Atmadharma magazine - Ank 007
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૧૧૨ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
સત્યનો આદર ને અજ્ઞાનો ત્યાગ એ જ પ્રથમાં પ્રથમ ધર્મ છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી મુનિનું વ્યાખ્યાન મહા સુદ ૧૩ તા. ૬–૨–૪૪
ધર્મ કોનો?
આત્મા જ્ઞાનમૂર્તિ વસ્તુ છે, શરીરથી જુદું તત્ત્વ છે. શરીર અને આત્મા એક જગ્યાએ ભેગા રહ્યા તેથી બે
વસ્તુ એક થઈ ગઈ નથી, બન્નેના ગુણ જુદા જુદા છે. બે જુદી વસ્તુનાં લક્ષણ પણ જુદા જ છે. કોઈના ગુણ
કોઈમાં જાય નહીં. આત્માના જ્ઞાનાદિ ગુણ કે તેની કોઈ અવસ્થા શરીરમાં જાય નહીં અને શરીરના રંગાદિ કોઈ
ગુણ કે તેની અવસ્થા આત્મામાં આવે નહીં. બન્ને વસ્તુ જ અનાદિ–અનંત જુદી છે. માટે જેને આત્માનો ધર્મ
કરવો છે તેને પ્રથમ તો આત્માનો ધર્મ આત્માના ગુણ આત્માના આધારે જ છે, અને કોઈ વિકાર કે શરીરાદિના
આધારે આત્માનો ગુણ કે ધર્મ નથી એમ નક્કી કરવું પડશે.
ધર્મ ક્યાં છે?
આત્મા સ્વતંત્ર વસ્તુ છે. તેનો ધર્મ કહો કે ગુણ કહો તે આત્માને જ આધારે છે–રાગાદિને આધારે
આત્માનો ધર્મ નથી. ધર્મ અંદરથી થાય છે. બે વસ્તુ જુદી છે. તેના ગુણ અને પર્યાય પણ જુદા જ હોય માટે
જ્ઞાની જાણે છે કે મારો ધર્મ પાંચ ઈન્દ્રિયો કે પુણ્ય–પાપની વૃત્તિઓના આધારે નથી. આવી શ્રદ્ધા તેનું નામ ધર્મ
અને તે જ નિર્જરા. અને જેને આવું ભાન નથી તેને કદી આત્માનો ગુણ કે ધર્મ થાય નહીં.
આત્માનો ધર્મ આત્માના આધારે છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન–એટલે જાણવું; જાણવાનો સ્વભાવ
[ધર્મ] કોઈને આધારે નથી, તથા
જાણવામાં જે દયાદિ કે હિંસાદિના શુભ–અશુભ વિકાર તે આત્માના આધારે નથી. આવા ભાન સહિત જ્ઞાનીને
ક્ષણે ક્ષણે પુણ્ય–પાપ ટળે છે તે જ નિર્જરા છે.
ધર્મનું સ્વરૂપ.
ધર્મનું સ્વરૂપ અનાદિથી એક સેકન્ડ પણ સમજ્યો નથી. ધર્મ એટલે આત્માનો ગુણ; ગુણ ગુણીને આધારે
રહેલો છે. કોઈ મન, વાણી કે દેહાદિ પરચીજને આધારે આત્માનો કોઈ ગુણ નથી. પોતાના ધર્મસ્વરૂપ સ્વભાવની
જેને પ્રતીતિ નથી તે પરને આધારે ધર્મ માને છે, કેમ જાણે ધર્મ બહારથી પ્રગટતો હોય! તેમ માનનારને પોતાના
ધર્મસ્વભાવનો ભરોસો નથી–વિશ્વાસ નથી.
આત્મા અનાદિ અનંત, સર્વ પરથી ભિન્ન વસ્તુ છે. પરમાણુ પણ જુદી ચીજ છે. એક જુદી વસ્તુનો ધર્મ
કોઈ પર વસ્તુના આધારે હોય નહીં. આત્માના જ્ઞાન, દર્શન વગેરે ગુણો આત્મામાં જ છે, પણ તેની ખબર નથી–
પ્રતીત નથી એટલે પરમાં માની બેઠો છે, તેજ સંસાર છે; અને આત્મા અખંડ જ્ઞાનમૂર્તિ તેના આધારે પુણ્ય–
પાપની પક્કડ અને મમતાનો ત્યાગ એનું નામ ધર્મ.
આત્માનો ધર્મ શરીરાદિ કોઈ પરને આધીન નથી.
શરીર, મન, વાણી તથા ચક્ષુ આદિ પાંચ ઈન્દ્રિયો તે બધા આત્માથી પર છે. તે સારા રહે કે ન રહે તેને
આધારે આત્માનો ધર્મ નથી. શરીર સારું હોય તો ધર્મ થાય કે પાંચ ઈન્દ્રિયો બરાબર હોય તો ધર્મમાં સહાય કરે
એમ જે પરને આધારે આત્માનો ધર્મ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. રસના ઈન્દ્રિય (જીભ) સારી હોય તો
ભગવાનના ગુણગાન સારાં ગવાય એવી જડની પક્કડ જ્ઞાનીને હોતી નથી. જીભ તો પરમાણુઓનો લોચો છે,
તેના આધારે આત્માનો ધર્મ નથી. કદાચ જીભ અટકી જાય તો પણ ધર્મ અટકી જતો નથી. શરીર યુવાન હો કે
વૃદ્ધ હો તેને આધારે ધર્મી જીવ ધર્મ માનતો નથી. ‘શરીર વૃદ્ધ થયું, શરીરમાં પક્ષઘાત થયો, હવે મારે ધર્મ શી
રીતે થશે? ’ એમ અજ્ઞાની માને છે, તે ખોટું છે. શરીર ગમે તેમ રહે તેમાં તારે શું? તું તો જાણનાર છો! તું
તારામાં રહેને! એક તરફ શરીર તરફના રાગનો કર પક્ષઘાત, અને બીજી તરફ અંતરમાં સિદ્ધસ્વભાવને જાણ
તેનું નામ ધર્મ.
આત્મા પોતે જ ધર્મ સ્વરૂપ છે
જેને આવા સ્વરૂપની ખબર નથી તે પુણ્ય, પાપ, શરીર, ઈન્દ્રિયો આદિ પરના આધારે ધર્મ માને છે. પણ
પર દ્રવ્ય