: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૪૫ :
રાગ મુનિ જ સમ્યક્ચારિત્રને પ્રાપ્ત થઈ શકે છે.
પાંચમા અઢાર ગાથાના નિશ્ચય પ્રતિક્રમણ અધિકારમાં ચારિત્રને દ્રઢ કરવા માટે નિશ્ચય પ્રતિક્રમણનું
વર્ણન કર્યું છે. વાણી તરફનું બધું લક્ષ અને રાગ–દ્વેષ ભાવોને છોડીને આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કરવું,
વિરાધના (સ્વરૂપથી ખસીને જે શુભાશુભ ભાવ થાય તે વિરાધના છે તેને અહીં પાપક્રિયા કીધી છે–તે) છોડીને
આરાધના (આત્મસ્વરૂપમાં સ્થિરતા તે આરાધના છે તે) માં લીન થવું, ઉન્માર્ગથી પાછા ફરીને શુદ્ધ સ્વરૂપમાં
સન્મુખ રહેવું, માયા મિથ્યાત્વ નિદાન ભાવોથી છૂટીને શલ્ય રહિત થવું, આર્ત્ત રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ–શુક્લ
ધ્યાનમાં લીન થવું, મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને સર્વથા છોડીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવના કરવી–તે
પ્રતિક્રમણ છે. એ રીતે બધા પરભાવો અને ક્રિયાઓથી છ્રૂટીને આત્મામાં સ્થિર થવું તે જ સાચું પ્રતિક્રમણ છે–કે
જે મોક્ષ પ્રાપ્તિનું વાસ્તવિક સાધન છે.
છઠ્ઠા બાર ગાથાના નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારમાં–સાધુજનો આહાર પછી હમેશાં આવતા દિવસો માટે
પોતાની શક્તિ પ્રમાણે યોગ્યકાળ સુધી આહારના ત્યાગનો વિકલ્પ કરે છે તે રૂપ વ્યવહાર પ્રત્યાખ્યાનનું કથન
નથી પણ પોતાના સ્વરૂપની સ્થિરતા કરવાના પ્રયોજનથી બધા પરભાવોનો સર્વથા ત્યાગ કરવો તેને સાચું
પ્રત્યાખ્યાન બતાવ્યું છે.
સાતમા છ ગાથાના નિશ્ચયાલોચનાધિકારમાં વીતરાગ–ભાવસ્વરૂપ પરિણામથી આત્મસ્વરૂપનું
અવલોકન કરવું (સ્થિરતા કરવી) તે આલોચનાનું લક્ષણ કહ્યું છે. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના દ્રવ્ય–કર્મ,
ઔદારીક–વૈક્રિયિક–આહારક એ ત્રણ પ્રકારના શરીર એ નોકર્મ–આત્માના સ્વભાવ જ્ઞાનથી વિભાવરૂપ મતિ,
શ્રુત, અવધિ અને મન: પર્યાય જ્ઞાન અને આત્માની વિભાવ વ્યંજન પર્યાય દેવ, મનુષ્ય તિર્યંચ અને નારક છે–
તેનાથી રહિત આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું તે સાચી આલોચના છે.
આઠમાં નવ ગાથાના નિશ્ચય પ્રાયશ્ચિત અધિકારમાં વ્રત, સમિતિ, શીલ અને સંયમમાં પ્રવૃત્ત વિભાવરૂપ
શુભ ભાવોનો ક્ષય કરનારી ભાવનામાં વર્તવું તથા આત્માના સ્વરૂપનું ચિંતવન અથવા આત્મસ્થિરતા પ્રાપ્ત
કરવી તે સાચું પ્રાયશ્ચિત છે એમ કહ્યું છે. એ રીતે શરીર વગેરે પરદ્રવ્યોનું મમત્ત્વ તથા તે તરફના વિકલ્પને
છોડીને સકલ વિકલ્પો એટલે કે શુભાશુભ ભાવ છોડીને આત્મસ્વરૂપમાં એકાકાર રૂપ લીન થઈ જવું તે જ બધા
દોષ અને પાપોનું સાચું પ્રાયશ્ચિત છે.
નવમા બાર ગાથાના પરમસમાધિ અધિકારમાં આચાર્ય દેવે બતાવ્યું છે કે વીતરાગ ભાવપૂર્વક વાણી
તરફના વિકલ્પને છોડીને આત્માનું ચિંતન કરવું, સંયમ–નિયમ અને તપ દ્વારા ધર્મધ્યાનમાં એકાગ્ર થવું અને
પુણ્ય–પાપનું કારણ જે રાગ–દ્વેષ તેને છોડીને સ્વરૂપમાં સ્થિરતારૂપ સમભાવ ધારણ કરવો અને હાસ્ય, રતિ,
અરતિ, શોક, ભય, જુગુપ્સા, અને સ્ત્રી–પુરુષ તથા નપુંસક એ ત્રણ વેદ એવા નવ પ્રકારના નોકષાયોને છોડી
દેવા તે પરમ સમાધિ છે.
દસમા સાત ગાથાના પરમ ભક્તિ અધિકારમાં આચાર્યદેવે એ પ્રતિપાદન કર્યું છે કે સંસાર પરિભ્રમણથી
મુક્ત થવાના કારણભૂત એવા રત્નત્રય સ્વરૂપની દ્રઢ ભક્તિ થવી તેજ પરમ ભક્તિ છે. સિદ્ધસ્વરૂપના
(પોતાના) ગુણોને ભેદ અને ઉપભેદ સહિત જાણીને તે ગુણોમાં આત્માની (ગુણોથી અભેદ એવા આત્માની)
ભક્તિ થવી અને રાગ–દ્વેષ વિષય કષાયાદિ
મોક્ષની ક્રિયા
શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીનું લખાણ પુસ્તકરૂપે આ પહેલી જ વાર પ્રગટ
થાય છે. આ પુસ્તકમાં તેના નામ પ્રમાણે ‘કઈ ક્રિયા કરવાથી મોક્ષ થાય...?’ એ પ્રશ્નનો
ઉત્તર અનેક ન્યાયપૂર્ણદલીલોથી તદ્ન સરળ અને સચોટ રીતે આપવામાં આવ્યો છે.
અહીં ક્રિયાનું ઉત્થાપન નથી થતું પણ વાસ્તવિક મોક્ષની ક્રિયા શું તેનું સ્થાપન થાય છે–
એ આ નાના શાસ્ત્રમાં બહુ સુંદર રીતે બતાવ્યું છે... આ પુસ્તક ટૂંક વખતમાં પ્રગટ થશે.