: ૧૬૮ : પર્યુષણ અંક : ભાદ્રપદ : ૨૦૦૦ :
દેતી નથી. સમકીતિની પ્રથમમાં પ્રથમ બુદ્ધિ એવી થાય છે કે– ‘હું છૂટો છું–સ્વતંત્ર છું.’ તારા સ્વતંત્રપણાની એક
વાર ‘હા’ તો લાવ! હા પાડતાં તને પરસેવો ઉતરી જશે–અનાદિની માન્યતા ફેરવતાં અનંતો પુરુષાર્થ જોઈશે.
સ્વતંત્ર આત્મતત્ત્વના ભાન વગર કોઈ સાચો ત્યાગ કે સાધુ હોઈ શકે નહીં. સાચા સાધુ કોઈ ન હોય
તેથી કાંઈ ખોટાને સાધુ ન કહેવાય! માન–સરોવરમાં મોતીનો ચારો ચરનાર હંસ જ હોય, પણ હંસ ન હોય તેથી
હંસને બદલે કાગડાને હંસ ન કહેવાય. સમ્યગ્દ્રષ્ટિએ પરવસ્તુનો પહેલો જ નકાર કર્યો છે કે ‘આત્મતત્ત્વ પોતાના
સ્વતંત્ર સ્વભાવમાં પરની સત્તાને–લૂગડાનાં કટકાને પણ પેસવા દેતું નથી.’
જગતના કામોમાં એક ધંધાની વાતમાં બીજો ન પડે! કંદોઈના કામમાં ઝવેરી ડાહ્યા ન થાય કે કુંભારના
કામમાં વકીલ ડાહ્યા ન થાય; જેના જે કામ હોય તેમાં બીજો હાથ ઘાલે નહીં, પણ ધર્મની વાતમાં તો બધા
નીકળી પડ્યા, કે ‘આ આમ હોય, અને ફલાણું આમ હોય’ એમ ધર્મમાં તો બધા મંડી પડે! અહીં તેને કહે છે કે–
એલા! તને જગતની કળાની કિંમત! તેમાં એકની કળામાં બીજો ડહાપણ ન કરે! અને અહીં ધર્મમાં તે બધા
પોતાનું ‘ડહાપણ’ ઘાલે! ધર્મને ભાજી–મૂળા જેવી ચીજ કરી મૂકી છે; શું ધર્મ તે મફતની ચીજ છે? અનંત કાળે
સાંભળવો પણ દુર્લભ છે.
અહાહા! સંસારના કાર્યોમાં બધું ક્રમબદ્ધ! તેમાં શીરો કરવો હોય તો પણ આડું અવળું ન કરે; અને
ધર્મમાં તો કહે–પહેલાંં ક્રિયા કરો–પછી સમજણ કરીશું!
પણ સમજ્યા વગર ક્રિયા કોની?
પહેલાંં સાચી સમજણ કરવી પડશે, તે પહેલી સમજણથી ક્રિયા છે.
‘ગોળ અંધારે ખાય તોય ગળ્યો લાગે’ એ સાચું–પણ પહેલાંં ગોળ પદાર્થનું જ્ઞાન તો કરવું પડશેને!
ખરાગોળને જાણે નહીં, અને કાંકરો અથવા છાણાનો ગોળ મોઢામાં મૂકે તો ગળ્યો લાગે નહીં. તેમ આત્માનો
સ્વભાવ તો શાંત છે, પણ તેના સ્વાદ માટે પહેલાંં તેનું જ્ઞાન કરવું પડશે. સમ્યગ્દર્શન વગર કદાચ કોઈ કષાય
પાતળો પડે તો તેથી આત્માને કાંઈ લાભ થાય નહીં.
એકવાર સ્વતંત્રતાની વાત તો લાવ! તું સ્વતંત્ર છો. સ્વતંત્ર થવા માટે ‘હું સ્વતંત્ર છું, કોઈ પરથી હું
દબાયો નથી’ એવી પ્રતીતિ ઘૂંટયા વગર સાચું ભાન હોય નહીં. આ વાતની ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈથી ના
પાડી શકાય તેમ નથી. મુક્તિનો માર્ગ ત્રણે કાળ એક જ હોય, બીજું માને તો તે તેના ઘરનું છે.
પહેલામાં પહેલાંં તો સમ્યગ્દ્રષ્ટિ સંદેહનો ભાંગીને ભૂકકો ઉડાડી દયે છે–પછી બીજી વાત! સ્વતંત્ર
સ્વભાવમાં નિઃશંકતા થયા વગર સ્વતંત્રતાનો પુરુષાર્થ ઉપડે નહીં.
વસ્તુ તો વસ્તુસ્વભાવે જેમ છે તેમ જ ત્રિકાળ પડી છે–વસ્તુમાં પરાધીનતા કે બંધન નથી. વસ્તુ
સ્વાધીન છે, પણ પોતાની સ્વાધીનતાની ખબર ન હતી તેથી પરાધીનતા માની છે, પણ વસ્તુ પરાધીન નથી.
સમ્યક્ આંખોના ઊઘાડ વિના જગત અનાદિથી ભીંસાઈ રહ્યું છે. પહેલાંં તો સત્ય વાત કાને પડવી
અનંતકાળે દુર્લભ છે. અને સત્ય કાને પડ્યું ત્યાં વચ્ચે ઊંધી માન્યતાના લાકડાં નાંખી સાંભળે, તેમાં સમજાય
ક્યાંથી?
‘મારા ગુણમાં પરનો પ્રવેશ નથી, હું મારી ભૂલે અટક્યો છું, મારું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે’ એવી
શ્રદ્ધાના અભાવે સ્વભાવમાં નિઃસંદેહતા આવતી નથી, નિઃશંકતા વગર સ્વાધીનતા પ્રગટે નહીં.
અનંતકાળના અંધારાને ટાળવા માટે કોદાળી કે પાવડા ન જોઈએ, પણ દીવાસળીને ઘસે ત્યાં અંધારું ટળી
જાય; તેમ અનાદિનું અજ્ઞાન ટાળવા માટે બહારનું કર્યા કરે તો અજ્ઞાન ટળે નહીં––પણ–ચૈતન્યમૂર્તિ દરિયો જ્ઞાન
પ્રકાશથી ભરપૂર છે તેની શ્રદ્ધા કરી પછી ‘એકાગ્રતાનો ઘસારો’ થતાં કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે.
દિવાસળીના નાના ટોપકામાં પ્રકાશ પ્રત્યક્ષ દેખાય નહીં છતાં માને છે; તે કોઈના કહેવાથી કે જગત માને
છે માટે માન્યું નથી, પણ પોતાને બેઠું છે ત્યારે માને છે, તેમ આત્મા ચૈતન્ય જ્યોતજ્ઞાન દરિયો તેની પ્રથમ શ્રદ્ધા
પોતાથી કરે અને પછી તેની એકાગ્રતાના જોરમાં પોતે જ પરમાત્મા થાય છે.
ટંકોત્કિર્ણ એવા જ્ઞાયક સ્વભાવની શ્રદ્ધા થતાં ‘હું પરથી