Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 17

background image
: ૧૨૪ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
તેના અર્થોનો ખ્યાલ હોતો નથી, અને ‘અર્થ સમજવામાં ન આવે તોપણ તે શબ્દો બોલવા જ જોઈએ’ એવી
અણસમજણને સમાજના ગણાતા મુખ્ય માણસો અને કહેવાતા ઉપદેશકો પોષે છે; એ રીતે ધર્મની ક્રિયાને નામે
સંસાર માર્ગનું પોષણ થઈ રહ્યું છે. આવી સ્થિતિ ચલાવી લેવાનું આધૂનિક અગ્રેસરો યોગ્ય ધારે છે તે પણ એક
વિચિત્રતા છે. આવી સમાજની સ્થિતિ હોવા છતાં વીતરાગે કહેલ ખરૂં તત્ત્વ શું છે અને સાચું પ્રતિક્રમણ શું છે તે
સમજવા અનેક તત્ત્વ રસિક જીવો હાલ તૈયાર થયા છે; તેથી અનેક સત્શાસ્ત્રોના આધારે ગુજરાતી ભાષામાં આ
પ્રતિક્રમણ તૈયાર કરવામાં આવ્યું છે. માટે તેનો અભ્યાસ કરવાની ધર્મી જીવોને વિનતિ કરવામાં આવે છે.
૧૦–અમૃતવાણી
આમાં શ્રી સમયસારની ૧૪ મી ગાથા ઉપરનાં પૂ. શ્રી સદ્ગુરુદેવનાં વ્યાખ્યાનો છે. નિશ્ચયનયે જીવનું
સ્વરૂપ અબદ્ધ સ્પૃષ્ટ, નિયત, અનન્ય, અવિશેષ અને અસંયુક્ત છે એમ તે ગાથામાં સમજાવવામાં આવ્યું છે; તે
પાંચ ભાવોનું સ્વરૂપ આ વ્યાખ્યાનોમાં ઘણી સરળ ભાષામાં આપવામાં આવ્યું છે. આ સ્વરૂપ સમજ્યા વિના
કોઈ પણ જીવને ધર્મ પ્રગટે નહિ, માટે આ શાસ્ત્ર વાંચી તેમાં કહેલા ભાવો સમજવાની ખાસ જરૂર છે.
૧૧–શ્રી સમયસાર પ્રવચનો– (ભાગ–૧)
સાં. ૧૯૯૯માં શ્રી સદ્ગુરુદેવે રાજકોટમાં ચાતુર્માસ કરવાની કૃપા કરી હતી, તે વખતે પરમાગમ શ્રી
સમયસાર ઉપર જે વ્યાખ્યાનો કરવામાં આવેલાં તે ઘણા અપૂર્વ હતાં; તે વ્યાખ્યાનો નોંધી લેવામાં આવ્યા છે,
તેમાંથી પહેલી તેર ગાથાઓનાં વ્યાખ્યાનો આ પુસ્તકમાં છે. વસ્તુનું સાચું સ્વરૂપ સમજવાની જેની ભાવના હોય
અને અખંડ સુખ મેળવવાની જેની જિજ્ઞાસા હોય તેઓએ આ પ્રવચનોનો અભ્યાસ કરી તેના ભાવ સમજવાની
ખાસ જરૂર છે.
૧૨–મોક્ષની ક્રિયા
જે જીવો ધર્મની ક્રિયા શું કહેવાય તે જાણતા નથી તેઓ શરીરની ક્રિયાથી ધર્મ થાય, પુણ્યની ક્રિયાથી ધર્મ
થાય અગર તે ધર્મમાં સહાયક થાય–વગેરે પ્રકારે જોર–શોરથી કહ્યા કરે છે, અને એ રીતે તેઓ અધર્મને ધર્મ
માની મિથ્યાત્વને પોષે છે, અને જ્ઞાન માર્ગને નિષેધે છે. આવા જીવોત્રણે કાળે મોટી સંખ્યમાં હોય છે. તેમની
આ માન્યતાને તેમણે માનેલા ગુરુઓ અનેક પ્રકારે પોષે છે અને આવી ક્રિયાઓ કરતાં કરતાં ભવિષ્યમાં કોઈ
અજાણ્યા કાળે અચાનક ધર્મ પ્રગટી જશે એ વગેરે મતલબે ઘણાઓ ઉપદેશે છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરનાર
જીવો ધર્મની ક્રિયા સંબંધી થતી આવી ગંભીર ભૂલ ભરેલી માન્યતા સ્વીકારી શકે નહિ, તેથી મોક્ષની સાચી ક્રિયા
શું છે તે આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે.
૧૩–છહ ઢાળા
જે ઢાળને ધારણ કરે તે જીવ પોતાને બચાવી શકે છે, તેવી રીતે જે જીવ ધર્મ સંબંધી ઢાળ ધારણ કરવા
માંગે છે તેને માટે કવિવર દોલતરામજીએ બનાવેલી આ ‘છ ઢાળ’ છે; તેમાં જીવની અનાદિથી થતી સાત ભૂલો,
તેનું ફળ, તે ભૂલો કેમ ટળે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, આત્માની ત્રણદશા, દેશવ્રત અને મહાવ્રતરૂપ શુભભાવો
વગેરેનું સ્વરૂપ–આપેલું છે. વિદ્યાર્થીઓ માટે જૈન પાઠશાળાનું આ એક પાઠય પુસ્તક છે. પાત્ર જીવો પોતાની
ભાષામાં સમજી શકે માટે તેનો શબ્દાર્થ, ભાવાર્થ શબ્દના અર્થો વગેરેનું ગુજરાતી અનુવાદન કરવામાં આવ્યું છે,
તેમાં અનેક વિષયો આપવામાં આવ્યા છે.
અભ્યાસીઓને વિનંતિ
સત્શાસ્ત્રનો અભ્યાસ કરતાં નીચેની સાત બાબતો ખાસ લક્ષમાં રાખવી–
(૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
(૨) સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈ પણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન
વગેરે હોય નહિ, કેમકે તે ક્રિયા પ્રથમ પાંચમાં ગુણસ્થાને શુભ ભાવરૂપે હોય છે.
(૩) શુભભાવ જ્ઞાની અને અજ્ઞાનીને બન્નેને થાય છે, પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે
અને જ્ઞાની (તે હેય બુદ્ધિએ હોવાથી) તેનાથી કદી ધર્મ થાય નહિ–એમ માને છે.
(૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ પણ તેને ધર્મ માનવો
નહિ, કે તેથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું નહિ કેમકે અનંત વીતરાગોએ તેને બંધનું કારણ કહ્યું છે.
(૫) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર,
મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ–નુકશાન કરી શકે નહિ,