Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૧ :
આ ઉપરથી નક્કી થાય છે કે ‘જે સમજે તે બધાં છોડીને ચાલ્યા જ જાય અથવા જે છોડે તે બધા સમજુ
જ હોય એવો કોઈ સિદ્ધાંત નથી; એટલે બહારથી જોવાનું નથી, પણ અંદરમાં આસકિત કેટલી છે તે ઉપર માપ
છે. જ્ઞાની અજ્ઞાની બન્નેની બહારની ક્રિયા સરખી દેખાય, પણ અંદર આસકિત ભાવમાં ઘણો ફેર છે. બિલાડી
તેનાં બચ્ચાને મોઢેથી પકડે છે અને ઊંદરને પણ મોઢેથી જ પકડે છે છતાં બચ્ચાં ઉપર વહાલ છે અને ઊંદરને
મારી નાંખવા માટે પકડ્યો છે, એમ બાહ્યમાં સરખું હોવા છતાં અંદર “પક્કડ પક્કડ મેં ફેર હૈ.”
મારું સ્વરૂપ સ્વતંત્ર છે; કોઈ પણ પર મને લાભ કે નુકસાન કરવા ત્રણકાળ ત્રણલોકમાં સમર્થ નથી,
એવી તત્ત્વબુદ્ધિ જેને પ્રગટી છે એવા જ્ઞાનીઓ અને જે પરથી લાભ નુકસાન માની રહ્યા છે એવા અજ્ઞાની
વચ્ચેનો આંતરો મુમુક્ષુને જણાયા વગર રહેશે નહીં. સગી માતા અને ધાવ માતા બન્ને પુત્રનું પાલન સરખી
રીતે કરે છતાં અંતરમાં આંતરા છે, એકને તેમાં ઉપર ખરો પ્રેમ છે જ્યારે બીજી પૈસા માટે કરે છે, તે સમજે છે કે
“આ છોકરો મારો નથી; કમાઈને મને આપવાનો નથી.” તેમ જ્ઞાની એટલે ધર્મ બુદ્ધિવાળાને ‘આ શરીરાદિ
મારા ઘરની ચીજ નથી; તેમ જ આ પુણ્ય–પાપના કોઈ પણ ભાવ મારા સ્વભાવથી આવતા નથી માટે મારા
નથી.’ એમ અંતર દ્રષ્ટિમાં જ્ઞાનીને પરનો નકાર વર્તે છે; અને અજ્ઞાની પરના સંયોગમાં લાભ–નુકસાન માની
રહ્યો છે. એટલે પરને પોતાનું માની રહ્યો છે. બન્નેની દ્રષ્ટિમાં મોટું અંતર છે........ કહ્યું છે કે:– ‘
बालः
पश्यतिलिंगम्’ જોવાની દ્રષ્ટિમાં ફેર છે.
• • • વસ્ શ્વ સ્ • • •
વસ્તુ અકૃત છે અર્થાત્ કોઈએ બનાવી નથી. વસ્તુ સ્વયંસિદ્ધ છે અર્થાત્ અનાદિ
અનંત છે. વસ્તુનો સ્વભાવ વસ્તુથી અભિન્ન છે. વસ્તુ અનાદિ અનંત હોવાથી વસ્તુનો
સ્વભાવ જે ધર્મ તે પણ અનાદિ અનંત છે. ‘
वत्थुसहावो धम्मो’ =વસ્તુનો સ્વભાવ તે
ધર્મ છે. સ્વભાવ તે વસ્તુનો ધર્મ હોવાથી ધર્મ કોઈએ નવો શોધ્યો નથી, અનાદિથી જ
ચાલ્યો આવે છે. અનાદિથી ચાલ્યા આવતા ધર્મનો સત્પુરુષોએ પ્રકાશ પાડયો છે
અર્થાત્ ધર્મને સમજાવ્યો છે–કર્યો નથી. વિચાર દ્વારા કોઈએ ઉપજાવી કાઢ્યો નથી, પણ
જેમ છે તેમ સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વારા જણાયો છે.
વસ્તુનો સ્વભાવ (એટલે કે ગુણ) કાયમ એકરૂપ રહેતો હોવાથી ત્રણકાળ
ત્રણેલોકમાં ધર્મ તે એકરૂપ જ રહે, બદલે નહિ. ગુણની અવસ્થા સમયે સમયે બદલે છે.
વસ્તુ ટકીને બદલતી હોવાથી અખંડ એકરૂપ વસ્તુ પ્રત્યે લક્ષ જાય તો શુદ્ધતા પ્રગટે છે,
અવસ્થા પ્રત્યે લક્ષ જાય તો અશુદ્ધતા પ્રગટે છે. વસ્તુ અને તેનો ધર્મ અભિન્ન હોવાથી
(શુદ્ધતા રૂપી) ધર્મ અંતરમાંથી પ્રગટે છે. બહારથી આવતો નથી (શક્તિરૂપે) છે તે
વ્યક્ત થાય છે. ધર્મ પ્રગટવા માટે માત્ર અંદરના સ્વભાવની પ્રતીતિ અને પ્રતીતિ
પ્રમાણે સ્વરૂપસ્થિરતાની જ જરૂર છે.

૧–તદ્ન અજ્ઞાની માત્ર વેષને જ જુએ છે.
૨–બીજા નંબરના અજ્ઞાની બાહ્ય પ્રવૃત્તિ
[ક્રિયા] ને જુએ છે, અને
૩–જ્ઞાની તો તેની અંદર બુદ્ધિ શું છે તથા સ્વ–પરનો વિવેક કેવો છે? એમ તેના અંતરના ભાવને જુએ
છે. ખરેખર, અંતરથી જ જ્ઞાનીનું માપ છે; જ્ઞાન થયા પછી દ્રષ્ટિમાં પરનું ધણીપણું જ ઉઠી જાય. આત્મા સ્વાધીન
વસ્તુ છે, તેમાં દ્રષ્ટિની ઊંધાઈથી જ બંધન થાય છે. પ્રશ્ન:– ઊંધી માન્યતાનું લક્ષણ શું? ઉત્તર:– એક આત્મા
સિવાય કોઈપણ પર ચીજ મને લાભ નુકસાન કરે એમ માન્યું તે જ પરને પોતાનું માનવારૂપ ઊંધી માન્યતા છે;
તેમાં બે તત્ત્વોને એક માને છે. એક તત્ત્વને બીજી ચીજથી લાભ–નુકસાન માને છે, તેને અસંયોગી તત્ત્વની ખબર
નથી. જ્યાં સુધી સંયોગોમાં મીઠાશ વર્તે છે ત્યાં સુધી અસંયોગી આત્માના સ્વતંત્ર સુખ સ્વભાવની વાત બેસતી
નથી, તેથી પ્રથમ ‘પાત્ર થવા સેવો સદા, બ્રહ્યમચર્ય મતિમાન.’ એમ શ્રીમદે કહ્યું છે.
એકલા (ભાનવગર) શિયળ તરફનું વલણ તે શુભભાવ છે;