ગુણાર્થિકનય શા માટે નહીં?
દ્ર
વ્યા
ર્થિ
ક
ન
ય
અ
ને
પ
યા
ર્થિ
ક
ન
ય
એ
ટ
શું
: ફાગણ : ૨૦૦૧ : ૬૯ :
પરમ પૂજ્ય સવારની ચર્ચા
સદ્ગુરુદેવ ૬–૮–૪૪
શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે
નયો વાપર્યા છે, પણ ‘ગુણાર્થિકનય’ એમ ક્યાંય વાપરવામાં આવ્યું
નથી તેનું કારણ શું? તે કહેવાય છે:–
કોઈ એવો તર્ક કરે કે:–
તર્ક ૧–દ્રવ્યાર્થિકનય કહેતાં તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિકનય કહેતાં
તેનો વિષય, તથા એ બન્ને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય, એ રીતે ગણીને
ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે તો એ પ્રમાણે નથી.
તર્ક ૨–દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિક નયનો વિષય
પર્યાય, તથા તે પર્યાય ગુણનો અંશ હોવાથી પર્યાયમાં ગુણ આવી
ગયા, એ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે
તો તેમ પણ નથી.
ગુણાર્થિકનય ન વાપરવાનું વાસ્તવિક કારણ
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એ બે જ નયો વાપરવામાં
આવ્યા છે, તે બે નયોનું ખરૂં સ્વરૂપ એ છે કે–
પર્યાયાર્થિકનયનો વિષય અપેક્ષીત–બંધમોક્ષની પર્યાય છે,
અને તે રહિત (બંધ–મોક્ષની અપેક્ષા રહિત) ત્રિકાળી ગુણ
અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય સહિત ત્રિકાળી દ્રવ્યસામાન્ય તે
દ્રવ્યાર્થિક નયનો વિષય છે–આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિકનય વાપરવામાં આવ્યા છે, એટલે ગુણાર્થિકનયની જરૂર
રહેતી નથી.
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય વાપરે છે તેમાં ઊંડું રહસ્ય છે.
દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયનો વિષય
ક્ષણિક છે.
દ્રવ્યાર્થિકનયના વિષયમાં જુદો ગુણ નથી કેમકે
ગુણને જુદો પાડી લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે અને વિકલ્પ તે
પર્યાયાર્થિકનયનો વિષય છે.
શરીરાદિના રજકણે રજકણની ક્રિયા સ્વતંત્ર થાય છે; સંસારની રુચિવાળા જીવોને વૈરાગ આવતો નથી.
આ મનુષ્યભવ પામીને અશરીરી ભાવ પ્રગટ કરી માત્ર એક ભવ રહે તેવો ભાવ પ્રગટ કર્યો નહિ અને વીતરાગ
દેવ શું કહે છે તેની ઓળખાણ ન કરી તો ભવનો અંત આવશે નહિ. અને સમજ્યા વિનાનો મનુષ્યભવ એળે
જવાનો; એવાં અવતાર તો ગલુડિયાં ને અણશિયાં જેવાં છે; એવા તો ઘણાય દુનિયામાં જન્મે છે ને મરે છે, પણ
એવો ભાવ પ્રગટ કરે કે ભવ ન રહે તો જીવનની સફળતા છે. બાકી દુનિયાના કહેવા પ્રમાણે ચાલે તો આત્માનો
ધર્મ થાય કે જન્મ–મરણ ટળે એ વાત ત્રણકાળમાં બને નહિ; દુનિયા પોતાનું માને તો પોતાની દુર્ગતિ ટળી જાય
ને દુનિયા પોતાનું ન માને તો પોતાની દુર્ગતિ થઈ જાય એમ કોઈ કાળે છે જ નહિ. અનાદિથી જીવોએ આત્માનું
સ્વરૂપ શું છે તે રુચિપૂર્વક સાંભળ્યું પણ નથી, રુચિપૂર્વક સાંભળ્યા વગર સમજે તો ક્યાંથી? ઘણા જીવોને તો
સાચા દેવ કોને કહેવા, તથા સાચા ગુરુ કોને કહેવા તેની પણ ખબર નથી; આત્માની ઓળખાણ વગર કદાચ
કોઈ જીવ સાચા દેવ, સાચા ગુરુ, અને સાચા શાસ્ત્રની ઓળખાણ કરે તો પણ વ્યવહાર સમ્યગ્દર્શન છે–કે જે
પુણ્યબંધ છે, ધર્મ નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર, શરીર–મન–વાણી તે પરવસ્તુ અને તે તરફના વલણવાળા થતા જે
શુભાશુભ ભાવો તે વિનાનો હું એકલો, અખંડ, શુદ્ધ, નિર્વિકલ્પ છું એવી શ્રદ્ધા જ્ઞાન થયા વિના, એવી આત્માની
અંતર શુદ્ધિ કર્યા વિના કોઈ દી કોઈના જન્મ–મરણ ટળ્યાં નથી, અને ટળશે પણ નહીં. [પ્રવચન: સમયસાર ગાથા ૩૪]