: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૬૫ :
છે. આત્માનો ધર્મ આત્મામાં છે. દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના શુભ ભાવ, અશુભ ભાવ (સંસારના પાપના પરિણામ)
ઘટાડવા આવે ખરા, છતાં ધર્મની દ્રષ્ટિમાં એ આદરણીય નથી. ધર્મ તો મારો જ્ઞાતા સ્વભાવ છે–તેમાં આત્મા ટકી
શકતો નથી, ત્યારે શુભમાં જોડાવું પડે છે. શુભભાવ ધર્મનું કારણ નથી એમ જીવ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી
ધર્મની–આત્માની, સ્વતંત્રતાની તેને ખબર નથી. પરનું કાંઈ કરવાની વૃત્તિ તે વિકાર છે.
‘હું ચિદાનંદ અસંયોગી આત્મા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ નિર્મળ છું, મારે અને પરને કાંઈ પણ સંબંધ નથી.’ એવું
ભાન થયા પછી સ્વરૂપમાં ટકવારૂપ પુરુષાર્થની નબળાઈમાં વિષયકષાયના પાપભાવથી બચવા માટે શુભભાવ
આવે તે પણ વિકાર છે. હું તે રહિત જ્ઞાતા–દ્રષ્ટા છું એ દ્રષ્ટિ થયા વિના કદી કોઈને ધર્મ થયો નથી, થતો નથી
અને થશે નહિ.
હવે સમ્યગ્દર્શનના આઠ અંગ કહે છે. તેમાં પહેલું નિઃશંકતા અંગ કહે છે.
यश्चतुरोडपि पादान् छिनत्ति तान् कर्मबंधमोहकरान्।
स निश्शंकश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।। २२९।।
આ ગાથા અપૂર્વ છે. સ્વતંત્રતાનો ઉપાય અનંતકાળે નહીં કરેલો એવો અપૂર્વ છે.
આત્મા જાણનાર–દેખનાર જ છે. આત્મા નિશ્ચયથી (ખરેખર) કર્મ વડે બંધાય એમ માનવું તે ભ્રમ છે.
આવો ભ્રમ સમકીતિને હોતો નથી.
દરેક ચીજ જુદી છે. એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરવા સમર્થ નથી. જો એક પદાર્થ બીજાનું કાંઈ પણ કરે
તો બે પદાર્થો એક થઈ જાય. તેથી એક પદાર્થ બીજાનું કાંઈ પણ કરે એમ માનવું તે તદ્ન મિથ્યાત્વ છે.
સત્ ત્રણકાળમાં ફરે તેમ નથી. જો એક જુદું તત્ત્વ બીજા તત્ત્વના આધારે હોય તો તે તત્ત્વ જ ન હોઈ
શકે. હવે જો પર સાથે સંબંધ નથી તો એક ક્ષેત્રે રહેલા જડ કર્મ આત્માને રાગદ્વેષ કરાવતા નથી, કારણ કે તે
જુદી ચીજ છે. આત્મા સ્વતંત્ર જ્ઞાનમૂર્તિ જુદી ચીજ છે. પર વસ્તુ આત્માને કાંઈ રાગદ્વેષ કરાવતી નથી. હવે
સ્વતંત્ર આત્માનો જ્યાં નિર્ણય થયો–ત્યાં હું રાગદ્વેષરૂપે નથી કારણ કે એકલા તત્ત્વમાં વિકાર હોય નહિ–જો
એકલું તત્ત્વ વિકાર (રાગદ્વેષ) કરે તો તે તેનો સ્વભાવ થઈ જાય માટે એકલામાં વિકાર ન હોય.
આત્મામાં પર પદાર્થ નથી; જેને સાચો નિર્ણય થયો કે, ‘હું જુદો છું માટે મને બંધ નથી.” તેને બંધ નથી.
બંધ ત્યારે જ થાય કે જ્યારે જીવ પોતાને બીજાથી બંધાયેલો માને.
પહેલો સિદ્ધાંત:– ‘એક તત્ત્વ બીજા તત્ત્વને કાંઈ કરી શકે નહિ.’ આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
બીજું– ‘પર પદાર્થ મને રાગદ્વેષ કરાવે’ એવું માન્યું છે તે જ અનાદિનો ભ્રમ છે.
‘હું એક જુદું તત્ત્વ–કર્મો વડે બંધાએલો છું.’ એવો જે ભ્રમ તે જ અનંત અવગુણની જડ છે. ‘પરથી
બંધાયેલો છું’ એવો ભ્રમ તે જ મિથ્યાત્વ છે. હું છૂટો છું એમ ન માનતાં, ‘મારે પરના આશ્રય વગર ન ચાલે’
એવો જે નિશ્ચય તે જ અજ્ઞાન અને ઊંધી બુદ્ધિ છે. કોઈ કોઈને મદદ આપતું નથી છતાં અજ્ઞાનથી જીવ તેમ માત્ર
માને છે.
આત્મા જાણનાર છે તેમાં કર્મબંધ નથી. બંધાયો છું એવો ભ્રમ જ્ઞાનીને નથી.
પ્રશ્ન:– બંધાયેલો નથી તો શું મુક્ત થઈ ગયો છે?
ઉત્તર:– અનાદિથી આત્મા તો મુક્ત જ છે પણ ‘મારામાં સ્વતંત્રતા છે તેમાં ઠરૂં તો સ્વાધીન છું’ એમ
જેને ભાન નથી, તેણે પોતાને પરાધીન માન્યો છે. ‘હું સ્વાધીન છું’ એવું યથાર્થ ભાન થતાં હાલતમાં સ્વાધીનતા
ઉઘડે છે. વસ્તુ તો સ્વતંત્ર છે જ, પરાધીનતાની માન્યતા સિવાય બીજું કાંઈ અનાદિનું જીવે કર્યું જ નથી. આ
વાત કોઈ કબુલ ન કરે તો પણ ત્રણ કાળમાં ફરે તેમ નથી. આ સિવાય બીજું