: ૮ : આત્મધર્મ ૨૦૦૧ : કારતક :
સુપ્રભાત મંગલિક
પ્રાત: સ્મરણીય
પૂજ્ય સદ્ગુરુદેવના સં. ૨૦૦૦ની દીપોત્સવીના મંગળિકનો ટૂંકસાર
૧–સુપ્રભાતની વ્યાખ્યા:–
પ્રભાત તો ઘણાં ઊગે છે, પણ આ પ્રભાત (કેવળજ્ઞાન પ્રકાશ) ઊગે છે; તે કદી અસ્ત ન થાય એવી
દશા પ્રગટે છે–તે જ ખરૂં સુપ્રભાત છે. કેવળજ્ઞાનનો પ્રકાશ (ઉદય) એ જ આત્માને માટે સુપ્રભાતનો સાદિ–
અનંતકાળ છે.
૨–આત્મામાં અનંતજ્ઞાનાદિ સ્વચતુષ્ટયની ‘અસ્તિ’ અને રાગ–દ્વેષ–મોહની ‘નાસ્તિ’ તે સ્યાદ્વાદ છે.
૩–જ્ઞાનનો સ્વભાવ સુખ, આનંદ સ્વરૂપ અને જગતના ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં
સમાધાન કરવાનો છે. જ્ઞાન સ્વભાવને જાણવામાં કાંઈ પણ અનુકૂળ–પ્રતિકૂળ હોઈ શકે નહીં. જ્ઞાનથી
જ્ઞાનસ્વભાવને જાણતાં રાગદ્વેષનો નાશ થાય છે તે જ જ્ઞાન અને જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન પોતે દુઃખ નથી. જો
જ્ઞાન પોતે દુઃખરૂપ હોય તો દુઃખ ટાળવાનો ઉપાય કયો? જ્ઞાન અંદર અને જ્ઞાનની ક્રિયા બહાર થાય એવું નથી.
આત્માનું જ્ઞાન અને જ્ઞાનની ક્રિયા બધું આત્મામાં જ છે.
૪–અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંતઆનંદ એ આત્માના સ્વચતુષ્ટય છે.
(अ) અનંતદર્શન–તે સમ્યક્શ્રદ્ધાના ફળમાં પ્રગટે છે.
(ब) અનંતજ્ઞાન–જેણે સત્ સમાગમે આત્માની સત્તાનું ભાન કર્યું–તેનો આશ્રય કર્યો; તેના ફળમાં પ્રગટે
છે તે અનંતજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન.
(क) અનંતઆનંદ–જે આત્માની યથાર્થ શ્રદ્ધા કરીને તેમાં ટકી રહ્યો (સ્વભાવમાં એકાગ્ર થવા રૂપ ચારિત્ર)
તેના ફળમાં અનંતકાળ રહેનાર અસ્ખલિત, જેમાં કોઈપણ રીતે અડચણ નહીં એવો અનંતઆનંદ પ્રગટે છે.
(ड) અનંતવીર્ય–સમ્યક્શ્રદ્ધા પછી પુરુષાર્થના ફળમાં આત્માનું બેહદ સામર્થ્ય છે તે પ્રગટે છે.
પ–આત્માની જ્યોત (કેવળજ્ઞાન) અચળ છે, તે એકવાર પ્રગટ્યા પછી કદીપણ નાશ પામવાની નથી,
તેથી સાદી–અનંત (શરૂઆતવાળી અને અંત વગરની) કહેવાય છે. એવી કેવળજ્ઞાન જ્યોતમાં સ્વચતુષ્ટયનું
એકપણું છે.
૬–આત્મા શુદ્ધ, તેના અનંતગુણો શુદ્ધ અને આત્માના ગુણની જે અવસ્થા તે પણ શુદ્ધ–ત્રિકાળ શુદ્ધ–પૂર્ણ
શુદ્ધ લક્ષમાં લેનાર સમ્યગ્દર્શન છે. નિશ્ચયથી દરેક આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાયે ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે.
૭–જેમ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ સ્વતંત્ર પદાર્થો છે અને પોતાની અવસ્થા
સ્વતંત્રપણે રહીને બદલે છે–શુદ્ધ જ રહે છે, તથા એક છૂટો પરમાણુ પણ શુદ્ધ પદાર્થ છે અને પોતાની અવસ્થા
સ્વતંત્રપણે બદલનાર છે, તેવી જ રીતે હું–આત્મા પણ શુદ્ધ અને સ્વતંત્રપણે ત્રિકાળ ટકનાર દ્રવ્ય છું અને મારી
અવસ્થા સ્વતંત્રપણે શુદ્ધ રહીને હું જ બદલાવી શકું છું. આમ દરેકે દરેક વસ્તુ પોતાના ગુણ પર્યાયથી શુદ્ધ
चित्पिंड चंडिम विलासि विकासहासः
शुद्धप्रकाश भरनिर्भर सुप्रभातः।
आनंदसुस्थित सदास्खलितैकरूप–
स्तस्यैव चायमुदय त्यचलार्चिरात्मा।।
(સમયસાર કલશ ૨૬૮)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति।
किं बंधमोक्ष पथपातिभिरन्यभावै–
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः।।
(સમયસાર કલશ ૨૬૯)