: ૫૮ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
શાશ્વત સુખ જોઈતું હોય તેને જ્ઞાન કેવું હોય?
નિર્જરાનો અધિકાર ચાલે છે એટલે કે સાચું સુખ કેમ મળે અને સાચા સુખનો ઉપાય કરવાવાળાનાં જ્ઞાન
અને શ્રદ્ધા કેવાં હોય તથા જેને સંસારિક સુખ રુચતું હોય તેનાં જ્ઞાન અને માન્યતા કેવાં હોય? જેને સંસારનું–
ઈન્દ્રિયાદિનું સુખ રુચે છે તેને ચોરાશીના દુઃખ રુચે છે અને જેને સંસાર સુખની રુચિ નથી પણ સ્વભાવનું ખરું
શાશ્વત સુખ રુચે છે તેની ઓળખાણ અને જ્ઞાન કેવાં હોય તેનો પ્રથમ નિર્ણય જોઈએ. કારણ કે કયા સુખની
રુચિ છે તે જાણવું જોઈએ.
પુણ્ય ભાવની રુચિ ન હોય
અમારે સંસારનું સુખ જોઈતું નથી. અમે ખરું સુખ લેવા માટે ત્યાગી થયા છીએ એમ ઘણા માની બેઠા
છે. પણ ખરેખર સાચા સુખની રુચિ છે કે નહીં તેનું લક્ષણ સમજવું પડશે. જે ભાવે સંસારના સુખ મળે તે
ભાવની રુચિ પણ ખરા સુખના ઈચ્છનારને હોય નહીં. રાજ્યાદિ બધા સંસાર સુખના નિમિત્ત છે, તેની પણ
રુચિ હોય નહીં. જેણે જડમાં સુખ ન માન્યું હોય તેની માન્યતા કેવી હોય? કે જે પુણ્ય ભાવે સ્વર્ગાદિ તથા આ
સ્ત્રી, પૈસાદિ મળે છે તે પુણ્ય ભાવની પણ રુચિ ન હોય. જેને પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે.
જડમાં ક્યાંય સાચું સુખ નથી, બીજે ક્યાંય છે અને તે આત્મામાં જ છે. તેથી જેને સુખની પ્રીતિ છે તેને
આત્માની રુચિ થવી જોઈએ. પુદ્ગલમાં ક્યાંય આત્માનું સુખ નથી, માત્ર ઊંધી માન્યતાથી માન્યું છે. શરીર, મકાન,
સ્ત્રી, પૈસા વગેરેમાં સાચું સુખ નથી. આત્માનું સુખ પરમાં નથી જ. છતાં પરમાં માન્યું છે તે માન્યતાની ભૂલ છે;
તેને સાચી વાત સમજાણી નથી. જો સાચી વાત સમજાય તો સંસારની અનુકૂળતામાં પણ સુખ બુદ્ધિ થાય નહીં. જે
કારણથી સંસારની અનુકૂળતા મળે છે તે પુણ્ય છે. પાપભાવથી પ્રતિકૂળતા મળે અને પુણ્ય ભાવથી અનુકૂળતા મળે
તે સંસારની અનુકૂળતાની જેને રુચિ છે તેને પુણ્યની રુચિ છે, અને જેને પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે,
જેને આત્માના જ્ઞાન શ્રદ્ધાની રુચિ છે તેને આત્માની રુચિ છે, અને તેને જ ખરા સુખની રુચિ છે.
પ્રથમ તો પુણ્યની રુચિ છે કે આત્માની? તેનું જ્ઞાન કર્યા વગર નીવેડા આવશે નહીં. જો પુણ્યભાવની
રુચિ હોય તો સમજવું કે તેની જ્ઞાન અને શ્રદ્ધામાં ભૂલ છે. જેને આત્માની રુચિ હોય તેને પુણ્યની રુચિ ન હોય.
ધર્મીની રુચિ, જ્ઞાન અને શ્રદ્ધા કેવાં હોય!
હવે ધર્મીની રુચિ, જ્ઞાન અને શ્રદ્ધા કેવાં હોય તથા સંસારનું સુખ રુચે છે અર્થાત્ પુણ્યની રુચિ છે તેની
શ્રદ્ધા અને દ્રષ્ટિ કેવી હોય તે ચાર ગાથા દ્વારા કહેવાય છે:–
સાચું સુખ કેમ મળે અને સાચા સુખનો ઉપાય કરવાવાળાનાં જ્ઞાન અને શ્રદ્ધા કેવાં
હોય તથા જેને સંસારિક સુખ રુચતું હોય તેનાં જ્ઞાન અને માન્યતા કેવાં હોય?
જે ભાવે સંસારનાસુખ મળે તે ભાવની રુચિ
પણ ખરા સુખના ઈચ્છનારને હોય નહિ
શ્રી સમયસાર નિર્જરા અધિકાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ઉપર પરમ
પુજ્યસદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન તા. ૧૪–૨–૪૪
જયમ જગતમાં કો પુરુષ વૃત્તિ નિમિત્ત સેવે ભૂપને,
તો ભૂપ પણ સુખ જનક વિધવિધ ભોગ આપે પુરુષને;।। ૨૨૪।।
ત્યમ જીવ પુરુષ પણ કર્મ– રજનું સુખઅરથ સેવન કરે,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને।। ૨૨૫।।