: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૫૫ :
બીજો મિત્ર:– કુટુંબને ધર્મ સાથે સંબંધ નથી. કુટુંબ તો પર વસ્તુઓનો સંયોગ છે, અને ધર્મ તો પોતાના
આત્માનો સ્વભાવ છે.
પહેલો મિત્ર:– પણ ભગવાન મહાવીરને અને તેમણે કહેલું તે સત્ય એમ માનીએ છીએ તેનું કેમ?
બીજો મિત્ર:– ભગવાન મહાવીરને તમે નામથી માનો છો કે તેના ગુણથી? જો તમે ગુણથી માનતા હો તો કહો
કે તેમને સમ્યક્દર્શન ગુણ કેવી રીતે પ્રગટ્યો હતો?
પહેલો મિત્ર:– એ તો હું નથી જાણતો–પણ તેમને કેવળજ્ઞાન હતું એમ જાણું છું.
બીજો મિત્ર:– કેવળજ્ઞાનના યથાર્થ સ્વરૂપની તમને ખબર હોય તો તે ટુંકામાં કહો.
પહેલો મિત્ર:– હું તો એ જાણતો નથી. ભગવાન કેવળ જ્ઞાની હતા એમ બધા કહે છે તેથી હું પણ કહું છું.
બીજો મિત્ર:– લોકોમાંથી કેવળજ્ઞાનનું સ્વરૂપ કેટલા જાણે છે, એ તમે નક્કી કર્યું છે, કે જેમ બીજાઓ કહે છે,
તેમ તમો કહો છો?
પહેલો મિત્ર:– મેં તે નક્કી કર્યું નથી; નક્કી કર્યા વગર બીજાઓના કહ્યા પ્રમાણે–કહેવું અને અર્થ ન સમજવો તે
તો દોષ છે એમ વિચારતા લાગે છે. તમે જે કહો છો તે પ્રમાણે તો હું ભગવાન મહાવીરના
સ્વરૂપને કે તેમણે કહેલા ધર્મના સ્વરૂપને જાણતો નથી; તેમના સ્વરૂપને ન જાણું ત્યાં સુધી હું
ખરો અનુયાયી ન કહેવાઉં. આજે આપણે સારી ચર્ચા થઈ મારે બીજું અત્યારે કામ છે માટે
આપણે છુટા પડીશું?
બીજો મિત્ર:– ખુશીથી, તમે કહેશો ત્યારે આપણે મળીશું. (બન્ને મિત્રો જુદા પડ્યા.)
(અનુસંધાન પાન ૧૩ નું ચાલુ)
ભોગ:– સંસારના ભોગનો ભોગવટો માન્યો તેણે આત્માને માન્યો જ નથી. એક સમયમાં રાગાદિ રહિત
પરિપૂર્ણ સ્વભાવને પ્રગટ પર્યાયમાં ભોગવવાનો સ્વભાવ છે; અજ્ઞાની જીવ પણ વિકાર ભાવને જ ભોગવે છે.
પરને કોઈ આત્મા ભોગવતો નથી. પોતાના સંપૂર્ણ સ્વભાવની પરિપૂર્ણ અવસ્થાને ભોગવવાનો સ્વભાવ છે
તેની પ્રતીત કર્યા વગર આત્માની પ્રતીત પણ કરી નથી.
પ્રથમ તો પરિપૂર્ણ આત્મા કહેવો કોને?
શું નાની–સુની કે ઊણી વસ્તુ તે આત્મા છે? આત્મા તો જ્ઞાન, દર્શન, વીર્ય આદિ અનંત ગુણોથી અખંડ
પરિપૂર્ણ છે; આવો સ્વભાવ માન્યો તેણે જ પરિપૂર્ણ આત્મા માન્યો છે. પરિપૂર્ણની માન્યતા વગર પરિપૂર્ણનો
પુરુષાર્થ ઉગશે જ નહીં.
એક સમયમાં પરિપૂર્ણ અવસ્થાનો ભોગવટો કરવાનો મારો સ્વભાવ છે; એકવાર ભોગવાય તે પર્યાય
અને વારંવાર ભોગવાય તે ગુણ. [ભોગ અને ઉપભોગ] જ્ઞાનાદિની ઊણી અવસ્થાથી રહિત છું, એમ એકલો
પરિપૂર્ણ સ્વભાવ ન માને ત્યાં સુધી આત્માને માન્યો નથી આવા પરિપૂર્ણ આત્મસ્વભાવનું ભાન થયા પછી
એક પણ વિકારનો પોતે કર્તા થાય નહીં. ઊણી ઊઘડેલી અવસ્થા જેટલો હું નહીં એવી માન્યતા પછી સ્વભાવની
સ્થિરતા સહિત આગળ વધે અને કષાયની ઓછપ થઈને વિશેષ સ્થિરતા થાય ત્યારે પાંચમી–શ્રાવકની ભૂમિકા
કહેવાય. ત્યાર પછી છઠ્ઠી ભૂમિકાએ નિર્ગં્રથ મુનિ દશા થઈ જાય. અસ્થિરતાનો ભાવ ઘણો ઘટી જાય; માતાએ
જન્મ્યા તેવા તદ્ન નિર્ગ્રંથમુનિ થઈ જાય (આ ભાન સહિતની વાત છે.) અને તત્ત્વજ્ઞાન પૂર્વક સ્વરૂપના જોરની
દ્રષ્ટિની એકાગ્રતામાં સ્થિરતા વધતાં શરીર ઉપરનું લક્ષ (વૃત્તિ) ઊઠી જાય, માત્ર આયુષ્ય બાકી છે અને શરીર
ટકવાનું છે તેથી આહારની વૃત્તિ રહી છે તે પણ સ્વરૂપ ચારિત્રના નભાવ માટે. ‘માત્ર સયંમના હેતુએ’ વર્તે છે.
ત્યાં (–છઠ્ઠા ગુણસથાને) સ્થિરતા થતાં ત્રણ કષાય ટળી ગયા છે, માત્ર શરીરના કારણે નિર્દોષ આહારની વૃત્તિ
છે તે સિવાય વસ્ત્ર માત્રની વૃત્તિ પણ ત્યાં હોઈ શકે નહીં. આ પ્રમાણે ભૂમિકા અનુસાર બાહ્ય નિમિત્તોનો ત્યાગ
હોય છે. એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. સમ્યગ્દર્શન વિના એટલે કે પરથી પરિપૂર્ણ નિરાળા સ્વરૂપના ભાન
વિના કોઈ શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં.
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ
આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.