્યતા તો ન્યાય વિરુદ્ધ છે, માટે ખરું સ્વરૂપ જણાવો.
બીજો મિત્ર:– જુઓ ભાઈ! ‘સ્વવશ’ શબ્દ સ્વ+વશનો બનેલો છે. ‘સ્વ’ નો અર્થ પોતે છે, અને પોતે તે
આત્મા છે. માટે આત્માને પ્રથમ ઓળખે, તે જ પોતાને ‘વશ’ વર્તી શકે. તેથી સિદ્ધ થયું કે
આત્મજ્ઞાનીને જ સમ્યક્ તપ હોઈ શકે. આત્માને ઓળખે નહીં, ઓળખવાનો પ્રયત્ન કરે નહીં;
તેને સમ્યક્ ઉપવાસ કે તપ કેમ હોઈ શકે. આત્માને ઓળખતા ન હોય તેણે મંદ કષાયના હેતુથી
ઉપવાસ ન કરવો એમ અહીં કહેવાનો હેતુ નથી; તીવ્ર કષાય ને બદલે મંદ કષાય એ તો ઓછો
વિકાર છે, તેથી તેનો નિષેધ કરી તીવ્ર કષાય કરો અને ગૃદ્ધીપણું વધારો એમ કહેવાનો હેતુ હોઈ
શકે જ નહીં. આતો મંદ કષાયના ભાવને ધર્મ ન માનવો–એટલે ઊંધા અભિપ્રાયને–ઊંધી
માન્યતાને ફેરવી સાચી માન્યતા કરવા માટે આ કહેવાય છે.
પહેલો મિત્ર:– શુભભાવ છોડી પાપભાવ કરવાનું અગર તો ગૃધ્ધીપણું વધારી આહારમાં લીન થઈ અશુભમાં
જવાનું તમે કહો એ તો બને જ કેમ? તમે જે કહેશો તે ઉપર હું સુક્ષ્મતાથી મનન કરીશ એટલી
તમને ખાતરી આપું છું, વળી