: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૨૧ :
વાળા શરીરરૂપ અવસ્થા ‘હોય’ છે, પણ તે આત્માને મદદગાર નથી કે આત્મા તેનો (જડની અવસ્થાનો) કર્તા નથી.
‘હોય’ અને ‘જરૂર પડે’ એમાં મોટો ફેર છે. કેવળજ્ઞાન વખતે વૃષભનારાચસંહનન હોય એમ કહી
શકાય,’ પણ ‘કેવળ જ્ઞાન વખતે વૃષભનારાચસંહનનની જરૂર પડે’ એમ કહી શકાય નહીં. જેમ વીતરાગ દશા
થયા પહેલાંં રાગ હોય ખરો, પણ વીતરાગ દશા થવા માટે તે રાગ મદદગાર નથી. નીચલી દશામાં રાગ હોય
ખરો છતાં તે વીતરાગતામાં મદદગાર નથી, તેમ કેવળજ્ઞાન વખતે વૃષભનારાચસંહનન હોય ખરૂં પણ તે
કેવળજ્ઞાનમાં મદદગાર નથી.
પ્રશ્ન:– આત્માને કેવળજ્ઞાન કે મોક્ષ થવામાં જડ કાંઈ મદદ કરતું ન હોય પણ જડ કર્મ આત્માને સંસારમાં
તો રખડાવે છે ને?
ઉત્તર:– એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવો સિદ્ધાંત આગળ કહેવાઈ ગયો છે. સિદ્ધાંતમાં
અપવાદને સ્થાન નથી.
આત્મા પોતાના ઊંધા ભાવના કારણે સંસારમાં રખડે છે. આત્માનો સંસાર પણ આત્મામાં જ છે.
બહારની વસ્તુમાં નથી. ઊંધોભાવ એ જ સંસાર છે, કર્મ સંસારમાં રખડાવતાં નથી. આત્માને સુખ–દુઃખનું કારણ
આત્માના તે વખતના ભાવ છે, કર્મ કે કર્મનું ફળ સુખ દુઃખનું કારણ નથી. નરક કે સ્વર્ગક્ષેત્ર આત્માને દુઃખ
સુખનું કારણ નથી, નરકમાં હોવા છતાં આત્મા પોતાના સ્વભાવનું ભાન કરી શાંતિનો અનુભવ મેળવી શકે છે;
ઈન્દ્રિયનું ઓછાપણું તે જડની અવસ્થા છે, તે આત્માને દુઃખનું કારણ નથી, પણ આત્મા પોતાના ગુણની ઊંધાઈ
કરીને પોતાના જ્ઞાનની ઉઘાડ શક્તિ ગુમાવી બેઠો છે તેનું દુઃખ છે. વળી જો કર્મ આત્માને દબાવતાં હોય તો
આત્માને છોડનાર પણ કર્મ જ ઠરે ને તેમ થતાં મોક્ષનો પુરુષાર્થ ન રહ્યો–પણ કર્મ માર્ગ આપે ત્યારે મોક્ષ થાય
એવું થયું– એટલે આત્માનો મોક્ષ નહીં પણ કર્મનો મોક્ષ એવો પ્રસંગ આવ્યો!
આત્મા ઉપર કર્મની બિલકુલ સત્તા ન હોવા છતાં ભ્રમથી–મિથ્યા કલ્પનાથી કર્મની સત્તા પોતા ઉપર જીવ
માની બેઠો છે. જેમ કોઈ મદિરા પીને ઉન્મત્ત થયેલો મનુષ્ય પુરુષાકારે પત્થરના સ્થંભને સાચો પુરુષ જાણી તેની
સાથે લડયો, તેણે પત્થરના સ્થંભને બાથ ભીડતાં તે પત્થરનો સ્થંભ ઉપર અને પોતે નીચે પોતાની મેળે થયો,
ત્યાં તે કહે કે ‘હું હાર્યો, આણે મને દાબ્યો,’ એ પ્રમાણે તે ઉન્મત્ત મનુષ્ય પત્થરની સત્તા પોતા ઉપર માનીને
દુઃખી થઈ રહ્યો છે, તેમ મિથ્યાત્વરૂપી મદિરાના પાનથી અજ્ઞાની આત્મા જડની કર્મરૂપ અવસ્થાને જાણતાં
પોતાની ઉપર કર્મની સત્તા માની બેઠો છે અને કર્મ મને હેરાન કરે છે, એમ માની રહ્યો છે, ત્યાં ખરેખર તો કર્મે
દાબ્યો નથી, પણ ભ્રમથી માત્ર માન્યું છે. આ રીતે જડ અને ચેતન, કર્મ અને આત્મા બન્ને સ્વતંત્ર છે, કોઈની
સત્તા એક બીજા ઉપર નથી. દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈ આત્માને કર્મ હેરાન કરી શકતાં નથી.
સ્વરૂપનું શ્રવણ તે બુદ્ધિનો સદુપયોગ
જેમ કમળરહિત સરોવર સુંદર નથી લાગતું તેમ આપ્ત વચન ન સાંભળવાની બુદ્ધિ પણ
શોભાહિન જ છે એમ સમજવું.
અહીં ‘સાંભળવું’ શબ્દ કાંઈપણ સાંભળવું એવા સામાન્ય અર્થ વાચક નથી, પરંતુ
આપ્તનાં વચન સાંભળવા એ ‘સાંભળવું’ શબ્દનો અર્થ છે.
શ્રદ્ધા રહિત સાંભળવું (શ્રવણ) સુલભ છે; પણ જેવી જિનેશ્વરે કહી છે તેવી જ શ્રદ્ધાગુણ
યુક્ત શ્રવણ જગતમાં દુર્લભ છે.
રત્નત્રયની યોગ્યતા ધારણ કરવાવાળા મનુષ્યજન્મ મળવાં છતાં પણ હિતાહિતની પરીક્ષા
કરવામાં બુદ્ધિ ન વાપરી તો તે નિષ્ફળ છે. રત્નત્રય પરિણામની યોગ્યતા કર્મભૂમિના મનુષ્યોમાં
છે (ભરત ક્ષેત્ર એક કર્મ ભૂમિ છે.)