Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૫૦ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
ટકે? માટે પ્રથમ અસંયોગી તત્ત્વની રુચિ–શ્રદ્ધા કરવા માટે પાત્રતા (લાયકાત) જોઈએ.. પુણ્ય–પાપથી આત્માનું
કલ્યાણ નથી એવી પ્રતીતિ–શ્રદ્ધા થયા વગર ત્રણકાળમાં કોઈની મુક્તિ નથી ઉપર કહ્યું કે.......... ‘પાત્ર થવા
સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.’ આમાં સિદ્ધાંત શું છે? કે આત્મા સિવાય પર તરફના વિષય (સંયોગી ભાવ)
માં જે તીવ્ર આસક્તિ વડે સુખ માની રહ્યા છે તેને જુદું તત્ત્વ અસંયોગી સ્વભાવ ખ્યાલમાં આવશે નહીં.
‘અબ્રહ્મ’ એટલે પર સંયોગના કારણે આત્મામાં જે ભાવ થાય તે સંયોગી ભાવને પોતાનું સ્વરૂપ માનવું તે.
આમાં બે વાત આવી (૧) શરીરાદિ બધા પર છે, અને (૨) પુણ્ય–પાપના ભાવ પણ પર છે; કારણ કે જ્યાં
સુધી પર ઉપર લક્ષ કરી તેમાં પોતાપણું માને છે ત્યાંસુધી પુણ્ય–પાપના ભાવ થાય છે પણ તે સ્વભાવમાં નથી
તેથી ટાળી શકાય છે; જો તે પુણ્ય–પાપના ભાવ સ્વભાવમાં હોત તો કદી તે ટાળીને મુક્ત થઈ શકાત નહીં.
અસંયોગી સ્વભાવ સમજાશે નહીં.
આત્મા પરથી તદ્ન નિરાળી ચીજ, તેમાં કર્મના [પર વસ્તુના] નિમિત્તે આત્મા પોતે ઊંધો પડીને જે
ભાવ કરે તે સ્વભાવ ભાવ નથી. સંયોગી–વિકારી ભાવ છે; તે રહિત અસંયોગીની શ્રદ્ધા માટે પ્રથમ બ્રહ્મચર્યનો
રંગ જોઈએ; તેથી જેને અબ્રહ્મચર્ય વર્તે છે એટલે કે પર વસ્તુમાં જેને સુખ બુદ્ધિ માની છે તેને પરથી નિરાળા
શુદ્ધ આત્માની શ્રદ્ધા થવાની પાત્રતા નથી.
અહીં પાત્ર થવા માટે ‘બ્રહ્મચર્યનો રંગ’ જોઈએ એમ કહ્યું છે, એટલે કાંઈ બધા જ્ઞાનીઓને જ્ઞાન થતાં
તુરત પરનો બધો સંગ છૂટી જતો નથી. પણ પર પદાર્થમાં જે તીવ્ર આસક્તિ તે અંતરમાં નથી. મારુ સુખ આત્મા
સિવાય કોઈ પરમાં–સ્વર્ગમાં કે રાજપદમાં ક્યાંય નથી, એવી પ્રતીતિ પછી રાગ–દ્વેષની અલ્પ અસ્થિરતા હોય
પણ સંયોગમાં સુખ બુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાનીને તો ઊંડે ઊંડે પર સંયોગમાં સુખની તીવ્ર આસકિત પડી છે,
પુણ્યની મીઠાશ છે; તેને આત્મા શુદ્ધ ચૈતન્ય પરથી નીરાળો છે, તેની શ્રદ્ધાની પાત્રતા નથી.
આત્મા સિવાય પર પદાર્થનું સંયોગી સુખ તે સાચું સુખ નથી, માત્ર પોતાની ખોટી કલ્પના છે. જે સુખ
ભગવાન આત્મામાં ત્રિકાળ પૂર્ણ ભર્યું છે તે ન માને અને પરમાં [જ્યાં કદી પણ સુખ નથી ત્યાં] સુખ માને છે
તેણે પોતાને નમાલી ચીજ માની છે; આત્માની શ્રદ્ધા નથી તેથી પરમાં સુખ માની બેઠો છે, પણ અસંયોગી
આત્માની શ્રદ્ધા વગર સાચું હોય જ નહીં.
“આત્મા પરથી જુદો નિર્દોષ નિર્લેપ તત્ત્વ છે. તથા સ્વતંત્ર ‘પોતાના ગુણે જીવનારો’ છે, પુણ્ય–પાપથી
આત્માને લાભ નથી.” એવી યથાર્થ માન્યતા વગર ત્યાગી થઈને મરી જાય તો પણ લાભ ન થાય, અને સમજી
જાય કે તરત જ ત્યાગી થઈ જાય એમ બધા માટે બનતું નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા પછી પણ
પૂર્વના પુણ્યના યોગે (જ્ઞાની પણ) ચક્રવર્તી રાજ્યમાં હોય; ભરત, શ્રેણિક ઋષભદેવ ભગવાન વગેરે સ્વરૂપના
ભાનસહિત ચક્રવર્તી–છ ખંડના ધણી અગર રાજાઓ હતા. સંસારમાં હોવા છતાં અને અમુક રાગ–દ્વેષ
(પુરુષાર્થની નબળાઈને લીધે) હોવા છતાં ‘આ મારું સ્વરૂપ નથી, હું ચિદાનંદ નિર્વિકારી પૂર્ણ શુદ્ધ છું.’ એવું
શુદ્ધ દ્રષ્ટિનું ભાન હતું. ભાન વગર કોઈ હજારો રાણીઓ તથા રાજપાટ છોડીને ત્યાગી (બાહ્યમાં) થઈ જાય તો
પણ ધર્મ ન થાય. પુણ્ય–પાપ રહિત સ્વરૂપની સ્વતંત્ર ઓળખાણ વગર તે બધું ‘એકડા વગરના મીંડા’ છે.
જ્ઞાનીઓ સંસારમાં રાજપાટ સ્ત્રી આદિના સંયોગમાં રહ્યા છતાં તે બધાને રોગરૂપ માને છે. સ્વરૂપનું જોર છે કે
મારા સ્વભાવનું સુખ મારામાં જ છે, આ બધા (પરસંયોગભાવ) સ્વતંત્રતાનું ખૂન કરનાર છે.
– : આમંત્રણ : –
પૂજ્ય સદ્ગુરુ દેવ શ્રી કાનજીસ્વામી રાજકોટથી ફાગણ સુદ ૪ રવિવાર તા. ૨૭–
૨–૪૪ ના રોજ વિશાર કરવાના છે. તે પ્રસંગે તથા ફાગણ સુદ ૨ તા. ૨૫–૨–૪૪ના
રોજ શ્રી ભગવાન સીમંધર પ્રભુના સનાતન જૈન મંદિરનો વાર્ષિક મહોત્સવ રાજકોટ
મુકામે ઉજવવાનો છે માટે સર્વે મુમુક્ષુ ભાઈ બહેનોને તે પ્રસંગનો લાભ લેવા વિનંતિ છે.