ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર,
શ્રી સીમંધર પ્રભુજી પધાર્યા છે અમ આંગણે રે.
છે દ્રવ્યભાવ સહુના પરિપૂર્ણ સાક્ષી;
કોટિ સુધાંશુ કરતાં વધુ આત્મશાન્તિ,
કોટિ રવીંદ્ર કરતાં વધુ જ્ઞાન જ્યોતિ.
જેની ભક્તિથી ચારિત્ર વિમળતા થાય,
એવા ચૈતન્ય મૂર્તિ પ્રભુજી અહો! અમ આંગણે રે.... સુંદર
શ્રી કુન્દના વિરહ તાપ પ્રભુ નિવાર્યા;
સપ્તાહ એક વરસી અદ્ભુત ધારા
શ્રી કુંદકુંદ હૃદયે પરિતોષ પામ્યા.
જેની વાણીનો વળી સદ્ગુરુ પર ઉપકાર,
છે ચાર તીર્થ પ્રભુ અહો! તુજ છત્ર નીચે;
સાધક સંતમુનિના હૃદયેશ સ્વામી,
સીમંધરા! નમું તને શિર નામી નામી.
તે શ્રી કાનગુરુનો અનુપમ ઉપકાર,
નિત્યે દેવ–ગુરુનાં ચરણકમળ હૃદયે વસો રે.... સુંદર