: ૧૬૬ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
માની શકે પણ પરનું કરી તો શકતો જ નથી. આ સમજે ત્યારે પરનું કરતો અટકે એમ પણ નથી, પહેલાંં પણ
પરનું પરને કારણે થતું હતું–ત્રણે કાળે પરનું પરને કારણે થાય છે–એમ જ છે.
‘મને બંધન છે, હું પરાધી ન છું.’ એવા સંદેહને લઈને જીવને ક્યાંય સુખ થતું નથી. તે ઓશિયાળા
જીવનની ચિંતામાં (ભ્રાંતિના ભ્રમના મુળિયાના ફાલમાં) વિકાર થયા કરતો તેનો સમ્યગ્દર્શન વડે પ્રથમ છેદ
કર્યો કે કર્મ વડે ત્રણ કાળમાં જીવ બંધાતો નથી. એમ તે જાણે છે.
આત્મા વસ્તુ છે. તેનો ગુણ તેનાથી જુદો હોય નહીં. ફક્ત માન્યું છે કે મારા ગુણ પરમાં છે, એટલે માને
છે કે કર્મનું બંધન છે અને કહે છે કે કર્મનું બંધન ન હોય તો મોક્ષ કેમ ન હોય? તેને એમ પૂછવામાં આવે છે કે–
તું બંધાયો એમ તેં માન્યું છે? કે કર્મે તને બાંધ્યો છે? જે બંધાયો છે તે પોતાને કારણે બંધાયો છે. કોઈ તત્ત્વ
બીજા તત્ત્વને બાંધી શકે નહીં.
પ્રશ્ન:– એકલા આત્માની વાત કરે તો જીવ પાગલ ન થઈ જાય?
ઉત્તર:– આત્મા એટલે સત્ય અસત્યનો વિવેક જાણનાર. જેને તે વિવેક નથી આવડતો તે પાગલ છે–
વિવેક જેણે જાણ્યો તે પાગલ થાય નહીં. એક સ્વતંત્ર તત્ત્વ આત્મા તેને પરથી બંધાયેલો માનવો તેમાં
સ્વતંત્રતાનું ખૂન છે. એક તત્ત્વ ‘છે’ એમ કહેવું અને વળી કહેવું કે ‘પરથી બંધાયેલો’ છું તો તે બન્ને વિરોધ છે
‘તું છો’ તો તારા ગુણ તારામાં છે, પરમાં ગયા નથી. પરમાણુમાં કે શરીરમાં તારા ગુણ નથી. તારા ગુણ
તારામાં ન હોય તો તું લાવીશ ક્યાંથી? ભગવાન! તારી મહીમા તે સાંભળી નથી, સંસારની વાતો કરી છે, મોટા
મોટા ભાર ઉપાડ્યો પણ બધું જળોજથા છે.
પરાધીનતા એ જ દુ:ખ
આત્મા જ્ઞાન, શાંતિ આદિ અનંત ગુણનો પિંડ છે. આત્મામાં જે રાગદ્વેષ આદિ ભાવ થાય છે તે
આત્માનો ત્રિકાળી ટકાઉ સ્વભાવ નથી, પણ ક્ષણિક વિકારી ભાવ છે. આત્માના સ્વભાવને ભૂલીને પરને
પોતાપણે માનવું એટલે ગુણને ભૂલી જવા; ગુણને ભૂલી જવા એટલે સ્વતંત્રતાને ખોવી. સ્વતંત્રતાને ખોવી
એટલે દુઃખ ભોગવવાનું રહ્યું. પોતાના ગુણ જાણવામાં ન આવે એટલે ક્યાંય પોતાને માનશે તો ખરો ને! એટલે
શરીર, રાગદ્વેષ વિકારરૂપ તે હું છું એમ પરમાં પોતાની હૈયાતિ સ્વીકારી, એટલે તેણે એમ માન્યું કે હું પરનો
ઓશિયાળો છું, મારામાં માલ નથી; શરીરાદિ, રાગાદિને છોડીશ તો હું નહિ રહું, જો મારામાંથી વિકાર નીકળી
જાય તો મારામાં કાંઈ રહે નહિ એમ પોતાને માલ વગરનો માનનાર પોતાના આત્માનો અનાદર કરે છે ને
પોતાના ગુણનું ખૂન કરે છે. પોતાના ગુણનું ખૂન કરનાર તે પરનો ઓશિયાળો કોઈ દી મટે નહિ અને
પરાધીનતાનું દુઃખ તેને કોઈ દી ટળે નહિ. આત્મા જ્ઞાન, દર્શન, સ્વતંત્ર સુખ, આનંદ, વીર્યની મૂર્તિ છે, તેને જેમ
છે તેમ માને નહિ અને પરને પોતાપણે માનનારો રહે ત્યાં સુધી સ્વતંત્ર ધર્મ ન થાય, સ્વતંત્ર ધર્મ ન થાય એટલે
પરતંત્ર વિકાર થાય એટલે દુઃખ થાય.
આત્મા તદ્ન છૂટો પરથી નિરાળો છે. તેને પરનો આશ્રય જોઈએ એમ બને નહીં.
(સમયસાર પ્રવચન ગા. ૩૩)
હું––એક તત્ત્વ પરથી બંધાયેલો છું એમ માન્યું ત્યાં હું સ્વતંત્ર તત્ત્વ નથી એમ માન્યું તેજ સર્વ પાપનું
મૂળ છે. કહેવાય છે કે “पापमूल अभिमान” તેનો અર્થ:– હું––એક આત્મા પરનું કરી શકું અને પર મને મદદ કરે
છે એમ માન્યું તેને સ્વતંત્ર વસ્તુની ખબર નથી એટલે તે બધાનો ખીચડો કરે છે તેનું જ નામ અહંકાર અને તેજ
પાપનું મૂળ છે. ‘પરથી બંધાયો છું’ એવી માન્યતા તે સ્વતંત્ર તત્ત્વનું ખૂન કરે છે. તેજ સર્વ પાપની જડ છે અને
તેમાંથી જ દુઃખનુ ઝાડ ફાલે છે પરથી કાંઈ લાભ નુકસાન નથી. પરમાં મોહ, ભાસપણાની માન્યતા તે જ
નુકસાનનું મૂળીયું છે.
પૈસા મળવા તે લાભનુકસાનનું કારણ નથી પણ આ પર વસ્તુ હોય તો મને ઠીક એવી માન્યતા એટલે હું
નમાલો છું એવી માન્યતા જ દુઃખ અને મોહ છે.
પ્રશ્ન:– આ સમજે કે તરત જ બધું છોડી દેતા હશે?
ઉત્તર:– અંતરથી ઊંધાઈ છૂટી જાય બાકી સમજ્યા વગર તો (આત્માના ભાન વગર) અનંત વાર સાધુ
થાય–ત્યાગી થાય કે પાટે બેસે તેથી કાંઈ ધર્મ થાય