Atmadharma magazine - Ank 005
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 18

background image
: ૭૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
મોક્ષ મેળવા માટે
સમ્યક્દર્શની ભાવના કરો
: સંગ્રાહક : રા. મા. દોશી
સમ્યગ્દર્શન સંપૂર્ણ દુઃખનો
નાશ કરે છે માટે હે જીવ, તું એમાં
પ્રમાદી ન થા.
શંકા–સમ્યગ્દર્શનથી સર્વે
દુઃખોનો નાશ કેવી રીતે થાય છે?
ઉત્તર–સમ્યગ્દર્શન તે જ્ઞાન,
ચારિત્ર, વીર્ય અને તપનો આધાર
છે, તેથી તે સંપૂર્ણ દુઃખનો નાશ કરે
છે એમ સમજવું.
શંકા–પરિણામ પરિણામિ
દ્રવ્યના આધારથી રહે છે, તેથી
અન્યોન્ય આધાર હોય નહીં, છતાં
આપ સમ્યક્ત્વ પરિણામ જ્ઞાનાદિ
પરિણામોનો આધાર છે એમ કેમ
કહો છો?
ઉત્તર–જેમ પરિણામશીલ
દ્રવ્ય વિના (આત્મા વિના)
જ્ઞાનાદિક રહેતાં નથી, તેમ જ્ઞાન,
ચારિત્ર, વીર્ય, અને તપને
સમ્યક્પણું સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત
થતું નથી, તેથી સમ્યગ્દર્શનને
આધાર માન્યો છે.
જેમ નગરમાં પ્રવેશ
કરવાનો ઉપાય દરવાજો છે, તેમ
જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો
આત્મામાં પ્રવેશ થવાને માટે
સમ્યગ્દર્શન દરવાજા સમાન છે;
અર્થાત્ જ્યારે આત્મામાં
સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે, ત્યારે
તેમાં જ્ઞાનાદિકોનો પ્રવેશ થાય છે.
સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્તપ, સમ્યગ્ચારિત્રાદિની
પ્રાપ્તિ થતી જ નથી. સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ નહીં થવાથી, જીવને અવધિ
વગેરે વિશિષ્ટજ્ઞાન યથાખ્યાત ચારિત્ર,
કર્મની અતિશય નિર્જરા કરનારૂં તપ
પ્રાપ્ત થતું નથી. મોઢાને આંખોથી
જેમ સુંદરપણું પ્રાપ્ત થાય છે, તેમ
જ્ઞાનાદિકોમાં સમ્યગ્દર્શનથી
સમ્યક્પણું પ્રાપ્ત થાય છે. જેમ ઝાડને
મૂળથી દ્રઢતા આવે છે તેમ
જ્ઞાનાદિકોમાં સ્થિરતા અગર દ્રઢતા
સમ્યગ્દર્શનથી પ્રાપ્ત થાય છે.
જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ
છે તેને જ ભ્રષ્ટ સમજવા. દર્શનભ્રષ્ટ
જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
ચારિત્ર ભ્રષ્ટ જીવ મુક્તિની પ્રાપ્તિ
કરી શકે છે, પરંતુ દર્શન ભ્રષ્ટ જીવને
મુક્તિલાભ થતો નથી.
જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ
છે તેને ભ્રષ્ટતમ કહેવામાં આવે છે.
ચારિત્રભ્રષ્ટ જીવ દર્શનથી ભ્રષ્ટ
માનવામાં આવતો નથી. અર્થાત્
ચારિત્ર ભ્રષ્ટ જીવથી દર્શન ભ્રષ્ટ જીવ
અતિશય ભ્રષ્ટ છે. જે ચારિત્રથી ભ્રષ્ટ
થાય છે, પણ સમ્યગ્દર્શનથી ચ્યુત
નથી થતા તેને સંસાર પતન નથી.
શંકા–અસંયમથી ઉત્પન્ન
થએલ પાપના ભારથી જીવને
સંસારમાં ભ્રમણ કરવું પડે જ છે,
છતાં ચારિત્ર ભ્રષ્ટ જીવને સંસાર
પતન નથી એમ આપ કેમ કહો છો?
ઉત્તર–ચારિત્ર ભ્રષ્ટ જીવ ચારે
ગતિઓમાં ભ્રમણ કરતા નથી. તેનો
સંસાર અલ્પ રહે છે, તેથી તેને સંસાર
નથી એમ કહેવામાં આવે છે, જેમ
કોઈની પાસે થોડું ધન હોય તો તે
ધની કહેવાતો નથી, પરંતુ
દર્શનભ્રષ્ટ મનુષ્ય અનંતકાળ
સંસારમાં ભ્રમણ કરે છે તેથી તે
અત્યંત નિકૃષ્ટ છે.
શંકા–કાંક્ષા, વગેરે
અતિચારોથી રહિત, અવિરત
સમ્યગ્દ્રષ્ટિને પણ તીર્થંકર નામ
કર્મનો બંધ થાય છે.
અપ્રત્યાખાનાવરણી ક્રોધ માન–
માયા અને લોભના ઉદયથી થતા
પરિણામોમાં હિંસાદિકથી વિરકતતા
ઉત્પન્ન ન થવા છતાં પણ એકલા
નિરતિચાર સમ્યગ્દર્શન ધારણ
કરવાવાળા મનુષ્યને, તીર્થંકર નામ
કર્મનો બંધ થાય છે.
શંકા–વિનય સંપન્નતા વગેરે
અન્ય કારણોથી પણ તીર્થંકરત્વની
પ્રાપ્તિ થાય છે, સમ્યગ્દર્શનમાં જ
થાય એવી શું વિશિષ્ટતા છે?
ઉત્તર–સમ્યગ્દર્શન હોય તો
વિનય સંપન્નતાદિક તીર્થંકર
કર્મબંધનું કારણ થાય છે, નહીં તો
તેમાં (વિનયસંપન્નતાદિમાં)
કારણતા નથી. માત્ર સમ્યગ્દર્શનની
સહાયતાથી જ શ્રેણીક રાજા
ભવિષ્ય કાળમાં અર્હંત થયા છે.
શંકા– શ્રેણીક રાજા
ભવિષ્ય કાળમાં અર્હંત થવાના છે
તેને અર્હંત અવસ્થા પ્રાપ્ત
થઈ ચૂકી નથી, છતાં તે અર્હંત
થઈ ગયા એમ કેમ કહો છો?