: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૨૩ :
અતરથ સતન હકર વગર ધમ સમજાશ નહીં.
[રાજકોટ તા. ૨૦–૨–૪૪ના રોજ સવારના વ્યાખ્યાન પછીની ચર્ચામાંથી મેળવેલું]
પરમ સત્ય સાંભળવા છતાં સમજાતું નથી તેનું કારણ ‘હું લાયક નથી, મને ન સમજાય.’ એવી
દ્રષ્ટિ જ તેને સમજવામાં નાલાયક રાખે છે. સત્ના એક શબ્દનો પણ અંતરથી પહેલે ધડાકે હકાર આવ્યો તે
ભવિષ્યમાં મુક્તિનું કારણ છે. એકને સત્ સાંભળતાં જ અંતરથી ઊછળીને હકાર આવે છે અને બીજો ‘હું લાયક
નથી–આ મારે માટે નથી.’ એવી માન્યતાની આડ નાંખીને સાંભળે છે તે આડ જ તેને સમજવા દેતી નથી.
આડી વાતો તો દુનિયા અનાદિની કરી જ રહી છે, આજે નવી નથી. અંતરવસ્તુના ભાન વગર બહારમાં
ત્યાગી થઈને અનંતવાર સૂકાઈ ગયો તો પણ અંતરથી સત્ના હકાર વગર ધર્મ સમજ્યો નહીં.
જ્યારે જ્ઞાનીઓ કહે છે કે ‘સર્વ જીવો સિદ્ધ સમ છે, તું પણ સિદ્ધ સમાન છો, ભૂલ વર્તમાન એક
સમય પૂરતી છે અને તું સમજીશ માટે કહીએ છીએ.’ એમ કહે છે ત્યારે આ જીવ ‘હું લાયક નથી, મને આ
ન સમજાય.’ એવી રીતે જ્ઞાનીઓએ કહેલા સત્નો નકાર કરી સાંભળે છે તેથી જ તેને સમજાતું નથી.
ભૂલ સ્વભાવમાં નથી, માત્ર એક સમય પૂરતી પર્યાયમાં છે, તે ભૂલ બીજે સમયે રહેતી નથી, જો પોતે
બીજે સમયે નવી કરે તો થાય છે. (પહેલાંં સમયની ભૂલ તો બીજે સમયે નાશ પામી જાય છે.)
શરીર તે અનંત પરમાણુઓનું દળ અને આત્મા ચૈતન્ય મૂર્તિશરીર સાથે તેને લાગે વળગે શું? એક
દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ઉત્પન્ન કરી શકે નહીં એવું જૈનધર્મનું ત્રિકાળી કથન છે તે નહીં માનતાં
“મારાથી પરની અવસ્થા થઈ અથવા થાય” એમ માને છે તે જ અજ્ઞાન છે. જ્યાં જૈનની કથની પણ ન માને તો
જૈનધર્મ તો ક્યાંથી સમજશે? જો પરનું કાંઈ કરી શકતો હોય તો પરનું ન કરવાનો કે પરનો ત્યાગ કરવાનો પ્રશ્ન
આવે ને?
વિકાર પરમાં નથી પણ પોતાની એક સમયની માન્યતામાં છે. બીજે સમયે વિકાર નવો કરે તો થાય છે.
રાગનો ત્યાગ તે નાસ્તિથી છે, અસ્તિ સ્વરૂપના ભાન વગર રાગની નાસ્તિ કરશે કોણ? આત્મામાં પર કોઈ
ગરી ગયાં જ નથી તો ત્યાગ કોનો? મફતનું ખોટું માની રાખ્યું છે–તે માન્યતા જ છોડવાની છે.
પ્રશ્ન:– જો સાચું સમજે તો વર્તનમાં કાંઈ અસર ન દેખાય? અથવા લોકો પર તેના જ્ઞાનની છાપ ન પડે?
ઉત્તર:– એક દ્રવ્યની છાપ બીજા દ્રવ્ય ઉપર ત્રણકાળ ત્રણલોકમાં પડે જ નહીં, દરેક સ્વતંત્ર છે.
જો એકની છાપ બીજા ઉપર પડતી હોય તો ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની છાપ અભવી ઉપર કેમ નથી
પડતી? જ્યારે પોતે પોતાથી જ્ઞાન કરી પોતાની ઓળખાણની છાપ (પોતા ઉપર) પાડે ત્યારે નિમિત્તનો આરોપ
કરી બોલાય. બહારથી જ્ઞાની ઓળખાય નહીં. જ્ઞાની હોય અને બહારમાં હજારો સ્ત્રીઓ હોય, અને અજ્ઞાનીને
બહારમાં કાંઈ ન હોય. જ્ઞાનીને ઓળખવા માટે તત્ત્વ દ્રષ્ટિ હોય તો જ ઓળખાય. જ્ઞાન થાય તેથી
બહારમાં ફેર દેખાય કે ન દેખાય પણ અંતર દ્રષ્ટિમાં ફેર પડી જ જાય.
સત્ સાંભળતાં જ એક કહે કે અત્યારે જ સત્લાવ! એમ કહેનાર સત્નો હકાર લાવીને સાંભળે છે તે
સમજવાને લાયક છે. અને બીજો કહે–“હમણા આ નહીં, હમણાં મને ન સમજાય” એમ કહેનાર સત્ના નકારથી
સાંભળે છે તેથી તે સમજી શકશે નહીં.
શ્રી સમયસારજીની પહેલી જ ગાથામાં “હું અને તું સિદ્ધ છીએ” એમ સ્થાપ્યું છે. જો તે સાંભળતાં
પહેલ્લે જ ધડાકે હા આવી તો તે લાયક છે–તેની અલ્પકાળમાં મુક્તિ છે; અને જો તેમાં વચ્ચે નકાર આવ્યો તો તે
સમજવાની આડ નાંખી છે.
પ્રશ્ન:– સારો સત્સમાગમ હોય તો તેની અસર થાયને?
ઉત્તર:– બિલકુલ ન થાય. કોઈની અસર પર ઉપર થાય જ નહીં. સત્સમાગમ પણ પર છે પરની છાપ