Atmadharma magazine - Ank 007
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૧૧૪ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
ધર્માત્મા અંતરમાં જાણે છે કે આ આહારની ઈચ્છા મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાનમૂર્તિ ચિદાનંદ સ્વરૂપની ભાવના
ભાવું કે આહારની? આ ઈચ્છા તો રોગ છે, એમ જાણી ધર્મી તે મટાડવા જ ચાહે છે.
ભૂખ એટલે શું?
ભૂખ ક્યાં લાગે છે તે કદી તપાસ્યું છે? શું આત્માને ભૂખ લાગતી હશે? ભૂખ તો શરીરમાં છે, શરીરની
એક અવસ્થા છે. આત્માને ક્ષુધા નથી, તેમજ આહાર પણ નથી.
જ્ઞાનીની ભાવના
ધર્મી ઈચ્છાને ઈચ્છતો નથી. ઈચ્છા ઈચ્છે છે તે ધર્મી નથી. ધર્મીને તો આત્માના ગુણની જ ભાવના છે.
છતાં ઈચ્છા આવે ખરી પણ તે ઈચ્છાની ઈચ્છા (એટલે કે આ ઈચ્છા સદાય રહેજો એવી ભાવના) જ્ઞાનીને હોતી
નથી. અને ઈચ્છાની ભાવના વાળો ધર્મી હોતો નથી. ધર્મીને તો ક્ષણે ક્ષણે ઈચ્છાના નાશની જ ભાવના છે, કારણ
કે ઈચ્છા તે આત્માના ગુણની ઊંધાઈ છે. ધર્મ એટલે આત્માનો સ્વતંત્ર સ્વભાવ, તેની જ જ્ઞાની ભાવના ભાવે છે
કે મારું જ્ઞાન સ્વરૂપ સદાય મારામાં જ રહો, જ્ઞાન સ્વભાવ સિવાય બીજી કોઈ ઈચ્છા કે વિકલ્પ મારું સ્વરૂપ નથી;
એમ જ્ઞાનીને ઈચ્છાના નાશની જ ભાવના છે.
સ્વભાવની રુચિ વિના રાગની રુચિ ટળે નહીં.
ઈચ્છા તે રાગ છે. રાગ તે વિકાર છે. તે પરદ્રવ્યજન્ય વિકારભાવનું સ્વામીપણું જ્ઞાનીને નથી. રાગનો ધણી
થાય તે ધર્મનો ધણી નહીં, અને ધર્મી તે રાગનો ધણી નહીં. ધર્મ તે આત્માનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ
જાણવું–તે જાણવાની ક્રિયા રાગરહિતની છે. આત્મા સદાય ચૈતન્ય જ્યોત પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી–તેની ઓળખાણ
વગર સ્વની રુચિ આવે નહીં, અને સ્વની રુચિ થયા વગર પરની રુચિ ટળે નહિ. પરની રુચિને લઈને લોકોને
સ્વભાવની ભાવના નથી. વિકારમાત્ર મારું સ્વરૂપ નથી એવું ભાન હોવા છતાં જ્ઞાનીને ઈચ્છા થઈ જાય તે કર્મ
જન્ય છે, પુરુષાર્થની નબળાઈને લઈને છે, જ્ઞાનીને તેની ભાવના નથી, તે તો માત્ર તેનો જાણનાર જ છે.
અનાદિથી ધર્મ કેમ ન સમજયો?
અજ્ઞાનને લઈને ધર્મ સમજવો કઠણ થઈ પડ્યો છે, સ્વ શું, પર શું, પુણ્ય શું, પાપ શું, અને
પુણ્યપાપરહિત ધર્મ શું? તેના વિવેકના અભાવને લીધે ધર્મનું સ્વરૂપ સમજવું કઠણ થઈ પડ્યું છે.
સમકિતી પોતાનું સ્વરૂપ કેવું માને છે?
જ્ઞાની–સમકિતી જીવને પણ આહાર હોય, તે જાણે છે કે આ શરીર હજી ટકવાનું છે અને પુરુષાર્થની હજી
નબળાઈ છે એટલે આહારની ઈચ્છા આવે છે, પણ તે શરીરના આધારે ધર્મ માનતા નથી. અંતરમાં તો નકાર
વર્તે છે કે આ નહીં રે નહીં! આ મારું કર્તવ્ય નહીં. મારું સ્વરૂપ તો જાણવું દેખવું અને મારામાં ઠરવું, તેમાં આ
કોઈ મારું સ્વરૂપ નથી.
અજ્ઞાની પરથી ધર્મ માને છે.
અજ્ઞાની માને છે કે આહાર સારો કરીએ, અને શરીર સારું રહે તો ધર્મ થાય; કેમ જાણે કે ધર્મ પરને
આધારે હોય?
અને વળી કહે છે કે
‘ शरीरादि खलु धर्म साधनम् ’
(તે તદ્ન ખોટી વાત છે.) આત્માને (માન્યતામાં) મારી નાખ્યો છે. વસ્તુની સ્વતંત્રતાનું ખૂન કરી નાંખ્યું છે.
દરેક વસ્તુ સ્વતંત્ર – જાુદી છે.
એક તત્ત્વને બીજા તત્ત્વની મદદ ત્રણકાળ ત્રણલોકમાં નથી. એક તત્ત્વને બીજા તત્ત્વથી લાભ કે નુકસાન
થાય તો બે તત્ત્વો એક થઈ જાય. તેથી આત્માનું સાધન આત્મામાં જ છે, કોઈ–
કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરો
અહો! દેવ, ગુરુ, ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો
અન્ય ધર્મ કેવી રીતે થાય? ઘણું શું કહેવું! સર્વથા પ્રકારે કુદેવ, કુગુરુ, કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. કારણ
કે કુદેવાદિકનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે, અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ
વિશેષ જોવામાં આવે છે. માટે તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. માટે સ્વરૂપ જાણી મિથ્યાભાવ છોડી પોતાનું
કલ્યાણ કરો.