Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
: ૧૭૦ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
‘અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ તે સવિ મિચ્છામિ દુક્કડં’
[‘મિચ્છામિ દુક્કડં’ શું છે એ જાણ્યા સિવાય ઘણી વાર ઉપર પ્રમાણેના પાઠો આ જીવ ભણી ગયો.
હવે માત્ર એકજવાર સાચું ‘દુક્કડં’ શું છે એ જાણી સમ્યગદર્શન પ્રાપ્ત કરી પરમ પદ પામવું બાકી છે.
પ. ણ સાચું ‘દુક્કડં’ સમજાશે ક્યારે?]
લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી.
૧. ‘મિચ્છામિ દુકકડં’ એ માગધી ભાષાનું પદ છે. તેને સંસ્કૃતમાં ‘મિચ્છામિ દુષ્કૃતં’ કહે છે.
મા+ઈચ્છામિ+ દુષ્કૃતં––એમ ત્રણ શબ્દોનું તે પદ બનેલું છે–તેનો અર્થ ‘માઠાં કૃતને હું ઈચ્છતો નથી’ એવો
થાય છે.
૨. ત્યારે “દુષ્કૃતં” શું છે એ પ્રથમ સમજવું જોઈએ. મિથ્યાત્વ તે મહાપાપ છે અને તેથી તે મોટામાં મોટું
“દુષ્કૃતં” છે. જીવ જે કુળે જન્મે છે તે કુળમાં ઘણે ભાગે કોઈને કોઈ ધર્મની માન્યતા હોય છે. કુળધર્મની તે
માન્યતાને ઘરમાં પોષણ મળે છે. મોટો થતાં ધર્મ સ્થાનકે જતાં તે માન્યતાને વિશેષ પોષણ મળે છે. વળી
ધંધાદારી કામમાં પડી જતાં કુળધર્મની માન્યતાનું યથાર્થ સ્વરૂપ શું છે તેની વિચારણા કરવાને તેને વખત મળતો
નથી. એટલે ઓઘસંજ્ઞાએ ક્રિયાઓ પોતે કે પોતાના સગા સંબંધીઓ જે કરે તે ધર્મ હોવો જોઈએ એમ માની લઈ
પોતાનું જીવન ચલાવે છે. ‘આત્માનો સ્વભાવ’ તે ધર્મ છે, એમ તો તેને સાંભળવાનું ઘણે ભાગે મળતું નથી. આ
પ્રમાણે પોતાના સ્વભાવનું ઘોર અજ્ઞાન તે સેવ્યા કરે છે. આ ઘોર અજ્ઞાન તે પહેલાંં નંબરનું ‘દુષ્કૃત’ છે. માટે તે
અજ્ઞાન ટાળી પોતાનું સ્વરૂપ યથાર્થ જાણવાની જરૂર છે. તે જાણ્યા સિવાય સાચું સુખ પ્રગટે નહીં અને ખરૂં
“મિચ્છામિ દુક્કડં” થાય નહિ.
૩. સાચું “મિચ્છામિ દુક્કડં” શું છે તે સમજવા માટે એક પાઠ નીચે આપવામાં આવ્યો છે.
“અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ, તે સવિ મિચ્છામિ દુક્કડં”
આવા પાઠ ઘણા જીવો બોલે છે, વાંચે છે. પણ તેનો અર્થ સમજી ખરૂં “મિચ્છામિ દુક્કડં” કરતા નથી.
તેથી એ સંબંધે થોડું લખવાની જરૂર છે.
૪. ઉપરની કડીમાં ‘અજ્ઞાન’ થી બંધ બન્યો એમ કહ્યું, પણ અજ્ઞાન ટાળવા મહેનત જીવ કરે નહીં અને
એ કડી બોલ્યા કરે તેથી ‘અજ્ઞાન’ જાય નહીં અને સાચું ‘મિચ્છામી દુક્કડં’ થાય નહીં, પરિણામે અજ્ઞાનથી અંધ
જીવ બની રહે. પોતે આધુનિક કેળવણી લીધી હોય, વળી સામાજિક પ્રતિષ્ઠા કાંઈક સારી હોય તો પોતે
‘અજ્ઞાની’ છે એમ માને નહીં પોતાને ડાહ્યો માને એટલે તેને તો અજ્ઞાન ટાળવાનું બને જ ક્યાંથી? પણ જીવનું
યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર (લૌકિક કેળવણી ગમે તેટલી લીધી હોય તો પણ) જીવ અંશમાત્ર સુખી થાય નહીં,
અને સમયે સમયે અનંત દુઃખ ભોગવે. બહારની સગવડથી પોતે પોતાને સુખી માને પણ તેથી કાંઈ ખરું સુખ
આવી જાય નહીં, કેમકે પોતાના સ્વરૂપની અણસમજણ ‘અજ્ઞાન’ તો ઊભું જ છે તેજ દુષ્કૃત છે.
પ. ‘કર્યો અતિશય ક્રોધ’ એ પદમાં ગંભીર મર્મ છે. પોતાના સ્વરૂપની અરુચિ તે જીવનો ‘અતિશય
ક્રોધ’ છે. જીવ તે ટાળે નહીં ત્યાંસુધી પોતે સુખી થાય નહીં અને સાચું મિચ્છામિ દુક્કડં પોતાને થાય નહીં.
૬. પરંતુ હું કરી શકું, પર મારું કરી શકે, પુણ્યથી ધર્મ થાય, પુણ્યધર્મમાં સહાયક થાય એ માન્યતા તે
સંસારનું બીજ છે તે ‘દુષ્કૃત’ પ્રત્યે જ્યાં સુધી હેય બુદ્ધિ આવે નહીં ત્યાંસુધી પર પ્રત્યેનું મમત્વ અભિપ્રાયમાંથી
પણ છૂટે જ નહીં માટે દુષ્કૃતને મિથ્યા કરવા માટે આત્માનું સાચું સ્વરૂપ પોતે યથાર્થ જાણવું જોઈએ.
૭. જ્યારે જીવ પોતાનું યથાર્થ સ્વરૂપ સમજે ત્યારે જ તેને સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનનું પ્રગટ
કરવું તે મિથ્યાત્વના પ્રતિક્રમણની સાચી ક્રિયા છે. [આત્મા અને જીવ એ શબ્દોનો એક જ અર્થ થાય છે એમ
સમજવું.]
૮. સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે જ ભૂતકાળમાં કરેલા ભાવકર્મના નિમિત્તે આવેલા દ્રવ્ય કર્મોને મિથ્યા
કરનારૂં સાચું પ્રતિક્રમણ