Atmadharma magazine - Ank 010-011
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 29

background image
: ભાદ્રપદ : ૨૦૦૦ : પર્યુષણ અંક : ૧૬૭ :
નહિ–ઊંચો બેસે તેમાં ધર્મ નથી. ઊંચો તો ક્યારે? કે મારો આત્મા ઉર્ધ્વ સ્વભાવી છે તેમાં પરથી લાભ નુકસાન
થાય એવી હીણી માન્યતાનો નાશ તે ઉર્ધ્વ તત્ત્વનું ભાન છે. તે સાચા જ્ઞાન વગર થાય નહિ. માન્યતા ફરી ગઈ
તેજ ક્ષણે વિષય કષાય બધા ટળી જાય એમ બનતું નથી. ફક્ત પૂર્ણ સ્વતંત્રતા થવાનું કારણ પ્રગટ્યું.
પહેલી મોંકાણ એજ હતી કે “પરથી બંધાયો છું એટલે છૂટવા માટે પણ પરથી ઉપાય માંડયા હતા; પણ
જ્યાં માન્યતા ફરી કે:– હું મારી ઉંધી માન્યતાથી બંધાયો છું ત્યાં પોતે માન્યતા ફેરવ્યા વિના રહે નહીં, એટલે કે
ઊંધી માન્યતા ફેરવવી એજ ધર્મ છે. બાપુ! આ વાત બધે નહિ મળે–વારંવાર નહિ મળે.
આત્મા પરથી બંધાયો એમ જેણે માન્યું તે છૂટવાનો ઉપાય પરમાં કર્યા કરે છે. જો હું–––એક વસ્તુ છું તો
વસ્તુના ગુણો પણ વસ્તુમાં ભર્યા જ છે. ફક્ત “પરથી ગુણ થાય” એમ માન્યું તે ભ્રમણા જ પોતાના ગુણ જોવા
દેતી નથી. ગુણ અને ગુણી તો ત્રિકાળ છે. માત્ર અવસ્થામાં ભૂલ એટલે મલિનતા તે સંસાર છે–અને અવસ્થામાં
ભૂલ ટળવી તે મુક્તિ છે. પોતે ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છે. ક્રોડો રૂપિયા આપ્યાથી પણ આ એક શબ્દ મળે તેમ નથી.
મુક્ત થવાનો ઉપાય ‘મુક્ત છું’ એવી પ્રતીતિ વગર મુક્ત થવાનું વીર્ય સ્ફૂરે નહિ અને મુક્તિ થાય નહિ.
“હું પરથી બંધાયો છું” એવા મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ અને કષાય ભાવને સમકીતિ છેદી નાંખે છે.
પોતાને ‘બંધાયેલો’ માન્યો છે તેજ માન્યતા સ્વતંત્ર થવાની રૂચી થવા દેતી નથી.
સાદા અને સહેલાં સૂત્રો આવે છે. સમજવા માંગે તો આઠ વર્ષનું બાળક પણ સમજી જાય નહિતર ૮૦
વર્ષનો પંડિત (થોથાં ભણેલો) પણ ન સમજે.
સારું કરવું છે કોનું? જે હોય તેનું કે ન હોય તેનું? જે હોય તે પરથી બંધાયેલો ન હોય સમકીતિ ભ્રમને
છેદી નાખે છે. હું પરથી બંધાયો નથી. એક તત્ત્વ પરથી પરાધીન થયું નથી. “નિશ્ચયથી કર્મથી બંધાયો છું” એવી
ઊંધી માન્યતાના ચાર પાયારૂપ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કષાયને સમ્યગ્દ્રષ્ટિ છેદી નાખે છે.
– : આત્મધર્મની પ્રભાવના કરો. : –
મિથ્યાત્વ=પરથી બંધાયેલો છું એવો ભ્રમ. એ ભ્રમ ટળ્‌યા પછી જે અવ્રત, કષાય, પ્રમાદ સમ્યગ્દ્રષ્ટિને
હોય તેમાં તેની બુદ્ધિ નીચે પ્રમાણે હોય છે; અવ્રત એટલે આસકિત છે પણ તે મારું સ્વરૂપ નથી. નબળાઈની
ભૂમિકા પ્રમાણે રાગ–દ્વેષ થાય છતાં તે મારાં છે એવી બુદ્ધિ તેને નથી.
કષાય–એટલે ક્રોધઆદિ થાય છતાં તે મારું સ્વરૂપ નથી અને તેથી તેની રુચિ નથી.
પ્રમાદ–એટલે પુરુષાર્થની નબળાઈ તે પણ મારું સ્વરૂપ નથી. આ રાગ મારા પુરુષાર્થની નબળાઈને કારણે
વીર્યની હીનતામાં અવસ્થામાં થાય છે. વસ્તુના સ્વભાવમાં નથી–એવા નિર્ણયથી તે રાગાદિને દ્રષ્ટિમાંથી કાઢી
નાખે છે. આ ધર્મીનું પહેલું ચિહ્ન–પહેલું લક્ષણ. આ ન હોય તો મોટા ચકરડા (મીંડા).
આત્માએ અનંતકાળથી કર્યું છે શું?
‘પર મારાં, હું પરનો’ એ માન્યતા જ અને તે માન્યતાને કારણે રાગદ્વેષ ભાવ જ અનાદિથી કર્યાં છે. તે
સિવાય પરનું કોઈ આત્માએ કાંઈ કર્યું નથી, ‘કરી શકતો જ નથી.’
એકલી ઊંધાઈ કરી છે, જ્યાં ગુણ હોય ત્યાં અવગુણ થાય. આત્મામાં પર નથી તેથી પર આત્માનું કરતો
નથી કે પરનું આત્મા કરતો નથી. એક તત્ત્વ બીજા તત્ત્વમાં સંક્રમે (તેરૂપ પરિણમે) એમ ત્રણ કાળમાં બનતું
નથી. અત્યાર સુધી ઉંધી રુચિ–અને રાગદ્વેષ કર્યા છે એટલે ‘ધર્મ માટે પહેલાંં ઉંધી રુચિને ફેરવવી પડશે.’
આત્મા અનાદિ અનંત શાશ્વત તત્ત્વ છે–તેની રુચિ થઈ ત્યાં મને બંધ થશે એવી શંકા નથી. વસ્તુ જુદી
છે બંધન મેં માન્યું હતું–પણ વસ્તુમાં બંધન નથી–માત્ર માન્યતા હતી. પરનું કરવાને–એક પરમાણુ પણ ફેરવવાને
આત્મા સમર્થ નથી. ‘મેં પરને આપ્યું’ તેમ અભિમાન જીવ કરે પણ એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરી શકે એમ
ત્રણ કાળમાં બને નહિ.
આ પોતાના ઘરની ચીજ છે, ઘરની ચીજ મોંઘી નથી; મોંઘું માન્યું છે તે માન્યતા જ સમજવા