: ૨૦૦ : આત્મધર્મ : ૧૨
શની જગ્યાની અપેક્ષાએ આત્મામાં
કર્મ ગરી ગયા એમ કહેવાય.
જ્ઞાનની ક્રિયાને નિષેધવામાં
આવી નથી. શુભરાગ કે
અશુભરાગની ક્રિયાને તથા ક્રોધાદિને
નિષેધવામાં આવ્યાં છે, કર્મના
સંબંધને નિષેધવામાં આવ્યો છે.
પ્રશ્ન:–જ્યાં કર્મ જાય ત્યાં
આત્માને સાથે લઈ જાય?
ઉત્તર:–જ્યારે એકની એવી
અવસ્થા હોય ત્યારે બીજાની પણ
તેવી જ અવસ્થા નિમિત્ત–નૈમિત્તિક
સંબંધને લઈને હોય, છતાં બન્ને
પોતપોતાના સ્વતંત્ર કારણે સાથે
જાય છે.
પોતે ઊંધો પડી વિકારી ભાવ
કરે ત્યારે કર્મ નિમિત્ત કહેવાય;
પરમાર્થે કર્મ આત્માને કાંઈ કરી
શકતા નથી.
પ્રશ્ન:–વસ્તુ સ્વરૂપ સમજ્યા
પછી પણ કર્મનું ફળ તો ભોગવવું
પડે ને?
ઉત્તર:–કર્મનું ફળ તો બાહ્ય સંયોગ
મળે તે પૂરતું છે; પણ જીવ
વિકારીભાવ ટાળવા માગે તો
અંતરના શુદ્ધભાવથી ટાળી શકાય છે.
પૂજ્ય ગુરુદેવના ઉદ્ગારો
અહો! આત્માનું સ્વરૂપ
ત્રિકાળ પવિત્ર છે. અનાદિથી કદી
મનુષ્યપણું ન પામ્યા હોય તેવા
જીવો પણ અનંત છે, છતાં તેઓનો
આત્મા પણ શક્તિમાં ત્રિકાળ
પવિત્ર મૂર્તિ છે.
ઊંધી માન્યતા એ સંસાર
અને સવળી માન્યતા એ મોક્ષ.
સંસાર મોક્ષ બન્ને પર્યાયમાં છે.
સ્વભાવ તો ત્રિકાળ નિર્મળ છે.
નિર્મળ છે તે ત્રિકાળ નિર્મળ જ છે.
પુણ્ય ધર્મનો નાશક
(રોકનાર) છે, અને ધર્મ પુણ્યનો
નાશક છે.
પર ઉપર લક્ષ છોડી
સ્વઉપર લક્ષ કરે તે સાચી માન્યતા
છે.
આ કાળમાં જૈનધર્મનું
વહાણ ખરાબે ચડયું છે, તેને
બચાવવા સારા નાવિક [સદ્ગુરુ,
સત્સમાગમ] ની જરૂર છે.
પાપને પાપ તો સર્વે કહે છે, પણ
જ્ઞાનીઓ પુણ્યને પણ પાપ કહે છે.
કારણકે પુણ્ય અને પાપ બન્ને બંધન
ભાવ છે. સ્વભાવને રોકનાર છે.
–: પર્યુષણ અંકનો સુધારો :–
પાનું કોલમ લીટી અશુદ્ધ શુદ્ધ
૧૬૨ ૩ ૨૪ ક્ષેત્રે ભેગા પણ ભાવે.
ભેગા નથી ક્ષેત્રે ભેગા પણ ભાવે ભેગા
નથી, ૧૬૨ ૩ ૧ અવસ્થામાં જ અવસ્થામાં છે.
૧૬૬ ૩ ૨૭ ભાસપણાની માન્યતા મારાપણાની માન્યતા
૧૭૦ ૨ ૧૫ બંધ બન્યો અંધ બન્યો
૧૭૩ ૩ ૧૦ રાગ છે, પણ રાગ આવે છે, પણ
૧૮૩ ૧ ૧૨ સ્વર્ગાદિ ગતિમાંય. સ્થાનક દ્રવ્યસ્વભાવ.
૧૮૩ ૧ ૩૭ ચીજ ન હોય તો બીજી ચીજ ન હોય તો
૧૮૫ ૩ ૧૯ તે ઉપર લક્ષ ન થાય. તે ઉપર લક્ષ થાય.
સુ
વર્ણપુરી એક તીર્થધામ તો છે
જ, પરંતુ પર્યુષણના દિવસોમાં તો
એ એક સાક્ષાત્ ધર્મક્ષેત્ર બની ગયું
હતું. પર્યુષણના એ દિવસો
સુવર્ણપુરીમાં પાંચમો નહિ પણ
ચોથો કાળ છે એવો ખ્યાલ કરાવતા
હતા.
સુવર્ણપુરીમાં શું નથી? બધું
જ છે. એક તરફ ભવ્ય જિનાલય
જેમાં મૂળ નાયક તરીકે શ્રી
સીમંધર ભગવાનની અત્યંત
ભાવવાહિની પ્રતિમાજી બિરાજે છે;
જિનાલયના પાછળના ભાગમાં
અદ્ભુત સમવસરણ (ધર્મસભા)
છે. જેમાં કુંદકુંદ આચાર્યદેવ
સીમંધર ભગવાનનો ઉપદેશ
ઝીલી રહ્યા છે. એ પવિત્ર દ્રશ્ય
દ્રશ્યમાન થાય છે; અને બીજી તરફ
જન્મ–મરણનો ભયંકર રોગ ટાળવા
માટે મહામંગલ–મંદિર શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર જેમાં વીતરાગની
સાક્ષાત્ વાણીસમું પરમાગમ શ્રી
સમયસારજી–તેની વિધિપૂર્વક
પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ
રીતે સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો અપૂર્વ
સુમેળ વર્તે છે. વળી અહીંની
વિશિષ્ઠતા તો એ છે કે–અહીં
સાક્ષાત્ ચૈતન્ય મૂર્તિસમા શ્રી
કહાન પ્રભુ બિરાજી રહ્યા છે.... અહા! કહાન પ્રભુ! તેઓશ્રી
વીતરાગ પ્રભુની છત્રછાયા નીચે
વ્યાખ્યાન પીઠિકા પર બિરાજીને
એકધારા પ્રવાહી સત્ધર્મ ઉપદેશ
વડે ભરત ક્ષેત્રને પડેલી સાક્ષાત્
તીર્થંકર ભગવાનની ખોટ પૂરી પાડી
રહ્યા છે, અને એ રીતે ધર્મક્ષેત્ર
સુવર્ણપુરીમાં ધર્મકાળ વર્તી રહ્યો છે.
નોટ:– પાનાં ૧૭૨–૭૩ ઉપર છપાયેલ છે તે પૂજ્ય સદ્ગુરુદેવનું તા. ૧૭–૬–૪૪નું નિયમસાર ઉપરનું
વ્યાખ્યાન છે.
૧૮૫ મે પાને છપાયેલ લખાણ પૂજ્ય સદ્ગુરુદેવ પાસે થયેલી જુદે જુદે વખતે ચર્ચાઓમાંથી લીધેલું છે.
તે લખાણમાં જ્યાં “ [૧] [૨] વગેરે નંબર લખ્યા છે તે” ચર્ચા–[૧] ચર્ચા [૨] એમ જુદી જુદી ચર્ચાનાં
નંબર સમજવા.