: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૭૫ :
જ્યારે ધર્મની વાત ચાલતી હોય ત્યારે શુભ–અશુભ બન્ને છોડવાનું આવે, અને જ્યારે કોઈને અશુભથી
છોડાવવા પૂરતી વાત હોય ત્યારે કહેવાય કે–ભાઈ! આ પાપભાવ છોડીને શુભભાવ કર, તેથી તને લાભ થશે.
ત્યાં શુભથી ખરેખર તો લાભ નથી, પણ પ્રથમ અશુભથી છોડાવવા શુભ કરવા કહ્યું છે. અશુભના ત્યાગ પૂરતો
શુભભાવ વ્યવહારે ઉપાદેય છે, વ્યવહારે ઉપાદેય છે એટલે નિશ્ચયથી (ખરેખર) ઉપાદેય નથી. જે અશુભમાં
ઊભો છે તેને પહેલાંં અશુભથી છોડાવીને પછી શુભ–અશુભ બન્ને છોડાવે છે. અશુભથી છૂટીને શુભ કરવામાં
વધારે પુરુષાર્થ નથી, અશુભ છોડીને શુભના ફળમાં સ્વર્ગમાં અનંતીવાર જીવ જઈ આવ્યો છે. નરકના ભવ
કરતાં સ્વર્ગના ભવ અનંતવાર જીવ કરી આવ્યો છે; અહીં ધર્મની વાતમાં તો શુભ–અશુભ બન્ને છોડવાની વાત
છે, શુભ છોડવામાં અનંતો પુરુષાર્થ છે.
આ નિયમસારની જ પ૦ મી ગાથાની ટીકામાં આવ્યું કે:– જેટલી મોક્ષમાર્ગ–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
નિર્મળ પર્યાય તે પણ વ્યવહારે આદરણીય છે, નિશ્ચયથી તો શુદ્ધ સ્વરૂપ જ આદરણીય છે.
નવ પ્રકાર આ પ્રમાણે છે.
(૧) શુભભાવ મનથી કર્યાં નથી (૨) કરાવ્યા નથી (૩) અનુમોદ્યાં નથી. (૪) વચનથી કર્યાં નથી
(પ) કરાવ્યાં નથી (૬) અનુમોદ્યાં નથી (૭) કાયાથી કર્યાં નથી (૮) કરાવ્યાં નથી (૯) અનુમોદ્યાં નથી.
મોક્ષમાર્ગ વ્યવહારે આદરણીય છે એટલે નિશ્ચયથી આદરણીય નથી.
હવે તો બધું ખુલ્લું મૂકાઈ ગયું છે, અપ્રગટ કાંઈ રાખ્યું જ નથી. ત્રિકાળ સત્ય વાત ખુલ્લે ખુલ્લી બહાર
મૂકાઈ ગઈ છે. માર્ગ સહેલો અને સીધો સટ છે. સમકિતથી તે કેવળજ્ઞાન સુધી વચ્ચે ક્યાંય મૂંઝવણ જ નથી,
સરલ માર્ગ છે, સંસાર અને આત્મા બે કટકા થઈ જાય એવો નિશ્ચય માર્ગ છે.
ટીકાકાર કહે છે કે:–
आत्म ध्यानाद परमखिलं घोर संसारमूलं ध्यान ध्येय प्रमुख सुतपः कल्पना मात्र रम्यम्।
बुद्धा धीमान् सहज परमान्द पीयूष पूरे निर्मज्जन्तं सहज परमात्मानमेकं प्रपेदे।।
આત્માના ધ્યાન સિવાય બીજા બધા ધ્યાન ઘોર ભયાનક સંસારનું કારણ છે. ધ્યાન–ધ્યેય વગેરેના
વિકલ્પરૂપ તપ એટલે કે ‘હું ધ્યાન કરૂં છું, હું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છું’ એવા બધા વિકલ્પ તે કહેવા માત્ર સુંદર છે,
એટલે કે ખરેખર તો તેમાં કાંઈ માલ નથી. આત્માના આનંદ સ્વરૂપના સ્વાશ્રય, વ્યવહારનયનો બધો વિષય
વ્રત, તપ, નિયમના બધા વિકલ્પ કલ્પના માત્ર રમ્ય (સુંદર) છે–નિશ્ચયથી તેમાં કાંઈ લાભ નથી. વ્યવહારે લાભ
છે. એમ કહેવાય, પણ વ્યવહાર દ્રષ્ટિ જ મિથ્યા દ્રષ્ટિ છે, નિશ્ચય દ્રષ્ટિ જ સાચી દ્રષ્ટિ છે. ભંગભેદ બધો વ્યવહાર
છે તેમાં લાભ માનવો તે અજ્ઞાન છે. સાચી સમજણ એ જ ધર્મ છે, વચ્ચે કાંઈ પણ ગોટો ઘાલ્યો તો ક્યાંય
ઉદ્ધારનાં ટાણાં નથી.
ટીકાકારની ભાષા કડક છે, થડક ખાધા વિના ચોકખું કહી દીધું છે.
આ સમજીને બુદ્ધિમાન પુરુષો સ્વાભાવિક પરમ આનંદરૂપી અમૃતથી ભરેલા સમુદ્રમાં ડુબેલા પરમ
ઉત્કૃષ્ટ એકરૂપ સહજ સ્વાભાવિક આત્મા તેનો અનુભવ કરે છે.
સહજ! સહજ! આ સહજ શબ્દ તો હજારો વાર વાપર્યો છે. હઠથી થતું નથી પણ સ્વરૂપથી જ સહજ છે.
સહજ કહ્યું તેમાં પુરુષાર્થ નથી એવો અર્થ થતો નથી, પણ પુરુષાર્થમાં સહજ છે. હઠથી થતું નથી. એવા અર્થમાં
આચાર્યે ‘સહજ’ શબ્દ વારંવાર વાપર્યા છે.
સાચું જ્ઞાન મુંઝવણ થવા. દે નહીં, નીકાલ (સમાધાન) કરી નાંખે; રાગ વખતે રાગનાં નિમિત્ત હોય
ખરા, પણ રાગને કારણે નિમિત્ત આવ્યાં નથી કે નિમિત્તને કારણે રાગ થયો નથી. સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણ વીતરાગતા
થતાં વચ્ચે શુભરાગ આવે ખરો, પણ તેનાથી જે ધર્મ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રત–તપ બધો રાગ છે, તે
અસ્થિરતા છે, અસ્થિરતા સુંદર નથી.
સાચી શ્રદ્ધાથી આ વાત ન સમજે ત્યાંસુધી જન્મ–મરણનો અંત તો ન આવે, પણ વર્તમાનમાં ય
સમાધિમરણ તેને ન થાય. સાચું ભાન હોય તેને મરણ ટાણે સ્વરૂપની રમણતામાં પંડિતમરણ થાય જ. મરણનાં