Atmadharma magazine - Ank 005
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 18

background image
(અનુસંધાન ટા. પા. ૬૬ નું)
સર્વ સંયોગો વખતે એક ધ્યાન રાખકે એક
તત્ત્વ બીજા તત્ત્વને કાંઈ કરવા સમર્થ નથી–મારું
ચૈતન્ય સ્વરૂપ મારામાં છે, ચૈતન્ય સ્વભાવ ચૂકીને
પરમાં સારું માન્યું તેજ અનંતુ પાપ છે. સમજણ તે જ
ધર્મ–અને અજ્ઞાન એ જ સંસાર. દરેક જીવ જ્ઞાની કે
અજ્ઞાની સૌ સ્વતંત્ર છે. કોઈના અભિપ્રાય ફેરવી
શકવા બીજો કોઈ સમર્થ નથી. રુચિ તારા સ્વભાવની
કર! તારા બેહદ સ્વભાવને કોઈ પર દ્રવ્ય લાભ–
નુકસાન કરવા સમર્થ નથી.
ચૈતન્ય જ્યોત જ્ઞાનસ્વરૂપ મુક્ત જ છે!
પચાસ વરસ પહેલાંંના રાગનું જ્ઞાન કરવામાં જ્ઞાનમાં
કાંઈ રાગ આવતો નથી. રાગરહિત જ્ઞાન થઈ શકે છે.
જ્ઞાન સ્વરૂપ મુક્ત છે તેને જ્ઞાન કરવામાં કોઈ દ્રવ્ય–
ક્ષેત્ર–કાળ કે ભાવ નડતા નથી. મુક્ત સ્વરૂપમાં શંકા
તે જ સંસાર છે.
ભગવાન આત્મા કઈ જાત છે? જ્ઞાન સ્વરુપ
છે. જ્ઞાનમાં પર કોઈ નડતાં નથી તેથી પરને કારણે
જ્ઞાનમાં રાગાદિ ન રહ્યા. એકલા સ્વાશ્રયના
જ્ઞાનને ટકાવી રાખવું તેજ કેવળજ્ઞાન છે.
આવા તારા સ્વભાવમાં શંકા કરીશ તો તે
હાથ નહીં આવે. મુક્ત સ્વભાવનું જાણવું તે ધર્મ.
અનાદિથી પોતાની જ શ્રદ્ધા બેસતી નથી. અને
પર ઉપર, શરીરાદિ ઉપર લક્ષ કરે છે, પણ ખરેખર
તારા જ્ઞાન સ્વભાવમાં કોઈ પર કાંઈ કરવા સમર્થ
નથી. પૂર્વના કારણે બાહ્યસંયોગ કે અંદર ક્ષણિક
રાગાદિ તે સ્વભાવમાં નથી, જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ
છે. અનંતકાળે નહીં કરેલ એવું સાચું ભાન કરવું તે જ
અપૂર્વ છે. અને તેમાં જ અનંતો પુરુષાર્થ છે. સર્વજ્ઞ
ભગવાને કહેલી તારા સ્વરૂપની સ્વતંત્રતા બતાવાય
છે.
પરદ્રવ્યથી લાભ નુકસાન નથી એમ કહીને
સ્વેચ્છાચારી બનવા કહ્યું નથી. સ્વેચ્છાચાર તો
સ્વભાવનો નાશ કરનાર છે. કોઈ પરને કાંઈ કરી શકે
નહીં–આમ હોવાથી પરને મારવા જીવાડવાનો કે
ભોગવવાનો ભાવ ટળી જવો જોઈએ. સ્વરૂપની રુચિ,
ભાન અને તે પ્રકારનું પરિણમન તે જ ધર્મ છે, આ
સમજે નહીં અને પોતાની ઊંધી માન્યતા છોડે નહીં;
પૂજ્ય ગુરુદેવ કહે છે કે શું થાય? સૌ સ્વતંત્ર છે; પ્રભુ
છે, ઊંધાઈમાં પણ સ્વતંત્ર છે. ખમા, તને ખમા! પ્રભુ
તારી અવસ્થા તું જ કર! તારા તર્કનું સમાધાન તું કર
ત્યારેજ થાય! અહીં તો તારી સ્વતંત્રતાના ઢંઢેરા
પીટાય છે. ‘તું પ્રભુ છો!’
શાશ્વત સુખ તારા સ્વભાવમાં છે. પરમાં
લેશમાત્ર સુખ નથી. આત્માનું સ્વરૂપ કેવું છે? સ્ત્રી–
બાળક, સધન–નિર્ધન, રાગી–દ્વેષી, માણસ–દેવ
કોઈ આત્માનું સ્વરૂપ નથી. સ્વરૂપનું ભાન એ જ
ઉદ્ધારના રસ્તા છે. અને ભાન વગર કોઈ રીતે
ઉધ્ધારના માર્ગ નીકળે તેમ નથી;
અનાદિથી યથાર્થ ચૈતન્ય સ્વરૂપ જાણ્યું નથી.
અને વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના કદી નિવડા આવે
તેમ નથી. માટે સ્વભાવનું ભાન કર અને સ્વભાવના
જોરે રાગાદિ સામે એકલો ઝુર! તને કોઈ નુકસાન
કરવા સમર્થ નથી.
જ્યાં પરથી બંધ માન્યો ત્યાં જ આત્માને
પરાધીન માન્યો છે. કોઈ તીર્થંકર પણ તને મદદ કરી
શકે નહીં. નિમિત્તથી માત્ર બોલાય કે
तिथ्थयरा में
पसियंतु. પણ ખરેખર તીર્થંકર મદદ કરી શકે નહીં;
માત્ર વિનયથી બોલાય છે. વીતરાગ કોઈને મદદ
આપતા હશે?
પરથી ધર્મ નથી તેમ જ નુકસાન પણ નથી.
મફતનો પરનો અહંકાર કરમાં! પરથી ધર્મ માનવો તે
અજ્ઞાન છે. અજ્ઞાનીને નુકસાન તેના ભાવનું જ છે–
પરનું નહીં. તારી શંકાએ તને નુકસાન છે અને તારી
જ નિશંકતાએ તને ધર્મ છે. સાચી ઓળખાણ વગર
કદી નિશંકતા થાય નહિ. અહિં ઉપભોગને ભોગવ
એમ કહેતાં પરને ભોગવવાનું કહ્યું નથી, પણ જ્ઞાન
સ્વભાવની ઓળખાણ કરી તેમાં દ્રઢ રહેવાનું કહ્યું છે.
સ્વભાવની દ્રઢતા થતાં પર સંયોગ આવીને છૂટી જશે
જ્ઞાનીને કોઈ પર સંયોગનો આદર નથી.
જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવનો
પણ જ્ઞાનીને દ્રષ્ટિમાં આદર નથી.
અહીં સ્વભાવની સ્વતંત્રતાનું વર્ણન કર્યું છે કે
બાપુ! તારા સ્વભાવના ભાનમાં કોઈ પણ પર વસ્તુ
તને નુકસાન કરવા સમર્થ નથી.
મુદ્રક: – ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય
મુદ્રણાલય વિજ્યાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ.
તા. ૫ – ૪ – ૪
પ્રકાશક : – જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, વતી
જમનાદાસ માણેકચંદ રવાણી, વિજ્યાવાડી,
મોટાઆંકડિયા કાઠિયાવાડ..