Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૫૨ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
એવું ભાન વગરનું બ્રહ્મચર્ય તો જીવે અનંતવાર પાળ્‌યું, તેથી અહીં એકલું બ્રહ્મચર્ય નથી કહ્યું પણ સાથે ‘મતિમાન’
શબ્દ વાપર્યો છે. મતિ વગર–પરથી નિરાળા આત્માની શ્રદ્ધા વગર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયક સુધી જઈ
આવ્યો, પણ સાથે ‘કાંઈક પરની મદદ’ એવી ઊંધી માન્યતાને કારણે ચોરાશીના જન્મ–મરણ એકે ટળ્‌યા નહીં.
તેથી અહીં પરથી નિરાળા સ્વરૂપના ભાન સહિત બ્રહ્મચર્ય પાળે તે મતિમાન છે. વળી તેમણે જ કહ્યું છે કે:–
‘જે નવ વાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાઈ;
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વ વચન એ ભાઈ!’
આમાં પણ ‘વિશુદ્ધ’ શબ્દ મૂક્યો છે; વિશુદ્ધ એટલે ચૈતન્ય આત્મા પરથી નિરાળો જ્ઞાતા–દ્રષ્ટા તેના ભાન
સહિત જે નવ કોટીએ (મન=વચન કાયાએ વિષય સેવવો નહીં, મન, વચન, કાયાએ સેવરાવવો નહીં અને
મન–વચન–કાયાએ કોઈ સેવતો હોય તે પ્રત્યે અનુભોદવું નહીં એ નવ પ્રકારે) બ્રહ્મચર્ય પાળે તે ‘નવવાડ
વિશુદ્ધથી’ છે. એવું શિયળ જે સેવે તેને ભવ રહે નહીં. અગર ‘લવ’ રહે એટલે એકાદ ભવ રહે. પ્રથમ આ
પાત્રતાની જરૂર છે; આત્મા તો ત્રિકાળ આનંદમૂર્તિ જ છે, તેમાં પુણ્ય–પાપતો ક્ષણિક વિકાર છે. તેને સ્વભાવ
માને છે તે માન્યતા જ તત્ત્વને ઊંધુંં મનાવે છે–તે જ બંધનું કારણ છે.
પર પદાર્થ સાથે આત્માના બંધન ભાવને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. આત્મા જો પોતાના જ્ઞાન
સ્વભાવમાં રહે તો બંધન થતું જ નથી અને પરાશ્રયબુદ્ધિમાં બંધન થયા વગર રહેતું જ નથી. બંધન ભાવ
પરાશ્રયે થાય છે, તે આત્માને લાભ કરી શકે નહીં. શુભભાવથી સ્વર્ગ કે રાજ્યાદિનો કોઈ સંયોગ મળે તે
આત્માની ચીજ નથી; આત્માનું સુખ–શાંતિ તો અંદર જ ભર્યું છે, તેની રુચિ વગર–સાચી પ્રતીત વગર–સ્વલક્ષ
વગર તે પ્રગટ થાય નહીં–બંધન તૂટે નહીં. જેટલે દરજ્જે એક આત્મા પોતાના સુખ માટે પરનો ઓશિયાળો
માને તેટલે દરજ્જે બંધન છે.
પ્રથમ આત્મામાં અનંતગણો સ્વતંત્ર છે. તેને ન સમજાવે એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને માને ત્યાં સુધી
ખોટી શ્રદ્ધા ટળે નહીં, અને જ્યાં સુધી સત્દેવ–સદ્ગુરુના નિમિત્ત મળે નહીં ત્યાં સુધી સાચી શ્રદ્ધા થાય નહીં.
કોઈ દેવ–દેવી મને સંસારનો (ધન પુત્રાદિનો) કાંઈ પણ લાભ કરી દેશે એવી જેને માન્યતા છે તેને તો પુણ્યની
પણ શ્રદ્ધા નથી, એટલે મહાન ઊંધી દ્રષ્ટિ છે; જ્યાં જુઓ ત્યાં પૈસાની માંડી છે, પણ પૈસા ઉપર તથા પુણ્ય ઉપર
તો અહીં કોરડા પડે છે. પુણ્યના એક પણ કણીયાને ઈચ્છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને પુણ્યની રુચિ હોય
નહીં, એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ સ્વરૂપની શ્રદ્ધા હોય અને પુણ્યની રુચિ પણ હોય એમ બને નહીં.
છતાં જ્ઞાનીને પણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભભાવ હોય ખરા–પણ અંતરમાં રુચિ નથી. ‘તે પુણ્ય ભાવ
ટાળું ત્યારે જ વીતરાગતા થશે’ એમ જેને વિવેક નથી, શ્રદ્ધા નથી તેને જરાપણ ધર્મ પ્રગટ્યો કહેવાય નહીં.
સાચી શ્રદ્ધામાં સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રના નિમિત્તો આવે છે. તેમનું સ્વરૂપ:–
સત્દેવ:– જેને આત્માની ત્રિકાળ પરમાત્મ પૂર્ણ દશા પ્રગટ છે તે સત્દેવ.
સદ્ગુરુ:– જેને આત્માના ભાન સહિત નિગ્રંથ દશા વર્તે છે તે સદ્ગુરુ.
સત્શાસ્ત્ર:– એકેક આત્માની સ્વાધીનતા તથા અનંત ગુણોની પૂર્ણતાની જે શાસ્ત્રમાં પરુપણા હોય તે
સત્શાસ્ત્ર.
ધર્મ:– આત્માનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ માને, મારા આત્મામાં જ મારો લાભ છે, સત્દેવ–ગુરુ–શાસ્ત્ર
પણ પર ચીજ છે એવી પ્રતીતિ તે ધર્મ.
સાચી શ્રદ્ધા થયા પછી શું કરવું તેનો સંદેહ રહે નહીં, પરથી નિરાળો જ્ઞાતા, સહજાત્મ સ્વરૂપ પુણ્ય–પાપ
રહિત છું એવા ભાન સહિત આત્માની પ્રતીત તે સમ્યગ્દર્શન છે, તે પ્રગટ્યા પછી જ ક્રમે કરીને વીતરાગતા થાય.
છેવટ આચાર્ય દેવ કહે છે કે એક તત્ત્વને બીજું તત્ત્વ કાંઈ પણ લાભ કે નુકસાન કરી શકે એમ માનવું તે
જ પરાધીનતા છે, અને સ્વતંત્ર સ્વાધીન તત્ત્વની શ્રદ્ધા તે જ સુખનો ઉપાય છે.
દુર્લભ મનુષ્યપણું પામીને જે વિષયોમાં
રમે છે તે રાખને માટે રત્નને બાળે છે.