: ૧૨૨ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
ત્રા. સ. નું
સામ્રાજ્ય
લેખાંક ૩ જો લે:– રા. મા. દોશી
પહેલો મિત્ર–બીજા ત્રાસો કેમ ટળે.
બીજો મિત્ર:–રોગ શરીરમાં થાય છે, શરીર તે રજકણોનું બનેલું છે. રજકણો અજીવ જડ પુદ્ગલ છે. હું
જીવ છું શરીર પર હોવાથી તે બગડે સુધરે તેથી મારું કાંઈ બગડે સુધરે નહિ. જીવનું શરીર તો જ્ઞાન શરીર છે, તે
સદા અચળ છે, સદા નિરાકુળ છે. તેથી રોગની વેદના મને હોઈ શકે નહિ; જ્ઞાન સ્વરૂપનો જ હું ભોગવટો
કરનારો છું પુદ્ગલથી થયેલી રોગરૂપ અવસ્થા તે વેદના જ નથી તેથી સાચી સમજણ કરનારને વેદનાનો ભયજ
નથી. એ પ્રમાણે સાચી સમજણની દ્રઢતા વડે વેદનાનો ત્રાસ નાશ પામે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પહેલો મિત્ર–અરક્ષાનો ત્રાસ કેમ જાય?
બીજો મિત્ર–હું એક સ્વતંત્ર ચૈતન્ય વસ્તુ છું, તેથી મારા પોતાથી જ રક્ષિત છું. પર મારું રક્ષણ કરી શકે
નહિ. હું એવી વસ્તુ નથી કે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહું, નહિ તો નષ્ટ થઈ જાઉં; આ જ્ઞાનને ખૂબ
ઘૂંટવાથી અરક્ષાનો ત્રાસ જાય.
પહેલો મિત્ર–પુણ્ય તો જીવનો “રખોપીયો” (રક્ષણ કરનાર) ખરો ને?
બીજો મિત્ર:–પુણ્ય ક્ષણિક છે કે ત્રિકાળી?
પહેલો મિત્ર:–પુણ્ય તો ક્ષણિક ઉત્પન્નધ્વંસી છે.
બીજો મિત્ર:–તો તે ક્ષણિક ભાવ ત્રિકાળી આત્માનો રક્ષક કેમ થઈ શકે?
પહેલો મિત્ર–કેટલાકો કહે છે કે આ કોઈ સમજી જશે તો પુણ્ય નહિ કરે.
બીજો મિત્ર–‘માણસો સાચું સમજે તો ઊંધા ચાલશે’ એમ માન નારા તેવું કહી શકે. સાચું સમજનાર
પુણ્યમાં નહિ જોડાય ત્યારે શુદ્ધતામાં જોડાઈને બધાં વિકારો ટાળી સર્વ ત્રાસોથી મુક્ત થશે. જેમ વિકાર વધે તેમ
ત્રાસ ટળે એમ તો થાય જ નહિ. અજ્ઞાનીનો પુણ્યનો ભાવ પરથી પોતાને સગવડ થાય એ માન્યતા ઉપર
રચાએલો છે. જ્ઞાની શુદ્ધમાં ન રહી શકે ત્યારે અશુભ ટાળવા શુભ ભાવમાં જોડાય પણ તેથી ધર્મ માનતા નથી,
તેથી તેમને અવાંછક વૃતિ હોવાથી ઉંચા પુણ્યો થાય છે.
પહેલો મિત્ર–બીજાઓ તેવો ઉપદેશ કેમ આપતા નથી?
બીજો મિત્ર–દરેક જીવ પોતાને ઠીક લાગે તેવો ઉપદેશ આપે. જીજ્ઞાસુએ તેની પરીક્ષા કરવી જોઈએ. દરેક
વ્યાપારી પોતાનો માલ ઉંચો છે એમ કહે છે જીવોને પુણ્યનો એટલે કે ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ
કાળથી જ છે. અને તેનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે પણ તેનું ફળ સંસાર છે.
પહેલો મિત્ર–તેનું ફળ સંસાર શા માટે છે?
બીજો મિત્ર–પુણ્ય ક્ષણિક છે. ઉત્પન્ન ધ્વંશી છે, તે વિકારી છે, તેથી તેનું ફળ સંસાર છે, બીજી રીતે કહીએ
તો તે વધે છે, [પુદ્રૂપ થાય છે] અને વીખરાઈ જાય છે. [ગળરૂપ થાય છે] તેથી પુદ્ગલ ભાવ છે, તેનું ફળ
પણ પુદ્ગલ વસ્તુનો સંયોગ છે. વિકારનું ફળ સાચું સુખ હોઈ શકે નહિ અને વિકારથી ત્રાસ ટળે નહીં.
પહેલો મિત્ર–તમારા કહેવા ઉપરથી એમ જણાય છે કે– જે પોતાના આત્માને જાણે તેને અરક્ષા ભય ન
રહે કેમકે આત્માને કોઈ નુકસાન પહોંચી શકે નહીં, તે પોતે પોતાથી જ રક્ષક છે.
બીજો મિત્ર–હા તેમજ.
પહેલો મિત્ર–ત્યારે એ રીતે તે પરથી ગોપાએલો જ છે તેથી તેને જે ગુપ્તિ ભય રાખવા ખરેખરૂં કાંઈ
કારણ નથી એ ખરૂં?
બીજો મિત્ર–સમ્યક્ દ્રષ્ટિને તેવીજ માન્યતા હોય છે, અને તેજ કારણે મરણ ભય કે આકસ્મિક ભય હોતો
નથી–તે જાણે છે. જીવ મરતો નથી, તેમ અકસ્માત કદી થતો જ નથી. આ દશા અસંયત સમ્યગ્દ્રષ્ટિની હોય છે.
(વિશેષ હવે પછી)
દર મહિને એક નવું ગ્રાહક વધારી આપી આત્મધર્મની પ્રભાવના કરો.