Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૪૮ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
‘મારો આત્મ સ્વભાવ કે ગુણ મને કોઈ બીજા આપી દે અથવા બીજો મદ કરે તો ઉઘડે’
એવી માન્યતા તેજ બંધન અને તે જ પરાધીનતા છે
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ કાનજી સ્વામીના માગશર વદ ૧૪ રવિાર તા. ૨૬ – ૧૨ – ૪૩
ના વ્યાખ્યાન ઉપરથી
બંધન એટલે શું? કે જે ભાવે આત્માની સ્વાધીનતા હણાઈ જાય–પરાધીનતા થાય તેવા ભાવને બંધન
કહે છે. આત્મામાં જે પરાધીન ભાવ તે જ આત્માને નુકસાનનું કારણ છે. આત્મા અનાદિ અનંત જ્ઞાન મૂર્તિ છે,
તેને જાણ્યા વિના કોઈપણ જાતના પુણ્ય–પાપના ભાવ થાય તે બધા આત્માને બંધન કર્તા છે. આત્માના ગુણને
નુકસાન કર્તા છે.
જીવે અનંત કાળથી સંસારની વાતો સાંભળી છે, પણ આત્માનું સ્વરૂપ શું અને આત્માને બંધન શું, તે
વાત કદી જાણી નથી. અજ્ઞાનીને તો સંસારનું બંધન–દુઃખ જ લાગતું નથી.
શરીરના પરમાણુઓ આદિ વસ્તુઓ છે તેમ આત્મા પણ એક વસ્તુ છે; શરીર મૂળ વસ્તુ નથી પણ તે
ઘણા પરમાણુઓનો જથ્થો છે. ઝીણી માટી છે. પરમાણુની હાલત બદલાય પણ તે પરમાણુંપણે તો કાયમ રહે.
શરીર તે આત્મા નથી–પણ શરીરમાં રહેલો શરીરથી જુદો એક આત્મા છે. આત્મા વસ્તુ છે–જગતની અનાદિ
અનંત ચીજ છે, તેમાં અનંત ગુણો છે; જાણવું–માનવું આદિ આત્માના ગુણો છે. એવા આત્માનું સ્વરૂપ ન જાણે
અને ‘હું શરીર, પુણ્ય–પાપ મારાં, પુણ્યથી મને ધર્મ થાય’ એવો ભાવ તે બંધન કર્તા છે, તે આત્માના ગુણની
શક્તિને હણે છે.
આત્મા એક વસ્તુ છે, શરીર આદિ તેનાથી પર [જુદા] છે; માતાના ઉદરમાં આવ્યો ત્યારે સાથે લાવ્યો
ન હતો, તે પિંડ તો માતાના ઉદરમાં જડ–રજકણોનો બંધાયો હતો.
આત્મા જ્ઞાનસ્વભાવી છે; કોઈ વસ્તુ ગુણ વગરની હોય નહીં, જો વસ્તુમાં ગુણ ન હોય તો ઓળખાય
કઈ રીતે? આત્માને કયા ગુણ વડે ઓળખવો? જ્ઞાન ગુણ વડે આત્મા ઓળખાય છે. આત્મામાં જ્ઞાનાદિ અનંત
ગુણો છે. હું જાણવાવાળો શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા છું એવું પોતાનું સ્વરૂપ ભૂલી જઈને ‘પુણ્ય પાપ તે હું.
શરીરાદિ તે હું’ એમ માનવું તે જ અજ્ઞાન છે–બંધનું કારણ છે.
આત્મા શું ચીજ છે? કે જાણનારો જ્યોત અખંડ જ્ઞાન સ્વભાવી છે; જાણવું એ જ તેનું સ્વરૂપ છે; તે
પોતાના જાણનાર [જ્ઞાયક] સ્વભાવ તરફ ન વળતાં ‘મારો આત્મ સ્વભાવ કે ગુણ મને કોઈ બીજા આપી દે
અથવા બીજો મદદ કરે તો ઉઘડે’ એવી માન્યતા તે જ બંધન અને તે જ પરાધીનતા છે. કોઈ શ્રાપ કે આશીર્વાદ
આપે તો મારું ભલું ભુંડું થાય એમ જે પરથી ભલુ બુરું માની રહ્યો છે તે આત્માના સ્વતંત્ર સ્વભાવની હિંસા
કરી રહ્યો છે, તેને આત્માની સ્વતંત્રતાનો ભરોસો નથી; જો ભરોસો હોય તો ખ્યાલ હોવો જોઈએ કે ‘હું અનાદિ
અનંત સ્વતંત્ર વસ્તુ છું,’ પરાધીનતા મારામાં નથી.’
પ્રશ્ન:– તો આત્મામાં બંધન કેમ થાય છે?
ઉત્તર:– કારણ કે–પોતાના વસ્તુ સ્વભાવની ખબર નથી. તેથી પરથી લાભ માને છે એટલે કે મારામાં તો
શક્તિ છે જ નહીં એમ માને છે. તે જ પરાધીન ભાવ છે અને તે જ આત્માના ધર્મ સ્વભાવને અધર્મરૂપ એટલે
બંધનરૂપ કરી નાંખે છે.
પ્રશ્ન:– બંધન કોને કહેવું?
ઉત્તર:– આત્માના ગુણને જે ભાવ રોકે તે બંધન છે. જે ભાવે આત્માના ગુણની શક્તિ રોકાય તે બંધન
ભાવ છે. આત્મા એક પદાર્થ છે, કોઈ વસ્તુ ગુણ વગર ન હોય. આત્માનો સ્વભાવ–આત્માના ગુણ આત્માને
વિષે જ છે; કોઈ પરથી આત્માના ગુણ નથી. જો આત્માના ગુણ કોઈ પરથી થાય તો આત્મામાં ગુણ નથી એમ
ઠરે અને જો ગુણ ન જ હોય તો કોઈ કારણે પ્રગટ થાય નહીં, અને જો છે તો કોઈ પરની મદદની જરૂર રહે નહીં.