: ૭૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
રાગના કારણે તેના તરફથી સગવડ મળતી તે બંધ પડી તે કારણે, કે પોતાનો વંશ નહીં રહે તેવા કારણે, કે
ભવિષ્યમાં તે મારી સેવા કરત તે લાભ જતો રહ્યો એવી કોઈ માન્યતાને કારણે ત્રાસ થાય છે; વળી જો જ્ઞાનથી
ત્રાસ થાય તો જેણે જેણે જાણ્યું તે બધાને ત્રાસ થાય, મા અને બાપ બન્નેને તે ખબર પડે છે છતાં મા વધારે
રોવું–કૂટવું કરે અને બાપ ઓછું કરે અગર બાપ વધારે કરે અને મા ઓછું કરે એ કેમ બને?
પહેલો મિત્ર:–ત્યારે મેં કહી તે કહેવતનું શું?
બીજો મિત્ર–અજ્ઞાનીઓએ તે જોડી કાઢી છે, તેઓ પોતે પણ તે સાચી માનતા નથી કેમકે જો સાચી
માનતા હોય તો પોતે પોતાના ધંધામાં થતા લાભ નુકસાનથી શા માટે જાણીતા રહેવા માગે છે? તેમના દીકરાને
શા માટે ભણાવે છે? શું તેમને સુખ વ્હાલું નથી? જો તેઓ તે કહેવત સાચી માનતા હોય તો તેમ કરેજ નહીં.
પહેલો મિત્ર–ત્યારે આ બાબત કોઈ ખરી કહેવત છે?
બીજો મિત્ર–હા, Knowledge is power એવી કહેવત છે તેનો અર્થ ‘જ્ઞાન એ બળ છે’ એવો છે.
પહેલો મિત્ર–તે કહેવત તો ખોટી લાગે છે; કેમકે ઘણા કેળવણી પામેલા જગતમાં અક્કલવાળા અને ડાહ્યા
ગણાતા માણસો નબળા હોય છે અને અક્કલ વગરના શરીરે ‘તગડા’–બળવાન હોય છે, તે અક્કલવાળા
ડાહ્યાઓને ધક્કો મારે તો ગડથોલાં ખવડાવી દે.
બીજો મિત્ર–તમે કહેવતનો અર્થ સમજ્યા જ નથી.
પહેલો મિત્ર–ત્યારે ખરો અર્થ શું છે?
બીજો મિત્ર–તમે તો તમારા દાખલામાં જીવ અને શરીર એક માન્યા તેથી તમે સાચો અર્થ સમજ્યા નથી.
પહેલો મિત્ર–તમે તે વાત સાબિત કરો તો અમે માનીએ. કારણો જાણ્યા વિના પરીક્ષા કર્યા વિના ન
માનવું એમ તમે જ કહ્યું છે; માટે કારણો આપો.
બીજો મિત્ર–તમે કારણો માગો છો તે વ્યાજબી છે, કારણ કે અંધ શ્રદ્ધા શૂન્યવત્ છે. આપણે તે કારણો
હવે પછી ચર્ચીશું.
હિંસાનું સ્વરૂપ
આગમ ગ્રંથમાં હિંસાના વિષયમાં લખ્યું છે કે: –
રાગી, દ્વેષી અથવા મૂઢ બનીને આત્મા જે કાર્ય કરે છે તે હિંસા છે. પ્રાણીના પ્રાણોનો તો વિયોગ થયો,
પરંતુ રાગાદિક વિકારોથી આત્મા તે સમયે મલિન ન થયો તો તેથી હિંસા નથી થઈ એમ સમજવું – તે અહિં સક
જ રહ્યો છે.
અન્ય જીવના પ્રાણોનો વિયોગ થવાથી જ હિંસાથાય છે એવું નથી અથવા તેના પ્રાણોનો વિયોગ ન
થવાથી અહિંસા થાય છે એમ ન સમજવું. પરંતુ આત્મા જ હિંસા છે અને આત્મા જ અહિંસા છે એમ માનવું
અર્થાત્ પ્રમાદ પરિણામવાળો આત્મા જ સ્વયં હિંસા છે અને અપ્રમત્ત આત્મા જ અહિંસા છે.
આગમાં પણ કહ્યું છે કે: – આત્મા જ હિંસા છે અને આત્મા જ અહિંસા છે એમ જિનાગમાં નિર્ણય
કર્યો છે. પ્રમાદરહિત આત્માને અહિંસક કહે છે અને પ્રમાદ સહિત આત્માને હિંસક કહે છે. જીવના પરિણામોને
આધીન બંધ થાય છે. જીવમરણ થાય અથવા ન થાય પરિણામને વશથયેલો આત્મા કર્મથી બદ્ધ થાય છે એવી
ખરી દ્રષ્ટિ વડે બંધનું ટુંકામાં સ્વરૂપ કહ્યું..
(૨)
પહેલો મિત્ર–
“જ્ઞાન તે બળ, (સત્તા, અધિકાર) છે” એ કહેવતનો અર્થ તમે શું કરો છો?
બીજો મિત્ર–જ્ઞાન તે ત્રાસને જીતનારૂં બળ છે. જ્ઞાન તે કહેવાય કે જે ખરૂં હોય અને દોષ રહિત હોય–
સાચું જ્ઞાન તેજ ખરેખરૂં બળ છે કેમકે દ્રઢતા થતાં જીવને ત્રાસ થતો નથી, તેથી જીવને શાંતિ રહે છે.
પહેલો મિત્ર–તમે આગળ સાત પ્રકારના ત્રાસ કહ્યા હતા તે દરેક ત્રાસ શી રીતે જ્ઞાનથી ટળે તે સમજાવો.
બીજો મિત્ર–આ ભવમાં જીવન પર્યંત અનુકુળ સામગ્રી રહેશે કે નહિ તે આ લોકનો ભય છે. આ
ભય ટાળવાનું સાધન એ છે કે જ્ઞાનમાં નિર્ણય કરવો જોઈએ કે પર વસ્તુ મને અનુકુળ, કે પ્રતિકુળ થઈ શકેજ
નહિ. મારી સમજણમાં દોષ તે ખરી પ્રતિકુળતા છે. મારો ચૈતન્ય જ્ઞાનગુણ તેજ મારો લોક છે તે નિત્ય છે,
સર્વકાળે પ્રગટ છે. તે મારો ચૈતન્ય સ્વરૂપ લોક પર બગાડી શકતું નથી કે સુધારી શકતું નથી. મારો લોક હું પોતે
ચૈતન્યરૂપ