: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧૫ :
પરને આધારે નથી. જુદાં તત્ત્વો એક બીજાને કાંઈ પણ કરી શકે એમ ત્રણ લોકમાં બન્યું નથી, બનતું નથી અને
બનશે નહીં. વસ્તુની આવી સ્વતંત્રતા, આત્મ તત્ત્વની ઓળખાણ, અને રુચિ વગર કદી ધર્મ થાય નહીં. જ્ઞાનીને
પરનું સ્વામીપણું નથી, પોતાનું (જ્ઞાનનું) જ સ્વામીપણું વર્તે છે.
હવે કહે છે કે જ્ઞાનીને પાણીનો પણ પરિગ્રહ નથી, તે જાણે છે કે પાણીથી આત્માને કાંઈ મદદ નથી.
પાણીથી આત્માને શાંતિ થાય એમ માનનારને આત્માના સ્વતંત્ર સ્વાવલંબી સ્વભાવની ખબર નથી.
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાનને; તેથી ન પરિગ્રહ પાનનો, તે પાનનો
જ્ઞાયક રહે. ૨૧૩
તૃષા ક્યાં લાગતી હશે? શું આત્માને લાગતી હશે? તૃષા લાગે શરીરમાં! આત્મા તો માત્ર જાણે કે આ
કંઠ (જડ) સૂકાય છે, હું નહીં.
ધર્માત્મા પણ નબળાઈ હોવાથી પાણી પીએ, પણ જ્ઞાની અંતરમાં જાણે છે કે આ મારું કત્ર્વ્ય નથી. તેથી
તેને પાણીની કે પાણીના રાગની પક્કડ નથી.
આ ધર્મ કેમ થાય તેની વાત કહેવાય છે.
ધર્મની વ્યાખ્યા
ધર્મ એટલે આત્માનો સ્વભાવ. સ્વભાવ= (સ્વ+ભાવ) પોતાથી (આત્માથી) પ્રગટતો ભાવ,
પરાવલંબને પ્રગટે તે ધર્મ કહેવાય નહીં. આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ છે. જાણવું એજ તેનો સ્વભાવ છે. પુણ્ય–
પાપની વૃત્તિ તે કર્માધીન ક્ષણિક વિકાર ભાવ છે; ત્રિકાળી અવિકારી સ્વરૂપની રુચિમાં જ્ઞાનીમાં તેની રુચિ નથી.
હવે ઉપર પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઈચ્છતા નથી–એમ કહે છે. એ
આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે સર્વને સર્વત્ર આલંબન રહિત બસ નિયમ જ્ઞાયક ભાવ તે. ૨૧૪.
ક્રોધ, માન વગેરે અનેક પ્રકારના પરભાવો અને પરવસ્તુને ધર્મી (આત્માના સુખનો કામી) ઈચ્છતો
નથી. ધર્મી તે અંતરની ભાવના ભાવે કે પરની!
બધા જ્ઞાનીઓની માન્યતા
પરંતુ અવલંબન ધર્મીને દ્રષ્ટિમાં નથી. મારા આત્માના ગુણને પરની સહાય ત્રણલોક ત્રણકાળમાં કદી
નથી. નિશ્ચય–નિત એક રૂપ જ્ઞાનસ્વભાવી છું તેની રુચિમાં જ્ઞાની ઈચ્છા માત્રનું અવલંબન સ્વીકારતા નથી. તે
જાણે છે કે ઈચ્છા તો વિકાર છે, વિકારને આધારે અવિકારી ધર્મ હોઈ શકે જ નહીં. આવું ચોથા ગુણસ્થાનથી
માંડીને બધાય જ્ઞાનીઓ માને છે.
દેહની ક્રિયા સ્વતંત્ર છે, છતાં નબળાઈના કારણે જે રાગ થાય છે તેની ભાવના જ્ઞાનીને નથી પણ
હજી વીતરાગતા નથી પ્રગટી ત્યાં સુધી પુરુષાર્થની નબળાઈના કારણે અલ્પરાગ હોય ખરો, જો સર્વથા
રાગ ન જ હોય તો વીતરાગતા પ્રગટ હોય.
જ્ઞાનીની દ્રષ્ટિ
આ વાત ગળે ન ઉતરે, પણ જ્ઞાનમાં તો જરૂર ઉતરે તેવી છે. ગળું જડ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે.
પણ કાંઈક વિચાર કરે તો જ્ઞાનમાં આ વાત ઉતરેને! અનંતકાળમાં કદી એક ક્ષણ પણ આ વાત વિચારી નથી.
રાગ વગેરે પર દ્રવ્યના લક્ષે થાય છે, તેથી તે પર દ્રવ્યનો સ્વભાવ છે, તે બધા ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી, કે
જ્ઞાનીને તેની રુચિ નથી. અંતર દ્રષ્ટિમાં સર્વની પકકડ છુટી ગઈ છે, આ ચીજ મારી છે કે આ ચીજ મને મદદ
કરશે એવી સર્વ પરની પકકડ જ્ઞાનીને દ્રષ્ટિમાંથી છુટી છે––પકકડ એક સ્વભાવની જ છે.
જ્ઞાની અને અજ્ઞાનીનું લક્ષણ
જ્ઞાન સર્વને જાણે–પણ પરનું કાંઈ કરી શકે નહીં. મારું કામ કોઈ કરી શકે નહીં. હું કોઈ પરનું
“नम समयसर”
સમસ્ત સંસાર અને સંસાર તરફ વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ; અને
ચિદાનંદ ધ્રુવ સ્વભાવી એવા ‘સમયસાર’માં સમાઈ જવા માગીએ છીએ; બાહ્ય કે અંતર સંયોગ
સ્વપ્ને પણ જોઈતો નથી.
બહારના ભાવ અનંતકાળ કર્યા હવે અમારું પરિણકન અંદર ઢળે છે.
અપ્રતિહત ભાવે અતંર સ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે અમારી શુદ્ધ પરિણતીને રોકવા
જગતમાં કોઈ સમર્થ નથી.