Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૪૯ :
જીવને આ સંસાર નવો નથી; અનાદિથી પરાધીન માન્યતાથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે, કદી શુદ્ધ
થયો નથી, જો એકવાર પણ આત્મા શુદ્ધ થાય તો ફરી કદી સંસાર [અશુદ્ધતા] ન થાય. [જેમ માખણનું ઘી
થયા પછી ફરીથી ઘીનું માખણ ન થાય તેમ.] પણ માન્યતાની ભૂલ અનાદિની છે; પુણ્ય પાપ બન્ને વિભાવથી
ઉત્પન્ન થયેલા છે. સ્વભાવ નથી. જો સ્વભાવના હોય તો કદી નાશ થાય નહીં. જે પરની ચીજ છે તેને સ્વભાવની
માનવી તે જ અનંતા જન્મમરણનું કારણ છે.
આત્મા પોતે જ પરમાત્મા છે. આત્મા અને પરમાત્મામાં ફેર એટલોજ છે કે–પરમાત્માએ પોતાનું
અવિકારી સ્વરૂપ પ્રગટ કર્યું છે, અને આ આત્માએ વિકારને પોતાનો માન્યો છે, જ્યારે વિકાર રહિત સ્વરૂપ
માની તે પ્રગટ કરે ત્યારે આત્મા પોતે જ પરમાત્મા કહેવાય છે. પણ પોતાના વિકાર રહિત સ્વરૂપને માને નહીં
અને પરાધીન ભાવને પોતાનો માને અને કહે કે– ‘સ્વતંત્ર થવું છે.’ તો સ્વતંત્ર વસ્તુને જાણ્યા વગર સ્વતંત્ર
ક્યાંથી થશે? જેમ છે તેમ આત્માને નહીં માને તો બીજે ક્યાંક વસ્તુ તો માનશે ને? સ્વભાવની ખબર નથી
તેથી પુણ્ય–પાપ જેટલો હું પુણ્ય–પાપ તે હું, એમ માનશે! પણ જ્યાં સુધી પુણ્ય–પાપને પોતાનું સ્વરૂપ માને છે,
તેનાથી મદદ માને છે ત્યાં સુધી બંધન છે; અને પુણ્ય–પાપ તે મારું સ્વરૂપ નથી, પુણ્ય પણ મદદ કર્તા નથી એમ
પરાશ્રય રહિતની શ્રદ્ધા તે જ બંધનથી છૂટવાનો ઉપાય છે.
જ્યાં ગુણ હોય ત્યાં જ તેની ઊંધી અવસ્થા [વિકાર] હોઈ શકે, લાકડામાં ક્રોધ નથી કારણકે તેમાં ક્ષમા
ગુણ નથી. જ્યાં ક્ષમા ગુણ હોય ત્યાં તેની ઊંધાઈથી ક્રોધ થઈ શકે, જળમાં શીતળ ગુણ છે, તેથી તે અગ્નિના
નિમિત્તે ઉષ્ણ થાય છે, પણ ઉષ્ણતા તેનો વાસ્તવિક સ્વભાવ નથી. પણ શીતળતા ગુણનો વિકાર છે–ગુણની
ઊંધાઈ છે; આત્મામાં જે ક્રોધાદિ વિકારી ભાવ છે તે એમ સુચવે છે કે તેની પાછળ ક્ષમા વગેરે ગુણો ત્રિકાળ
પડ્યા છે. વિકારી ભાવ તે અવિકારી ગુણની ઊંધી સ્થિતિ છે; જેટલો વિકાર દેખાય તે ગુણની ઊંધી અવસ્થા છે.
શરીરાદિ પર છે એમ તો બધા બોલે છે. પણ ખરેખર તેમ માનતા નથી. આત્મામાં જે કાંઈ ક્રોધાદિ
વિકાર જણાય છે તે, જો આત્માનો અવિકારી સ્વભાવ ન હોય તો વિકાર થાય ક્યાંથી? ક્ષમા ગુણ વગર ક્રોધ
થાય નહીં. જે ક્રોધાદિ વિકાર જણાય છે તે આત્માના સ્વભાવનો ગુણ નથી પણ ક્ષમા ગુણની ઊંધાઈ છે. ગુણની
ઊંધાઈ કે પરથી લાભ માને તે જ બંધન છે, પુણ્ય–પાપના બધા વિકારી ભાવો આત્માના અવિકારી ગુણની
ઊંધાઈથી થાય છે. તે ઊંધા ભાવથી
[પુણ્ય–પાપથી] આત્માને લાભ માનવો તે બંધન છે; બંધન એટલે
પરાધીનતા, દુઃખ; લોકો પણ કહે છે કે:–
‘પરાધીનતા સ્વપ્નેય સુખ નહીં.’
તેનો અર્થ લોકો નોકરી વગેરેની પરાધીનતા માને છે; પણ તે વ્યાખ્યા સાચી (યથાર્થ) નથી સ્થુળ છે.
આત્મા ત્રિકાળ શુદ્ધ નિર્દોષ વીતરાગ સ્વરૂપે છે તેવો ન માનતાં શરીર આદિ તથા રાગ–દ્વેષવાળો માનવો તે જ
ખરેખર તો પરાધીનતા છે, અને તેમાં સ્વપ્ને પણ સુખ નથી. સંસારના લાભમાં (ધન, સ્ત્રી આદિ તથા
પુણ્યમાં) લીન થઈ જાય, પણ તેના સરવાળે લાભમાં મીંડા અને પાપના ઢગલા છે. પુણ્ય–પાપનો બંધન ભાવ
અને તે રહિત સ્વાધીન સ્વભાવની વહેંચણી કરતાં ન આવડે ત્યાં સુધી સુખની ગંધ સ્વપ્ને પણ નથી.
અનાદિથી પુણ્ય–પાપના વિકારી ભાવને તથા શરીર, મન, વાણીને પોતાના માનીને બંધન ભાવ ઊભો
કર્યો છે. સ્વતંત્રતત્ત્વમાં પરાશ્રયે સુખ, બુદ્ધિ તે જ સ્વાધીનતાનું ખૂન છે; સમ્યક્જ્ઞાન વગર સવળો ભાવ
સમજાય નહીં અને બંધન ટળે નહીં. પોતે જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપી છે તેને ભૂલીને જેટલો પરનો આધાર માને તે
બધું બંધન છે–દુઃખ છે.
તત્ત્વ સમજવા માટે શરૂઆતમાં બ્રહ્મચર્યનો રંગ જોઈએ શ્રીમદે કહ્યું છે કે:–
‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.’
આત્મામાં પાત્રતા ન આવે તો પાત્રતા વગર વસ્તુ શી રીતે