ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૭૩ :
ત્રાસનું સામ્રાજ્ય
લેખક
રામજી માણેકચંદ દોશી
પહેલો મિત્ર–ભાઈ! આ જગતમાં જ્યાં જોઉં ત્યાં ત્રાસનું સામ્રાજ્ય ચાલી રહ્યું દેખાય છે–એ ખરૂં?
બીજો મિત્ર–તમે જે કહેવા માગતા હો તે દ્રષ્ટાંત આપી સ્પષ્ટ કરો.
પહેલો મિત્ર–જુઓ જગતમાં પ્રજાને રાજ્યનો ત્રાસ લાગે છે, મજૂરોને મૂડીવાદીનો ત્રાસ લાગે છે,
રાજ્યને બળવાખોરોનો ત્રાસ લાગે છે, મનુષ્યને શરીરના રોગનો, ભૂખમરાનો, દુશ્મનોને હિંસક પ્રાણીઓનો
ત્રાસ લાગે છે, એ ખરૂં છે?
બીજો મિત્ર–હા, લોકમાં જીવોને અનેક પ્રકારના ભયો હોય છે, તમે કહ્યાં તે તો થોડા છે, તેનો વિસ્તાર
કરીએ તો ઘણા થાય અને તેને ટુંકમાં કહીએ તો તેના નીચે જણાવેલા સાત પ્રકાર છે અને તે સાત પ્રકારના
ભયમાં જગતના તમામ ભયો (ત્રાસો) નો સમાવેશ થઈ જાય છે.
૧–આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં તેનો ત્રાસ;
૨–મરણ થયા પછી પરભવ હશે કે નહીં અને હોય તો મારું શું થશે તેનો ત્રાસ;
૩–શરીરમાં રોગ થાય તેની વેદનાનો ત્રાસ;
૪–મને શરણ આપનારા–સગાવ્હાલાં, સંબંધીઓ કુટુંબીઓ, શેઠ, રાજ્ય વગેરે રક્ષણ આપશે કે કેમ, કે
કોઈ વખતે પ્રતિકુળ થવાનો ત્રાસ;
૫–મારી કોઈ વસ્તુ કોઈ ચોર વગેરે લઈ ન જાય તેમ ગોપવી રાખી છે તે ખાનગી બાબતની કોઈને
ખબર પડતાં મને નુકસાન પહોંચાડશે એવો ત્રાસ;
૬–ઈન્દ્રિઓ આદી શિથિલ થવી અને છેવટે મરણ થવાનો ત્રાસ;
૭–કાંઈક અણધાર્યું–એકાએક આકસ્મિક બનાવ બની જવાનો ત્રાસ.
પહેલો મિત્ર:–આ ત્રાસો મટાડવાના કોઈ ઉપાયો હશે કે નહીં?
બીજો મિત્ર:–જુઓ. ‘બરફ ઠંડો છે તેથી તેને અડીશું તો આપણે દાઝીશું ’ એવો ભય કે ત્રાસ કોઈને
થાય છે ખરો?
પહેલો મિત્ર:–બિલકુલ નથી થતો.
બીજો મિત્ર:–તેનું કારણ શું?
પહેલો દોસ્ત:–તેનું કારણ એ છે કે બરફનો સ્વભાવ જાણ્યો છે તેથી તે બાળશે એવો ત્રાસ થતો નથી.
બીજો મિત્ર:–તમે તમારા ઘરમાં દિવસે દોરડું દેખો તો તમને “આ કરડશે” એવો ત્રાસ લાગે?
પહેલો મિત્ર:–બિલકુલ નહીં, કેમકે મને ખબર છે કે તેને કરડવાનો સ્વભાવ નથી.
બીજો મિત્ર–અને તેજ દોરડું અંધારામાં દેખો તો તે સર્પ છે એમ માની ત્રાસ પામી દૂર ચાલ્યા જાઓ કે
કેમ?
પહેલો મિત્ર– હા, જરૂર ત્રાસના કારણે દૂર ભાગી જાઉં.
બીજો મિત્ર:–તેનું કારણ શું?
પહેલો મિત્ર–તેનું કારણ એ છે કે–એ વસ્તુ શું છે તેનું મને તે વખતે અજ્ઞાન છે અને તેથી તે અગવડ
આપે તો નુકસાન થાય એવો ભ્રમ થાય છે તેથી હું દૂર ભાગું છું.
બીજો મિત્ર– જુઓ ત્યારે, આ ઉપરથી એમ નક્કી થયું કે વસ્તુ ના સ્વભાવનું અજ્ઞાન હોય ત્યાં
અગવડતાના ભયથી ત્રાસ થાય છે.
પહેલો મિત્ર– એ વાત બરાબર છે; પણ કોઈ કોઈ વખતે જ્ઞાન થવાથી પણ ત્રાસ થાય છે અને અજ્ઞાન
હોય ત્યારે સુખ હોય છે.
બીજો મિત્ર–તેવો દાખલો આપો.
પહેલો મિત્ર–જુઓ; એક માણસનો દીકરો ગુજરી ગયો છે, પણ જ્યાં સુધી તેનું તેને જ્ઞાન નથી ત્યાં સુધી
દુઃખ થતું નથી, અને ખબર પડે છે ત્યારે દુઃખ થાય છે, તેથી ઇંગ્લીશમાં કહેવત પણ છે કે Ignorance is
bless એટલે કે ‘અજ્ઞાનતા એ સુખ છે.’
બીજો મિત્ર–તમોએ કહેલા દાખલામાં જ્ઞાન દુઃખનું કારણ નથી પણ ‘ દીકરો મારો છે ’ એ મમત્વના
કારણે–તેના તરફના