: ૧૭૬ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
ટાણાં આવે ત્યારે જ્ઞાની સ્વભાવની શાંતિના સડકા લેતા હોય અને દેહ છૂટી જાય; બહારમાં ભલે રોગ આવે,
પણ અંદર સ્વરૂપની સ્થિરતાથી ખસે નહીં. અને અજ્ઞાનીને મરણનાં ટાણાં આવશે ત્યારે દેહ ઉપરના લક્ષથી તે
રોતાં રોતાં મરશે. જ્ઞાની સ્વરૂપની ભાવનાને રગડતાં રગડતાં જ્યાં વિકલ્પ છુટી ગયો ત્યાં દેહ છુટી જાય છે,
અહીં નિર્વિકલ્પ દશા સહિત પંડિતમરણની વાત છે, તેથી છઠ્ઠે ગુણસ્થાને–વિકલ્પ સહિત દશામાં દેહ ન છૂટે પણ
સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પદશામાં ઠરતાં દેહ છૂટી જાય છે તે સમાધિ મરણ અહીં લીધું છે, અહીં ઉત્કૃષ્ટ પંડિત
મરણની વાત લીધી છે.
દેહના સંયોગ સાથે જ વિયોગ નિશ્ચયથી છે એવું વિયોગ પહેલાંં ભાન વર્તે છે. સ્વરૂપની સ્થિરતામાં
અંદર ચૈતન્ય ગોળો છૂટો પડ્યો ત્યાં દેહ છૂટી જાય છે એ સમાધિ મરણ છે. ધ્યાન–ધ્યેય ભેદ પડે તે પણ નહીં,
પંડિત મરણ વખતે શુભથી છૂટી જઈને–બધા વિકલ્પથી છૂટી જઈને અંદર ઠરી ગયો તે જ ઉત્કૃષ્ટ ઉત્તમાર્થી
પ્રતિક્રમણ છે. ઉત્કૃષ્ટની જ વાત લીધી છે, પુરુષાર્થની ખામીની વાત જ લીધી નથી. સ્વરૂપના આનંદમાં રમતા
રમતા જાય છે, દેહની ખબર પણ નથી, દેહ છોડતાં સ્વરૂપનો વધારે આનંદ છે, પર ઉપરનું લક્ષ છોડીને સ્વરૂપમાં
ઠરવાના બીજ વાવ્યાં છે, તેથી મરણ ટાણે તેના ફળરૂપે સ્વરૂપના આનંદમાં રમતાં રમતાં દેહ છૂટી જાય છે. આ
જ ઉત્કૃષ્ટ પંડિત મરણ છે.
• •
પરમપૂજ્ય સદ્ગુરુદેવની અમૃતવાણી • •
૧ કર્મ જડ છે–આત્મા ચેતન છે, બન્ને વસ્તુ ભિન્ન છે. કર્મ અને આત્મા એકક્ષેત્રે ભેગાં હોવા છતાં કર્મ
આત્માને કે આત્મા કર્મને–કોઈ એક બીજાને–ગતિ કરાવતાં નથી. પણ બન્ને પોતપોતાના સ્વતંત્ર ઉપાદાન કારણે
જાય છે.
૨ શુભભાવ તે સમય પૂરતા અશુભ ભાવને ટાળી શકે છે–પણ જન્મમરણને ટાળી શકતાં નથી.
૩ નિમિત્ત એટલે વ્યવહાર માત્ર અર્થાત્ ખોટું. (મીંદડીને વાઘ કહેવા જેવું ઉપચારમાત્ર)
૪ આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનમય જ છે, છતાં અનાદિથી અજ્ઞાનરૂપ–અશુદ્ધ માનતો આવે છે; તોપણ
સ્વરૂપ તો ત્રિકાળી શાંત અવિકારી શુદ્ધ જ છે, અવસ્થા પૂરતો જેટલો વિકાર કરે તેટલો (અવસ્થામાં) અશુદ્ધ
છે. આત્મામાં વિકાર કરવાની યોગ્યતા છે–પણ સ્વભાવ નથી. તે યોગ્યતા પોતે ફેરવી નાંખે તો અવિકારી સ્વરૂપ
જ છે. જે સ્વરૂપે છે તે સ્વરૂપે પોતાને જોયો નહીં અને પરરૂપે માન્યો તે જ વિકાર છે. માનનારો તે ઊંધી
માન્યતા ફેરવી નાંખે તો શુદ્ધ અવિકારી જ છે.
પ આત્મા એકવાર પર્યાયે શુદ્ધ થાય તો ફરી કદી અશુદ્ધતા થાય નહીં. તેથી બે વાત નક્કી થાય છે કે
આત્મા સ્વભાવે અનાદિ અનંત શુદ્ધ છે, પણ પર્યાયે અનાદિથી અશુદ્ધ છે, અને તે અશુદ્ધતા ટળી શકે છે.
૬ ચોથો કાળ હોય કે પંચમ કાળ હોય, મહાવિદેહમાં હો કે ભરતમાં હો, ગમે ત્યાં હો–પણ સત્ય
સમજવામાં તારા પુરુષાર્થની જરૂર તો પહેલી જ પડવાની!
૭ દ્રષ્ટિમાં જ સંસાર અને દ્રષ્ટિમાં જ મોક્ષ. દ્રષ્ટિની ભૂલમાં સંસાર–ભૂલ ટળ્યે મોક્ષ. અખંડ ચિદાનંદ
એકરૂપ ધ્રુવ સ્વભાવ ઉપરની દ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રની નિર્મળ દશાનું કારણ છે.
૮ વસ્તુની પર્યાય ક્રમબદ્ધ થાય છે એમ નક્કી થતાં “મારી પર્યાય મારામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે.” એવી
શ્રદ્ધા થઈ અને તેથી પોતાની પર્યાય માટે કોઈ પર તરફ જોવાનું રહ્યું નહીં–એટલે–સ્વદ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જતાં
અલ્પકાળમાં પૂર્ણ નિર્મળ પર્યાય ઊઘડી જ જવાની.
૯ રે! મૂર્ખ! ક્ષણિક દેહની ખાતર અવિનાશી આત્માને ન ભૂલ. તારામાં ભિન્નતાનું એટલે સુધી ભાન
હોવું જોઈએ કે “દેહ તો કાલે પડતો હોય તો ભલે આજે પડો! દેહ મારું સ્વરૂપ છે જ નહીં હું તો અશરીરી સિદ્ધ
સ્વરૂપ છું.”