Atmadharma magazine - Ank 007
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧૭ :
અવલંબન નથી એવા સાચા ભાનથી તે અજ્ઞાન પોતે જ ટાળી શકે છે, અને એ જ સમ્યક્ત્વનો ઉપાય છે.
સમ્યક્દર્શન વગર વ્રત–તપ પણ હોઈ શકે નહીં.
ધર્મની અપૂર્વતા
આત્માનો સ્વભાવ શું, સ્વ શું, પર શું, નિમિત્ત શું તેનું પહેલામાં પહેલાંં સમ્યગ્દર્શન માટે જ્ઞાન કરવું
પડશે. વસ્તુ સ્વભાવનો યથાર્થ ખ્યાલ આવતાં અજ્ઞાનનું ટળવું તેજ ધર્મ છે. ધર્મ આત્માની ચીજ છે. તે કેમ ન
સમજાય? આ સમજવું તેજ અપૂર્વ અને તેજ વર્તમાન સાચો પુરુષાર્થ છે. મોટો અમલદાર હોય કે મોટો પગાર
હોય તે બધું પૂર્વનાં પુણ્યનું ફળ છે, તેમાં વર્તમાન ડહાપણ ચાલતું નથી–તથા તે અપૂર્વ નથી. અપૂર્વ તો અનંત
કાળથી નહીં કરેલું આત્મવસ્તુનું ભાન કરવું તેજ છે.
મનુષ્યપણામાં આજ કર્તવ્ય છે.
અરેરે! આત્મા શું વસ્તુ છે? ક્યાં મારો ધર્મ થાય અને અધર્મ કેમ થાય છે! તેનું જ્યાં ભાન ન મળે ત્યાં
ઉદ્ધારનાં ટાણાં શાં? આ દુર્લભ મનુષ્ય દેહ તેમાં જો આત્મ વસ્તુ શું તે સમજવાની રુચિ નહીં તો મરણ ટાણે
કોનાં શરણ?
આ ઊપદેશ અજ્ઞાન ટાળવા માટે છે.
આ બધું જે જ્ઞાની થઈ ગયા તેમને નથી કહેવાતું, પણ અજ્ઞાની જેને આત્માના સ્વભાવનું ભાન નથી–
ધર્મની ખબર નથી તેને સ્વરૂપ સમજાવવા કહેવાય છે. ભગવાન થઈ ગયા તેની વાત નથી, પણ જેને ભગવાન
થવું છે તેની વાત છે. સમ્યગ્દર્શન પ્રગટાવવાની પહેલી જ વાત છે.
સમજણન ફળ
યથાર્થ ભાનવડે જ્યાં સ્વાવલંબી સ્વભાવ જાણ્યો ત્યાં પ્રથમ જે પરને આધારે ગુણ માનતો તે અનંત
સંસારનું મૂળ–અજ્ઞાન તેને વમી નાંખ્યું–ઉલટી કરી નાંખી. જે વમી નાંખ્યું તેનો ફરી આદર કેમ હોય! એટલે કે
અજ્ઞાન ફરી આવવાનું નથી. પણ અજ્ઞાનનું વમન કોને થાય? કે જેને આત્મામાં વિકાર માત્ર મદદગાર નથી
એમ સ્વભાવની વાત બેસાડી તેને જ અજ્ઞાન વમી જાય છે. સ્વભાવનું ભાન થયા પછી સર્વત્ર અત્યંત
નિરાવલંબી થયો છે, અવલંબન માત્ર નિર્મળ સ્વભાવનું જ છે. આ રીતે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી
શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાનને વમી નાંખ્યું છે એવો સર્વત્ર અત્યંત નિરાવલંબ થઈને નિયત ટંકોત્કીર્ણ
એક જ્ઞાયકભાવ રહે તો સાક્ષાત્ વિજ્ઞાનધન આત્માને અનુભવે છે.
મુક્ત થવાનો ઉપાય
આ રીતે હું પૂર્ણ સ્વરૂપ, સાક્ષાત્ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું તેની પ્રતીતિ અને એકાગ્રતા તેનું
નામ ધર્મ, અને તે જ અનંત કાળના જન્મ મરણ ટાળવાનો ઉપાય છે; અને એક બે ભવમાં જ કેવળ જ્ઞાન
પ્રગટાવીને સિદ્ધ થવાનો ઉપાય તે આ જ છે. આ સિવાય મુક્તિનો–ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
તમારી નકલ પાંચને વંચાવો
નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ
૧ નિશ્ચય–યથાર્થ ભાવ વ્યવહાર–અયથાર્થ ભાવ ૨ નિશ્ચય–સ્વભાવિકભાવ વ્યવહાર–નિમિત્તાધિકભાવ
૩ નિશ્ચય–સત્યાર્થ વ્યવહાર–અસત્યાર્થ
૪ નિશ્ચય–ત્રિકાળીભાવ વ્યવહાર–ક્ષણિકભાવ
નિશ્ચય–ધ્રુવભાવ વ્યવહાર–ઉત્પન્નધ્વંસીભાવ
૬ નિશ્ચય–ત્રિકાળ ટકે તેવો ભાવ વ્યવહાર–ક્ષણમાત્ર ટકે તેવો ભાવ
૭ નિશ્ચય–સ્વલક્ષીભાવ વ્યવહાર–પરલક્ષીભાવ
૮ નિશ્ચય–ખરેખરૂં સ્વરૂપ. વ્યવહાર–કથન માત્ર સ્વરૂપ
નિશ્ચય–સ્વદ્રવ્યાશ્રિત. વ્યવહાર–સંયોગાશ્રિત
૧૦ નિશ્ચય–બીજાના ભાવને બીજાનો કહેતો નથી–પણ પોતાના ભાવને જ પોતાનો કહે છે. દ્રવ્યના આશ્રયે
હોવાથી જીવના સ્વભાવિક ભાવને અવલંબે છે.
વ્યવહાર– ઔપાધિક ભાવને અવલંબતો હોવાથી બીજાના ભાવને બીજાનો કહે છે.
હવે વિચારો કે ઉપર જે અર્થો આવ્યા તેમાંથી નિશ્ચય આશ્રય કરવા લાયક છે? કે વ્યવહાર આશ્રય
કરવા લાયક છે? જે જે આકુળતા થાય છે તે તે વ્યવહારના આશ્રયે થાય છે; જે જે નિરાકુળતા થાય છે તે તે
નિશ્ચયના આશ્રયે થાય છે, એમ વિચારકને લાગ્યા વગર રહેશે નહીં.