દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એમ માનવું તે દ્રવ્યના ત્રિકાળી સ્વરૂપની હિંસા છે તેના જેવું મોટું પાપ જગતમાં
કોઈ નથી. પરદ્રવ્યનું હું કરી દઉં એમ માનવું તે જ મહાન હિંસા છે–તે જ મહાન પાપ છે. હિંસા બહારમાં પર
પ્રાણી મરે કે દુઃખી થાય તેમાં નથી, પણ હું તે પ્રાણીને સુખી કે દુઃખી કરી શકું એવી માન્યતા તે જ પોતાના
જ્ઞાનસ્વરૂપની હિંસા છે; તેમાં મિથ્યાત્વભાવનું અનંતુપાપ છે. અને પરનું કરી શકું એવી ઊંધી માન્યતા છોડીને,
“હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું, પરદ્રવ્યનું હું કાંઈ ન કરી શકું, દરેક દ્રવ્યો સ્વતંત્ર છે, સૌ પોત પોતાના કર્તા છે”
એમ માનવું તે જ અહિંસા છે–અને એ જ પ્રથમ ધર્મ છે.
ક્રિયા કરે છે’ એમ તો દેખાતું નથી, પણ અજ્ઞાની મફતનો માની લે છે; અને કહે છે કે મેં નજરે જોયું; પણ નજરે
શું જોયું? નજરે તો જડ વસ્તુની ક્રિયા તેની મેળે થાય છે તે દેખાય છે. પણ ‘વછેરાંનાં ઇંડા’ ની જેમ “આત્માએ
કર્યું” એમ તે માને છે. તે વછેરાંના ઇંડાનું દ્રષ્ટાંત નીચે મુજબ છે:– એક વખત એક કાઠી દરબાર સારાં ઘોડાના
વછેરાં લેવાં નીકળ્યા, દરબાર કદી બહાર નીકળેલ નહિ, એટલે તેને કાંઈ ખબર પડે નહિ; તે એક ગામથી બીજે
ગામ વછેરાંની ખરીદ માટે જતા હતા ત્યાં વચ્ચે ધૂતારાઓ મળ્યા, અને વાત્ચીતમાં તે ધૂતારાઓએ જાણી લીધું
કે આ દરબાર તદ્ન બીન અનુભવી છે અને વછેરાં લેવાં નીકળ્યો છે. તે ધૂતારાઓએ દરબારને છેતરવાનો
નિશ્ચય કર્યો. અને બે મોટાં કોળાં લઈને એક ઝાડ ઉપર ટાંગી દીધાં તે ઝાડ પાસે ઝાડીમાં સસલાનાં બે બચ્ચાં
હતાં. હવે તે ધૂતારાઓએ દરબાર સાથે વાતચીત કરીને પોતા પાસે વછેરાંના બે સુંદર ઇંડા છે–એમાંથી સુંદર
વછેરાં નીકળશે, એમ કહીને દરબાર સાથે સોદો કર્યો અને બે વછેરાંની કિંમતના હજાર રૂપીયા લઈ લીધા. પછી
ગુપ્ત રીતે ઝાડ ઉપર ટાંગેલા બે કોળાં નીચે પાડ્યા, કોળાં અધ્ધરથી પડતાં જ તે ફાટયા અને અવાજ થયો, તે
અવાજ સાંભળીને તુરતજ પાસેની ઝાડીમાં રહેલાં બે સસલાનાં બચ્ચાં નાસવા માંડયા; ત્યાં ધૂતારાઓ તાળી
પાડીને કહેવા લાગ્યા કે અરે આપા! આપા! પકડો, આ તમારા વછેરાં ભાગ્યા! જલદી જાવ નહિતર સુંદર
વછેરાં નાસી જશે. દરબાર તો ખરેખર તેને ઘોડાનાં વછેરાં માનીને તેને પકડવા દોડયા, પણ એ તો ક્યાંય
ઝાડીમાં સંતાઈ ગયા. પછી દરબારે ઘરે આવીને પોતાના ડાયરામાં વાત કરી, કે શું વછેરાં, નાનકડાં અને સુંદર,
જેવા નીકળ્યા કે તરત જ દોડવા માંડયા! ત્યારે ડાયરાએ પૂછયું–આપા! શું થયું? ત્યારે દરબારે ‘વછેરાના ઇંડા’
ખરીદ કર્યા સંબંધી વાત કરી. ડાયરાના માણસો કહે, આપા! તમે મૂરખ થયા, કાંઈ વછેરાંના તે ઇંડા હોય? પણ
આપો કહે–મેં નજરે જોયાંને! પણ વછેરાંના ઇંડા હોય જ નહિ પછી નજરે ક્યાંથી જોયા? તમારી જોવાની ભૂલ
છે. તેવી રીતે અજ્ઞાની જીવ કહે છે કે “જીવ પરનું કરે એમ નજરે દેખાય છે ને? ” પણ ભાઈ! જીવ પરનું કરી
જ શકતો નથી તો તેં નજરે શું જોયું? નજરે તો જડની ક્રિયા દેખાય છે, આત્માએ તે કર્યું એમ તો દેખાતું નથી.
જુઓ! આ હાથમાં લાકડું છે તે ઊંચુ થયું–હવે ત્યાં આત્માએ શું કર્યું? કે પ્રથમ લાકડું નીચે હતું પછી ઊંચું થયું–
એમ આત્માએ જાણ્યું છે, પણ લાકડું ઊંચુ કરી શકવા આત્મા સમર્થ નથી. અજ્ઞાની જીવ પણ “લાકડું ઊંચુ થયું”
એમ જાણે છે, પરંતુ તે “મેં આ લાકડું ઊંચુ કર્યું” એમ માનીને નજરે દેખાય છે તેના કરતાં ઊંધુંં માને છે.
છે–મહાનપાપ છે.
(૨) એક આત્મા જડનું કાંઈ કરી શકે અથવા