(અનુષ્ટુપ)
(સમોસરણ સ્તુતિ પાનું–૧૫)
વસંતતિલકા
(સમોસરણ સ્તુતિ
પાનું–૧૫)
વસંતિતલકા (સમોસરણ સ્તુતિ
પાનું–૧૫)
છાયા
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૩૯ :
ઘણો આનંદ થયો અને તેમનો દિવ્ય ધ્વનિ “ સાંભળતા મુનિના હૃદયને જાણે અમૃત મળ્યું હોય તેવો આનંદ
થયો એ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાનનો દિવ્ય ધ્વનિ આઠ દિવસ સાંભળીને, ત્યાંના
શ્રુતકેવળીઓનો પરિચય કરીને અને બધી શંકાઓનું નિવારણ કરીને શ્રી કુંદકુંદ આચાર્ય ભરતમાં પાછા આવ્યા.
તે ઉપરથી શાસ્ત્ર રચના
વીરનો ધ્વનિ ગુરુપરંપર જે મળેલો, પોતે વિદેહ જઈ દિવ્ય ધ્વનિ ઝીલેલો;
તે સંઘર્યો મુનિવરે પરમાગમોમાં, ઉપકાર કુંદ મુનિનો બહુ આ ભૂમિમાં.
અર્થ:– ભરતના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરપ્રભુના દિવ્યધ્વનિનો જે ઉપદેશ ગુરુ પરંપરાએ મળેલો તથા
આચાર્યે પોતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમંધર ભગવાનનો જે દિવ્યધ્વનિ સાંભળ્યો તેનું રહસ્ય કુંદકુંદાચાર્યદેવે
પરમ આગમ ગ્રંથોમાં ઉતાર્યું છે, અને એ રીતે કુંદકુંદાચાર્યદેવનો આ ભરતક્ષેત્રમાં ઘણો જ ઉપકાર છે.
આ ક્ષેત્રના ચરમ જિન તણા સુપુત્ર, વિદેહના પ્રથમ જિન તણા સુભક્ત;
ભવમાં ભૂલેલ ભવિ જીવ તણા સુમિત્ર, વંદું તને ફરી ફરીને મુનિ કુંદકુંદ!
અર્થ:– આ ભરતક્ષેત્રના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના સુપુત્ર, મહાવિદેહક્ષેત્રના પહેલાં તીર્થંકર
શ્રી સીમંધર ભગવાનના પરમ ભક્ત અને ભવમાં ભૂલા પડેલા ભવ્ય જીવોને સમ્યકમાર્ગ દર્શાવનાર સાચા મિત્ર
ઓ કુંદકુંદ! તને નમસ્કાર કરું છું–ફરીફરીને વંદન કરૂં છું.
નમું હું તીર્થનાયકને, નમું “કાર નાદને;
“કાર સંઘર્યો જેણે, નમું તે કુંદકુંદને.
અર્થ:– તીર્થના નાયકને નમસ્કાર કરૂં છું, દિવ્ય ધ્વનિ “કારને હું નમસ્કાર કરૂં છું તથા તે દિવ્ય ધ્વનિનું
રહસ્ય જેમણે સંઘર્યું છે એવા શ્રી કુંદકુંદ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.
સાં. ૯૯૦ માં થએલા શ્રી દેવસેનાચાર્યવર દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે:–
जइ पडमणं दिणाहो सीमंधर सामिदिव्य णाणेण।
णविवोहइतो समणा कहं सुम्मगं पयाणं ति।। ४३।।
यदि पद्मनन्दि नाथः सीमंधर स्वामी दिव्य ज्ञानेन।
न विबोधति तर्हि श्रमणाःकथं सुमार्ग प्रजानन्ति।। ४३।।
અર્થ:– (મહાવિદેહ ક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી
પદ્મનન્દિ નાથે (શ્રી કુંદકુંદાચાર્ય દેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
૧૨ મા સૈકામાં થએલા શ્રી જૈન સેન આચાર્ય શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની સંસ્કૃત ટીકા રચતાં કહે છે કે:–
મુનિપદની દીક્ષા લેવાનો ક્રમ
“મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે–પહેલાંં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન
કરવાની શક્તિ થાય, અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, ત્યારે શ્રી ગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે. પણ આ
તો કઈ જાતની વિપરીતતા છે કે–તત્ત્વજ્ઞાન રહિત, અને વિષયાસક્ત૧ જીવને, માયાવડે વા લોભ ૨ બતાવી મુનિપદ
આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ ૩ કરાવવી! પણ એ મહાન અન્યાય છે.” (મોક્ષમાર્ગ પ્રકાશક પાનું–૧૮૨)
૧. જે તત્ત્વજ્ઞાન રહિત હોય તે જીવ તત્ત્વદ્રષ્ટિએ વિષયાસક્ત હોય જ એવો નિયમ છે. ૨. સાચું મુનિપણું ન
હોય તેમાં મુનિપણું માનીને મુનિપણા જેવી પ્રવૃત્તિ કરવી–કરાવવી તેનું નામ અન્યથા પ્રવૃત્તિ છે. ૩. જે જીવ મુનિપદ
લેવાને લાયક ન હોય તેવા જીવને મુનિપદ આપવાની પ્રવૃત્તિ જ્યાં હોય ત્યાં તત્ત્વદ્રષ્ટિએ માયા કે લાભ હોય જ.