Atmadharma magazine - Ank 015
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આ શાસ્ત્રની મહત્તા જોઈને ઉલ્લાસ
આવી જતાં શ્રી જયસેન આચાર્યવર કહે છે કે ‘જયવંત વર્તો તે પદ્મનંદી આચાર્ય અર્થાત્ કુંદકુંદ આચાર્ય કે
જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભ્રતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. ’
ખરેખર આ કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુષમકાળમાં પણ આવું અદ્ભુત
અનન્ય–શરણભૂત શાસ્ત્ર–તીર્થંકરદેવના મુખમાંથી નીકળેલું અમૃત–વિદ્યમાન છે તે આપણું મહા સદ્ભાગ્ય છે.
નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી.
પરમપૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો– ‘આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો
નિચોડ એમાં રહેલો છે, જૈન શાસનનો એ સ્થંભ છે; સાધકની એ કામધેનું છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પૂર્વનું રહસ્ય
એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા–સાતમાં ગુણસ્થાને ઝુલતા મહામુનિના આત્મ–અનુભવમાંથી નીકળેલી
છે. આ શાસ્ત્રના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના
સમવસરણમાં ગયા હતા અને ત્યાં અઠવાડિયું રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશ: સત્ય છે, પ્રમાણ–સિદ્ધ
છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને દેવની નિરક્ષરી “કારધ્વનિમાંથી
રચેલા આ સમયસારમાં તીર્થંકર નીકળેલો જ ઉપદેશ છે.’
સમયસાર – પર – પ્રવચનો
આ પુસ્તકમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવના સમયસારની પહેલી તેર ગાથાઓનાં પ્રવચનો છે, જેમાં અદ્ભુત
શૈલીથી તદ્ન સરળ ભાષામાં સમયસારના શબ્દે શબ્દની છણાવટ કરીને તેનું મૂળ રહસ્ય સમજાવવામાં આવ્યું
છે, અને તેના ૬૦૦ ઉપરાંત પાના છે. તેની કિંમત રૂ. ૩–૦–૦ છે, ટુંક વખતમાં આ ગ્રંથ તૈયાર થઈ જશે. આ
ગ્રંથની કિંમત ભરીને અગાઉથી ગ્રાહક થઈ શકાય છે.
પ્ર વ ચ ન સ ર
ગૂંથ્યા પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ, ગૂંથ્યું પ્રવચનસાર રે જીવજીની વાણી ભલી.


(આ ગ્રંથમાં) આચાર્યદેવે સૌથી પહેલાંં પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરીને આત્મા અને તેના ગુણોના
વિકાસનું વર્ણન કર્યું છે. સરાગ ચારિત્ર કર્મબંધનું કારણ હોવાથી તે હેય છે અને વિરાગ ચારિત્ર મોક્ષપ્રાપ્તિનું
સાધન હોવાથી તે ઉપાદેય છે. આત્મસ્વરૂપની સન્મુખનું ચારિત્ર તેજ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે.
આકુળતા–રહિત આત્માના પરિણામને સમભાવ કહે છે અર્થાત્ રાગરહિત સ્વરૂપ સ્થિરતા એ જ આત્માનો
સ્વભાવ કે આત્માનો ધર્મ છે.
શુભોપયોગ અર્થાત્ પંચપરમેષ્ઠિનું ધ્યાન, (વિકલ્પદ્વારા) આત્માનું ચિંતન, વ્રતનો અભ્યાસ અને
તપશ્ચરણ વગેરે પરિણામો થવા તે શુભ છે. તેના ફળરૂપે આત્મા દેવ અથવા મનુષ્ય પર્યાયમાં અનેક પ્રકારની
બાહ્ય સગવડો પામે છે, પરંતુ તે બાહ્ય સામગ્રીમાં આત્માનું વાસ્તવિક કે અવિનાશી સુખ નથી.
શુદ્ધોપયોગ ધારણ કરવાથી બધા દુઃખ અને કલેશનો સ્વયં નાશ થઈ જાય છે. જે જીવ અરિહંત
ભગવાનના સ્વરૂપને પૂર્ણ રીતે જાણે છે તે પોતાના આત્માનું સ્વરૂપ પણ જાણી લે છે, આત્મા અને પરમાત્માનો
ભ્રમ (ભેદ) તેના મનમાંથી દૂર થઈ જાય છે. આ ભ્રાંતિ (આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ) ટળી જવાથી
આત્મા પોતે જ અર્હંતદશા (પરમાત્મદશા) ને પામે છે અને બધા કર્મોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિનો લાભ
કરી લે છે. આત્મા અને પરમાત્માના (સાચા જ્ઞાનરૂપ) વિવેકથી જ સમ્યગ્જ્ઞાનનો વિકાસ થાય છે.
વિશ્વમાં જેટલા દ્રવ્યો છે તે બધા, જુદા જુદા ગુણ–પર્યાય સહિત જ્ઞેય છે; ઉત્પાદ્–વ્યય