Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૨૩ :
કરી શકે છે. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય ક્ષયોપશમ સર્વે મનવાળા પંચેન્દ્રિય જીવોને હોય
છે; માટે જીવનું પ્રથમ કર્તવ્ય તત્ત્વનિર્ણય કરવો તે છે એમ આ શાસ્ત્ર ભાર મૂકીને જણાવે છે.
ગૃહીત મિથ્યાત્વ જીવ શી રીતે ટાળી શકે તે પણ આ શાસ્ત્રમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવેલ છે.
આ શાસ્ત્રના બીજા ભાગમાં શ્રી સર્વજ્ઞની સિદ્ધિ અકાટય યુક્તિથી કરવામાં આવી છે. જીવ આ સ્વરૂપ ન
સમજે ત્યાંસુધી ‘પોતાનું સ્વરૂપ દ્રવ્યદ્રષ્ટિએ સર્વજ્ઞ છે’ એમ નક્કી કરી શકે નહિ, અને એ નક્કી કરે નહિ
ત્યાંસુધી તેને ધર્મ કદી થાય નહિ. મૂળ શાસ્ત્ર હિંદીમાં છે તેનો આ ગુજરાતી અનુવાદ છે.
૨–દ્રવ્ય સંગ્રહ
,
નવ પદાર્થ, ધ્યાન વગેરેનું સ્વરૂપ નિશ્નય અને વ્યવહારનયે સિદ્ધાંત ચક્રવર્તી ભગવાન શ્રી નેમિચંદ્ર આચાર્યે
સમજાવ્યું છે. આ શાસ્ત્ર દરેક જિજ્ઞાસુએ વાંચી સમજવાની જરૂરિયાત છે.
૩–અપૂર્વ અવસર–પર–પ્રવચનો
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એ નામે શ્રીમદ્રાજચંદ્રે બનાવેલું ઘણું ગંભીર કાવ્ય છે, તેના
અર્થો સાં–૧૯૯૫ માં રાજકોટ મુકામે પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ વ્યાખ્યાન દ્વારા સહેલી, સરળ અને
સચોટ ભાષામાં–બાળક પણ સમજી શકે તેવી રીતે સમજાવ્યા છે માટે તે દરેક જિજ્ઞાસુઓએ અભ્યાસ કરી તેનો
ભાવ સમજવાની જરૂર છે.
આ શાસ્ત્રમાં ગુણસ્થાનક્રમ બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે.
૪–આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો
આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થો સાં–૧૯૯૫માં રાજકોટ મુકામે વ્યાખ્યાન દ્વારા સદ્ગુરુદેવ શ્રી કાનજી
સ્વામીએ સમજાવેલા તે આ શાસ્ત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વસ્તુ સ્વરૂપને એટલે જૈનધર્મને લગતા તમામ
સિદ્ધાંતો ઘણીજ સહેલી ભાષામાં આ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે.
પ–મોક્ષમાર્ગ પ્રકાશક
આ ગ્રંથ પંડિત ટોડરમલજીએ બનાવેલ હિંદી શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ છે. વસ્તુસ્વરૂપ સમજાવતા
અને જિજ્ઞાસુ જીવોની શું શું ભૂલો થાય છે અને તે કેવી રીતે ટાળવી તેને લગતા હજારો બોલોનો નિકાલ આ
શાસ્ત્રમાં ઘણી અસરકારક રીતે કરવામાં આવ્યો છે.
આ શાસ્ત્ર દરેક જિજ્ઞાસુઓએ વાંચી તેના ભાવ સમજવાની જરૂર છે, અને તેમાં સાતમો અધ્યાય જે
સૂક્ષ્મમિથ્યાત્વને લગતો છે અને નવમો અધ્યાય જે સમ્યગ્દર્શનને લગતો છે તે ઘણા જ સુંદર છે. આ શાસ્ત્રમાં
અન્યમતોની સમીક્ષા કરવામાં આવી છે અને જીવો કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રોમાં ફસાઈ જાય છે માટે તે સંબંધી
ભૂલ સમજાવવા માટે ઘણી સ્પષ્ટ ચોખવટ કરવામાં આવી છે. શ્રીમદ્રાજચંદ્રે પણ તેને સત્ શ્રુત તરીકે સ્વીકારી
તેનો અભ્યાસ કરવાની ભલામણ કરી છે.
૬–જૈન સિદ્ધાંત પ્રવેશિકા
આ શાસ્ત્ર પ્રશ્નોત્તરરૂપે છે તેમાં જૈનપરિભાષાના અનેક શબ્દોના અર્થો આપ્યા છે. દરેક અભ્યાસીએ
તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
૭–સંજીવની
શ્રી સમયસારની ૧૧ મી ગાથા ઉપરના પુ. સદ્ગુરુદેવના સાં ૧૯૯૯ માં રાજકોટ મુકામે થયેલા
પ્રવચનોની આ પુસ્તિકા છે. જૈનધર્મનું રહસ્ય જીવ તુરત જ સમજી શકે તેવી સરળ અને ઘરગથ્થુ ભાષામાં આ
વ્યાખ્યાનો થએલાં છે, તેથી દરેક જિજ્ઞાસુને તેનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે.
નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ તેમાં સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. નિશ્ચયનયને આશ્રયે
સમ્યગ્દર્શન પ્રગટે છે એ પણ તેમાં સમજાવવામાં આવ્યું છે.
૮–પદ્મનંદી–આલોચના
ભગવાન શ્રી પદ્મનંદી આચાર્ય કૃત પદ્મનંદી પંચવીશીમાં એક અલોચના અધિકાર છે, તેનો આ ગુજરાતી
અનુવાદ છે, તે તત્ત્વજ્ઞાનથી ભરપુર છે. પર્યુષણમાં સંવત્સરીને દિવસે ‘આલોચના’ કરવામાં આ શાસ્ત્રનો ખાસ
ઉપયોગ કરવાની જરૂર છે. તે ગુજરાતી ભાષામાં હોવાથી આલોચનનાનું સ્વરૂપ સમજી શકાય છે અને તેથી
પર્વના દિવસનો તે પ્રકારે લાભ લઈ શકાય તેવું છે.
૯–સર્વ સામાન્ય પ્રતિક્રમણ
રૂઢીગત જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી પાંચમું ગુણસ્થાન પ્રગટ કર્યું હોય
તેને લાગુ પડી શકે છે; સમાજના મોટા ભાગને