Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
જૈનધર્મ
ગતાંકથી ચાલુ
તારીખ ૭ મી ડિસેમ્બર ૧૯૪૩ થી તા. ૧૨ સુધી રાજકોટ મુકામે રામકૃષ્ણ આશ્રમ તરફથી બધા ધર્મોની
પરિષદ્ ભરવામાં આવેલી હતી, તેમાં જૈન ધર્મ ઉપરના વિચારો દર્શાવવા શ્રી. રામજી માણેકચંદ દોશીને
આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે તેઓએ જે વ્યાખ્યાન આપેલું તે અહીં રજુ કરવામાં આવેલ છે.
લેખક:– રામજી માણેકચંદ દોશી
સ્ત્ર દ્ધિ
જૈન શાસ્ત્રોમાં કથન બે પ્રકારે છે. એક વાસ્તવિક (પરમાર્થ, ખરેખરી, નિશ્ચય) દ્રષ્ટિએ; બીજું ભંગ–
ભેદ, નિમિત્ત વગેરે અવસ્થા દ્રષ્ટિએ; જ્યાં વ્યવહાર દ્રષ્ટિએ કથન કર્યું હોય ત્યાં તેનો શબ્દે–શબ્દ અર્થ કરવામાં
આવે તો ખોટો છે. દા. ત. ‘ઈંગ્લાંડ જર્મની સામે લડે છે.’ આવું કથન લોકોમાં પ્રસિદ્ધ છે, પણ તેનો અર્થ શબ્દ
પ્રમાણે કરવામાં આવે તો તે અસત્યાર્થ છે, માટે તેનો પરમાર્થ શું છે તે સમજી પરમાર્થ અર્થ કરે તો ખરો છે;
નહીં તો અર્થ ખોટો છે, અને ખોટાને ખરો માનવામાં આવે તો અનાદિની ભ્રમણા ઊભી રહે; અને વ્યવહાર
વચનો જ જાણે નિશ્ચયનાં વચનો છે એવો શાસ્ત્રનો અર્થ કરી તે ભ્રમણાને પોષે તો પોતાને શાસ્ત્રનો અભ્યાસ
છે એવો ગર્વ આવ્યા વગર રહે નહીં. જૈન શાસ્ત્રનો અર્થ કેવી રીતે કરવો તેની રીત શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં
પાને–૨૫૬ માં આપવામાં આવી છે અને તે નીચે મુજબ છે.
“જિન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનય (વાસ્તવિક દ્રષ્ટિ) ની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો
‘સત્યાર્થ એમ જ છે.’ એમ જાણવું; તથા કોઈ ઠેકાણે વ્યવહાર નય [વ્યવહારદ્રષ્ટિ] ની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે.’ એમ જાણવું; અને એ પ્રમાણે
જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે
પણ છે, અને આ પ્રમાણે પણ છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.”
એ પદ્ધતિએ યથાર્થ અર્થ કરવો, અને ખરેખર સ્વરૂપ શું છે તે જાણવું અને વ્યવહાર એટલે કે વિકાર,
ભેદભંગ, નિમિત્ત, અવસ્થા, બાહ્ય વગેરે જે જેમ છે તેમ તે રૂપે જાણવા; અને એ રીતે જાણી પછી વ્યવહાર
ઉપરનું લક્ષ છોડી નિશ્ચય ઉપર લક્ષ આપવું અને તેવું લક્ષ આપતાં શુદ્ધ અવસ્થા પ્રગટે છે; જ્યારે ભેદ–ભંગ,
વિકાર, નિમિત્ત વગેરે ઉપર લક્ષ દેતાં વિકારી અવસ્થા પ્રગટે છે; નિમિત્તથી લાભ–નુકસાન માનવામાં આવે તો
પ્રતીતિ (દ્રષ્ટિ) નો દોષ આવે છે, અને નિમિત્ત છે જ નહીં એમ જે જાણે તે જ્ઞાનનો દોષ છે; માટે દર્શન અને
જ્ઞાન બન્ને દોષ રહિત હોવાં જોઈએ, એટલે કે તે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનરૂપ હોવા જોઈએ; એમ હોય ત્યારે જ
જીવનું ત્રિકાળી ટકતું ધુ્રવ સ્વરૂપ છે તે ઉપર લક્ષ (વલણ) રહ્યા કરે છે, અને તેથી સમ્યક્ ચારિત્ર પ્રગટે છે. જૈન
શાસ્ત્રોમાં જીવ, તેની વિકારી અવસ્થા, અવિકારી અવસ્થા, કર્મોની સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ અજીવ
વગેરે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કર્યું છે. જૈન તે કર્મવાદી દર્શન નથી પણ આત્મવાદી દર્શન છે.
જૈન દર્શની અનાદિતા.
વર્તમાન જેટલા ક્ષેત્રે જઈ શકાય છે તેટલું જ મનુષ્ય ક્ષેત્ર નથી, એટલે તમામ મનુષ્ય ક્ષેત્રને લક્ષમાં
રાખતાં વિશ્વમાં જેમ અજ્ઞાનતા અનાદિની છે તેમ સાચું જ્ઞાન પણ અનાદિથી છે–જો ‘જ્ઞાન’ આ જગતમાં ન
હોય તો આ જગતમાં ‘અજ્ઞાન’ પણ ન હોય; અને સમ્યગ્જ્ઞાન કહો કે જૈન ધર્મ કહો, બન્ને એક જ છે અને તેથી
જૈનધર્મ અનાદિથી છે, અને અનંતકાળ સુધી રહેશે. મનુષ્ય ક્ષેત્રના અમુક કાળે તે ન હોય તે બને, પણ સર્વ
મનુષ્ય ક્ષેત્રે અને સર્વ કાળે અજ્ઞાન હોય તેમ બને નહીં; જો તેમ બને તો ‘અજ્ઞાન છે’ એમ નક્કી કોણે કર્યું?
સમ્યગ્જ્ઞાન જ સત્યજ્ઞાન અને અજ્ઞાનને નક્કી કરે છે. અમુક મનુષ્ય ક્ષેત્રે કેટલોક વખત સમ્યગ્જ્ઞાન ન હોય તેમ
બને, પણ તે ક્ષેત્રે વળી અમુક વખતે એક જીવ પોતાની ઉન્નતિ સાધતો સાધતો તેવો મનુષ્ય ક્ષેત્રમાં જન્મે અને
ત્યાં પોતાની ઉન્નતિ પૂરી કરી કેવળ જ્ઞાન પ્રગટે, તે વખતે તે