: ૧૭૮ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
. આત્મા.
ભગવાન આત્મા પોતે પોતાથી જ સિદ્ધ અને પરમાર્થરૂપ એવો જ્ઞાન સ્વભાવી
છે. હું સ્વયંસિદ્ધ છું, હું મારાથી જ સિદ્ધ છું. મને સિદ્ધ કરવામાં મારી સાબિતી કરવામાં
કોઈ શરીર, મન, વાણી આદિ પરની જરૂર પડે તેમ નથી. પરમાર્થરૂપ ભગવાન
આત્મા સ્વતઃસિદ્ધ છે, તેને સિદ્ધ કરવા માટે–નક્કી કરવા માટે પુણ્યનું–રાગનું કે પર
સંયોગનું અવલંબન લેવું પડે તેમ નથી. (સમયસારજી ગાથા ૩૨ના પ્રવચનમાંથી)
મોટાભાઈ–ત્યારે કહો કે તમારા માનેલાં પ્રતિક્રમણ કરતાં તમારા જીવની રક્ષા થઈ કે નહીં, એટલે કે
તમારામાં વિકાર ટળ્યો કે નહીં?
નાનાભાઈ–જીવનું યથાર્થ સ્વરૂપ હું સમજતો નથી તો પછી મારા જીવની રક્ષા થઈ એમ કેમ કહી શકું?
મોટાભાઈ–જ્ઞાનીઓ કહે છે કે–જીવ પોતાનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી પોતાનું ભાવ મરણ સમયે સમયે
કરતો રહે છે અને તેથી તે દુઃખ જ ભોગવે છે. તમે તમારું સ્વરૂપ સમજ્યા નથી તેથી તમારું ભાવ મરણ તમે
દરેક સમયે કરો છો. સમજ્યા વગરની થતી પ્રતિક્રમણની ક્રિયા વખતે પણ ભાવ મરણ તો ચાલુ જ છે તો પછી
તમારા જીવની રક્ષા ક્યાં થઈ? બિલકુલ થઈ નહીં, પણ તમારી અરક્ષા–અર્થાત્ ભાવ મરણ થયું. એ રીતે છ કાય
જીવની રક્ષા થઈ નહીં.
નાનાભાઈ–પણ બીજા જીવોને તો મેં ન માર્યા એટલો લાભ તો તેમને થયોને?
મોટાભાઈ––આ વિષય બરાબર વિચારવા જેવો છે. તમે જીવને તો ઓળખતા નથી તો પછી તમે તેને
માર્યો કે ન માર્યો એ પ્રશ્ન ઉઠેજ શી રીતે? વળી જીવો જીવે છે તે તમારે કારણે કે પોતાને કારણે જીવે છે તે નક્કી
કરવાની જરૂર છે માટે તમે શું માનો છો તે કહો.
નાનાભાઈ–મેં આ બાબતમાં વિચાર કરી સાચું સ્વરૂપ નક્કી કર્યું નથી માટે તમો જ સમજાવો.
મોટાભાઈ–યુવકો જો ઉંડા ઉતરી સાચું સ્વરૂપ સમજવા મહેનત કરે તો ઘણું પ્રશંસનીય છે, માટે ધીરજથી
સાંભળી; તે બાબત વિચાર કરી સત્યાસત્યનો નિર્ણય કરશો. કોઈ કહે છે માટે માની લેવું એતો અંધશ્રદ્ધા છે અને
અંધશ્રદ્ધા તે તો અજ્ઞાન છે, અવિવેક છે માટે વિચારવાન જીવોએ તે છોડવું જ જોઈએ.
નાનાભાઈ–તમારીવાત સાચી છે. અંધશ્રદ્ધા એ તો ઊંધાઈ છે. ઊંધાઈથી લાભ થાય નહીં. સાચું
સમજવાની મને જિજ્ઞાસા થઈ છે માટે તમે કહેશો તે સાંભળી હું વિચારીશ અને સત્યાસત્યનો નિર્ણય કરીશ.
મોટાભાઈ––બહુ સારું. એમ જો કરશો તો અસત્યમાંથી તમે પાછા ફરશો, સત્યને યથાર્થ ઓળખશો અને
તેજ સાચું પ્રતિક્રમણ છે, અને તેમ થશે તો આ સંવત્સરી પ્રતિક્રમણ તમોને સાચરૂપે થશે.
નાનાભાઈ–મને વિચાર એવો થાય છે કે–મારે સાચું પ્રતિક્રમણ (વીતરાગની આજ્ઞાનુસાર) કરવું જ
જોઈએ. જો તેમ ન કરૂં તો મારો અમુલ્ય મનુષ્ય ભવ એળે જાય.
મોટાભાઈ–ઠીક ત્યારે વિચારો. કોઈ જીવ બીજા જીવને મારવા સમર્થ છે? એમ ઘણી વખત બને છે કે–
જ્યારે એક માણસ બીજાને મારી નાંખવા બંદુક મારે ત્યારે તે માણસ ન મરે અને ત્રાહેત–અજાણ્યો માણસ આડો
આવી જાય અને તે મરીજાય તેનો સિદ્ધાંત એવો છે કે:– દરેક જીવ અને તેનું શરીર એક સાથે રહેવા યોગ્ય હોય
ત્યાં સુધી ચોકસપણે રહે જ; લોકો તેને જીવન કહે છે. જીવ અને શરીર સાથે રહેવા લાયક ન હોય ત્યારે છુટા
પડે; છુટા પડે તેને લોકો મરણ કહે છે.
અહીં એટલું ખાસ લક્ષમાં રાખવાનું છે કે, એક માણસે બીજાને મારવા–ખૂન કરવા વિચાર કર્યો
અને તે વિચારની પૂર્ણતા માટે બીજા માણસને બંદુક મારી પણ બીજો માણસ બચી ગયો. ત્યાં જો કે કાંઈ
પણ શારીરિક ઈજા નથી થઈ તો પણ ખૂન કરવાનો જે જીવે ભાવ કર્યો તે જીવે પોતે પોતાની હિંસા કરી જ
છે, કેમકે તેણે તીવ્ર અશુભ ભાવ સેવી પોતાની શુદ્ધતાનું ખૂન કર્યું છે. અજ્ઞાની જીવો પોતાના વિકારી
ભાવોથી પોતાને લાભ થાય એવી ઊંધી પકડથી