Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 29

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૩ :
આત્માના ભાન પછી સ્થિરતા પહેલાંં વચ્ચે શુભભાવ આવે તે પણ ઝેર! તે બધાથી રહતિ આત્માના
સ્વરૂપમાં સ્થિરતા તે જ અમૃત છે. શુભભાવને ઝેર કહ્યાં તેથી અજ્ઞાનીને શુભ છોડીને અશુભમાં જવાનું કહેતાં
નથી, પણ શુભભાવમાં ધર્મ માનવાની ના પાડે છે. જ્ઞાનીને પણ શુભભાવ આવે, પણ તેનાથી ધર્મ નથી; તે ઝેર
છે. આત્મા ત્રિકાળ
સહજ અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે તેના ભાનમાં સમકીતિ જ્ઞાનીને ચોથે–પાંચમે–છઠ્ઠે ગુણસ્થાને જે શુભ
વિચારણા આવે તે બધાં ઝેર છે. ‘ખોટી શ્રદ્ધા છોડું–કુદેવાદિ તરફનું લક્ષ છોડું અને સાચા દેવગુરુની શ્રદ્ધા કરૂં’
એવો વિકલ્પ પણ ઝેર છે.
શ્રી સમયસારમાં કહ્યું છે કે:–
पडिकमणं पडिसरणं पडिहरो धारणा णियत्ती य।।
णिंदा गरहा सोही अट्ठविहोहोदि विसकुंभो” ।। ३०६।।
પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને શુદ્ધિ એ આઠે પ્રકાર ઝેર છે.
૧–પ્રતિક્રમણ:– અશુભથી પાછા ફરીને શુભમાં આવવું તે.
૨–પ્રતિસરણ:– સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા થવી, મિથ્યાશ્રદ્ધા છોડું અને સમ્યક્શ્રદ્ધા કરૂં એવી ભાવના થવી તે.
૩–પરિહાર:– મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ કરવાનો વિકલ્પ.
૪–ધારણા:– નમસ્કાર મંત્રોનો જાપ, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યના અવલંબનવડે ચિત્તની સ્થિરતા કરવાનો વિકલ્પ.
પ–નિવૃત્તિ:– વિષય–કષાયાદિની ઈચ્છામાં વર્તતા મનને પાછું વાળું એવો વિકલ્પ.
૬–નિંદા:– આત્મ સાક્ષીએ દોષને પ્રગટ કરૂં, દોષની નિંદા કરૂં એવો ભાવ.
૭–ગર્હા:– ગુરુસાક્ષીએ દોષને પ્રગટ કરૂં એવો–ભાવ.
૮–શુદ્ધિ:– દોષ થયા હોય તેનું પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરૂં એવો ભાવ.
ઉપરના આઠે બોલ તે ઝેર છે. જ્ઞાનીની અંતરદ્રષ્ટિમાં બધા રાગનો નકાર કરીને વચ્ચે (અસ્થિરતામાં)
જે શુભ વિકલ્પ આવી જાય તે ઝેર છે.
પ્રશ્ન:– શરૂઆતમાં તો શુભભાવથી લાભ થાય ને?
ઉત્તર:– શુભભાવથી આત્માને લાભ થાય જ નહીં. પહેલેથી જ શુભભાવ બધો ઝેર છે. મહાવ્રત
પાળવાના વિકલ્પ સુધીના બધા શુભભાવ ત્રણલોકના તીર્થંકરદેવથી માંડીને બધા જ્ઞાનીને પણ ઝેર છે,
અજ્ઞાનીની તો અહીં વાત જ નથી. શરૂઆતમાં પણ શુભરાગ મદદગાર છે એમ માને તો તે મહાપાપી છે.
શ્રી યોગસારમાં કહ્યું છે કે:–
પુણ્ય પુણ્યને સૌ કહે, પાપ કહે સૌ પાપ;
પંડિત અનુભવી જન, કહે પુણ્ય પણ પાપ.
પુણ્યને પુણ્ય તો બધા કહે છે, તથા પાપને બધા પાપ કહે છે; પણ જ્ઞાનીઓ નિશ્ચયથી તો શુભભાવને
પણ પાપ કહે છે. શુભભાવથી આત્માને પરંપરાએ લાભ થાય એમ માન્યું તે નિશ્ચયથી નિગોદ ગતિ જ છે.
પ્રશ્ન:– શાસ્ત્રોમાં તો સમ્યગ્દ્રષ્ટિના શુભભાવને ધર્મનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તર:– ત્યાં એવી અપેક્ષાએ વાત છે કે–આત્માના અંતર સ્વરૂપના ભાનમાં જ્ઞાનીને સર્વ શુભાશુભનો
નકાર વર્તે છે, ત્યાં વર્તમાન અસ્થિરતાના કારણે, અશુભને છેદવા માટે શુભરાગ છે, પણ દ્રષ્ટિમાં તેનો નકાર
વર્તે છે, તેથી અલ્પકાળમાં સ્થિરતાદ્વારા તે શુભને છેદીને વીતરાગ થઈ જવાનો છે, તે અપેક્ષાએ શુભને
પરંપરાએ ધર્મનું કારણ કહ્યું છે. ‘પરંપરા’ નો અર્થ ‘ક્રમેક્રમે તેનો છેદ કરીને’ એવો છે; સમકિતીને શુભભાવની
કર્તાપણાની બુદ્ધિ નથી, છતાં વચ્ચે આવે છે તે અસ્થિરતા છે માટે ઝેર છે, તે શુભને સ્થિરતા દ્વારા છેદશે ત્યારે
‘શુભનો અભાવ સ્થિરતામાં કારણરૂપ થશે’ ‘શુભને પરંપરાએ કારણ કહ્યું હોય ત્યાં ઉપર પ્રમાણે સમજવું.
નિશ્ચયથી શુભભાવ પણ ઝેર છે, આત્માના ગુણને રોકનાર છે. આત્માના ગુણને રોકે તે ભાવને ભલો
માનવો એ મહાપાપ છે. વચ્ચે શુભ કે અશુભ ભાવ આવે તે બન્નેનો જ્ઞાનીને નકાર વર્તે છે. જે શુભભાવને
પોતાનું કર્તૃત્વ માને–મદદગાર માને તેને મહાપાપી કહ્યો છે, ત્યાં પછી અશુભભાવ