વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૨૫ :
મારી જીવાડી શકે નહિ, સુખ દુઃખ આપી શકે નહિ,
એવી દરેક દ્રવ્ય–ગુણ–પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત
જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.
(૬) જિનમતમાં તો એવી પરિપાટી છે કે
પહેલાંં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો
સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે; માટે પહેલાંં
દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.
શ્ર મહવર જન્મકલ્યણક મહત્સવ
–સુવર્ણપુરી–
ચૈત્ર સુદ: ૧૩ ૨૦૦૧: બુધવાર
(૭) પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને
શાસ્ત્રનો અભ્યાસ, વાંચન, મનન, જ્ઞાનીપુરુષોનો
ધર્મોપદેશ સાંભળવો, નિરંતર તેમના સમાગમમાં
રહેવું, દેવદર્શન, પુજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો
હોય છે. પરંતુ પહેલાંં ગુણસ્થાને સાચાં વ્રત, તપ વગેરે
હોતાં નથી.
જિજ્ઞાસુઓએ ઉપર પ્રમાણે સમજીને
સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે.
રામજી માણેકચંદ દોશી
–પ્રમુખ–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
હે જીવ! સર્વજ્ઞના ધર્મ સિવાય ત્રણ લોકમાં કોઈ શરણભુત નથી માટે તે જ
ધર્મને જાણ, શ્રદ્ધા કર અને આત્મસ્વરૂપની આરાધના કર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના
પ્રવચનમાંથી ચૈત્ર સુદ ૭
૧૮ – ૪ – ૪પ
પ્રદ્યુમ્ન કુમાર તે શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા; સમસ્ત સંસાર પ્રત્યે વૈરાગ્ય થતાં તેઓ દીક્ષા લઈને
મુનિ થાય છે, એ વખતે દીક્ષા માટે રજા માગતાં માતા પિતા પ્રત્યે અત્યંત વિનય પુર્વક કહે છે કે–
પિતાજી! અમને રજા આપો! અમે હવે પરમ પવિત્ર ભગવતિ જિનદીક્ષા અંગીકાર કરીશું; સ્વરૂપમાં
રમણતા સાધી હવે અમારૂં કેવળજ્ઞાન પ્રગટાવશું. આ અસાર, ક્ષણભંગુર સંસારમાં અનંતકાળ ગાળ્યો, અમને
હવે અમારા આત્માનું કરવા દો. શુદ્ધ સ્વરૂપની રમણતા પ્રગટાવી સમસ્ત વિભાવોનો ક્ષય કરી અમે આ જ ભવે
જન્મ–મરણનો અંત લાવી મોક્ષ દશા પ્રગટ કરશું. આ અનાદિ સંસાર વિષે કોઈ શરણભૂત થયું નથી, અશરણ
સંસારને છોડી, અમે અમારા આત્માનું શરણ કરીને શરીરનાં ખોખાં ઉડાવી દેશું–જે ભાવે શરીર મળ્યાં તે
ભાવનો અભાવ કરીશું. આ અશરણ જગતમાં તો એક પછી એક મરતાં જ જાય છે, અમે તો હવે અમારા
અવિનાશી આત્મ સ્વરૂપનું શરણ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશું. શરણભૂત જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા
આનંદસ્વરૂપ છે. તે સિવાય આ શરીરાદિ તો શરણભૂત નથી, પરંતુ પુણ્ય–પાપનો કોઈ વિકલ્પ પણ શરણભૂત
નથી. વિકલ્પ તો બધા ક્ષણિક છે, એ ક્ષણિકના શરણ અવિનાશી ભગવાન આત્માને ન હોય. શરણભૂત તો એક
માત્ર જિનેન્દ્રદેવે કહેલો આત્મ સ્વભાવ છે. શ્રીમદે કહ્યું છે કે–સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી આરાધ્ય! આરાધ્ય!
પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોય ન બાંહ્ય સ્હાશે
(અશરણ ભાવના)
હે જીવ! સર્વજ્ઞના ધર્મ સિવાય ત્રણ જગતમાં કોઈ શરણભૂત નથી, માટે તે જ ધર્મને જાણ, શ્રદ્ધા કર.
આત્મસ્વરૂપની આરાધના કર. સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મને આરાધ. હજારો દેવોના સ્વામી ઈન્દ્ર પણ તે ધર્મને
આરાધે છે. ઈન્દ્રનો વૈભવ પણ અશરણ છે. મરણ ટાણે ઈન્દ્ર પાસે ૮૪૦૦૦ દેવો સેવા કરતાં ઊભા હોય છતાં
ઈન્દ્રને મરતાં કોઈ બચાવી શકે નહિ.
ઈન્દ્ર પોતે સમકિતી છે, આત્માનું તેને ભાન છે કે મારૂં સુખ પરમાં નથી, મને કોઈ શરણભૂત નથી,
જિનધર્મ–આત્મસ્વભાવ એ જ મારૂં શરણ છે. એ ઈન્દ્ર પણ જિનધર્મના આરાધક છે. તેને તો સ્વરૂપની પૂર્ણતાની
ભાવના છે, અમારે આ ઈન્દ્રપદ જોઈતું નથી, ઈન્દ્રપદમાં અમારા આત્માની શાંતિ નથી. અમે તો મનુષ્ય થઈ
ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરી કેવળજ્ઞાન સાધશું. એ જ અમારૂં પદ છે. –આમ અનેક પ્રકારે વૈરાગ્ય
લાવીને પ્રદ્યુમ્નકુમાર માતા પિતાની રજા લઈ, સમસ્ત રાજવૈભવ છોડી, મુનિદશા અંગીકાર કરીને પરિપૂર્ણ
પુરુષાર્થ દ્વારા કેવળજ્ઞાન પ્રગટાવી તેજ ભવે અશરીરી સિદ્ધ થઈ ગયા છે.