પધરામણીનો મહામંગળિક દિવસ. ત્રિલોકનાથ દેવની પધરામણીના પ્રસંગે ભગવત્ પ્રેમી ભક્તોનો આનંદ અને
ઉત્સાહ અજબ હતાં. અરે! અધ્યાત્મ કવિઓ પણ જે ઉત્સાહનું સંપૂર્ણ વર્ણન કરી ન શકે એવો ઉત્સાહપૂર્ણ એ
એક ‘અધ્યાત્મ કવિ’ એ આ સ્તવનની રચના કરી છે, અને તેમણે સીમંધર ભગવંત પ્રત્યેના સંપૂર્ણ ભક્તિરસને
આ સ્તવનમાં વહેતો મૂક્યો છે. માંગલિક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાનને ભેટતા ભક્તોનો અપાર આનંદ
એવો હતો કે જાણે સીમંધરનાથ સાક્ષાત્ જ પધાર્યા હોય!!! સુવર્ણપુરીમાં અનેક મુમુક્ષુ જીવો ચૈતન્યમૂર્તિ
સીમંધરનાથના દર્શન કરવા આવે છે અને ઉપશમ રસ નીતરતી વીતરાગ જિનમૂદ્રાના દર્શન કરતાં આહ્લાદથી
બોલી ઊઠે છે કે– ‘અહો! શાંતરસમાં ઝુલતા સીમંધરનાથની ભાવવાહિની જિનમુદ્રા! સાક્ષાત્ વીતરાગતાનાં જ
દર્શન કરાવે છે! ’ એ સીમંધરદેવની પધરામણીના માંગલિક મહોત્સવ પ્રસંગે રચાયેલું આ સ્તવન, સાક્ષાત્
ભગવંતનો ભેટો થતાં જે આનંદ થાય તેના વર્ણનથી નીતરી રહ્યું છે–તે, આજના મંગલ મહોત્સવ દિન પ્રસંગે
અહીં આપવામાં આવ્યું છે.
ધન્ય ધન્ય આજનો દીન, અમઘેર જિનવર પધાર્યા
નેમપ્રભુ શાન્તી જીણંદ પધાર્યા પધાર્યાસીમંધર દેવ–અમઘેર–પ્ર.
મહાવિદેહવાસી પ્રભુજી પધાર્યા જગતઉદ્ધારક દેવ–અ. –પ્ર.
કલ્પવૃક્ષની છાંયા છવાણી, જય નાદ ઈન્દ્રો ગાય–અ. –પ્ર.
રત્ન રાશી અમ આંગણે ફળીઓ, સિધ્યાં મન વંછીત કાજ–અ. –પ્ર.
ગુણમણી ગુણ નિધી પ્રભુજી પધાર્યા, મનવંછીત દેનાર–અ. –પ્ર.
જિનબિંબ જળહળ જ્યોતિ જગે છે જ્ઞાન અજવાળા અમાપ–અ. –પ્ર.
દિવ્ય ધ્વનીના નાદ ગાજે છે સમવસરણ મોઝાર–અ. –પ્ર.
છપન્ન કુમારી પ્રભુ મહોત્સવ કરે છે ઈન્દ્રાણીજય નાદ ગાય–અ. –પ્ર.
શક્રેન્દ્ર ચમરેન્દ્ર ચમર ઢાળે છે ધન્ય ધન્ય પ્રભુ વીતરાગ–અ. –પ્ર.
અંતર મારું આનંદથી ઉછળે પધાર્યા શ્રી વીતરાગ–અ. –પ્ર.
સુવર્ણપુરી સદભાગ્ય ખીલ્યા છે જિનમુદ્રા મહોત્સવ થાય–અ. –પ્ર.
શકે તેથી જેણે સર્વજ્ઞપણું પોતાનું સ્વરૂપ માન્યું હોય તે રાગને પોતાનું સ્વરૂપ માને નહિ.
જે રાગને પોતાનો માને છે તે સર્વજ્ઞતાને પોતાની માનતો નથી (કેમકે જ્યાં રાગ છે ત્યાં
સર્વજ્ઞપણું નથી.) અને જે પોતાનું સ્વરૂપ સર્વજ્ઞ નથી માનતો તે પોતાના દેવનું સ્વરૂપ
છે–જૈન નથી.