: ૧૫૮ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
ભાવનો [અવસ્થાનો] કરનાર છે એમ માનવું તે અજ્ઞાની લોકોનો મૂઢ ભાવ છે.
પ્રશ્ન. ૨. (ક) નીચેના પદાર્થોમાંથી દ્રવ્યો, ગુણો ને પર્યાયો ઓળખી કાઢો.
[૧] કેવળજ્ઞાન [૨] ગળપણ [૩] નિશ્ચયકાળ [૪] અરૂપીપણું [પ] તાવ [૬] તાવ ઉપર દ્વેષ
[૭] સમુદ્ઘાત [૮] ગતિહેતુત્વ.
ઉત્તર– (૧) કેવળજ્ઞાન તે પર્યાય છે. (૨) ગળપણ તે પર્યાય છે. (૩) નિશ્ચયકાળ તે દ્રવ્ય છે. (૪)
અરૂપીપણું તે ગુણ છે. (પ) તાવ તે પર્યાય છે. (૬) તાવ ઉપર દ્વેષ તે પર્યાય છે. (૭) સમુદ્ઘાત તે પર્યાય છે.
(૮) ગતિ–હેતુત્વ તે ગુણ છે.
પ્રશ્ન. ૨ (ખ) ઉપરના આઠ પદાર્થોમાં જે દ્રવ્યો હોય તેમનાં મુખ્ય લક્ષણ કહો.
ઉત્તર–કાળ તે દ્રવ્ય છે, તેનું મુખ્ય લક્ષણ પરિણમન હેતુત્વ છે.
પ્રશ્ન. ૨ (ગ) ઉપરના પદાર્થોમાં જે ગુણ હોય તે કયા દ્રવ્યોના છે તે લખો.
ઉત્તર–અરૂપીપણું તે જીવ, ધર્મ, અધર્મ આકાશ અને કાળ એ પાંચ દ્રવ્યોનો ગુણ છે; અને ગતિહેતુત્વ તે
ધર્માસ્તિકાય દ્રવ્યનો ગુણ છે.
પ્રશ્ન. ૨ (ઘ) ઉપરના પદાર્થોમાં જે પર્યાયો હોય તે કયા ગુણોની છે તે લખો.
ઉત્તર– [૧] કેવળજ્ઞાન પર્યાય તે જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. [૨] ગળપણ તે પુદ્ગલના રસ
ગુણની પર્યાય છે. [૩] તાવ તે પુદ્ગલના સ્પર્શ ગુણની પર્યાય છે. છે. [૪] તાવ ઉપર દ્વેષ તે આત્માના
ચારિત્ર ગુણની પર્યાય [ઊંધી અવસ્થા] છે. [પ] સમુદ્ઘાત તે જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય છે.
પ્રશ્ન ૩. (ક) નિશ્ચય ચારિત્ર એટલે શું? ચારિત્રને “વેળુના કોળિયા” જેવું કેમ કહેવામાં આવે છે.
ઉત્તર–૩ પર દ્રવ્યોથી અને પર ભાવોથી ભિન્ન એવા પોતાના શુદ્ધાત્માની પ્રતીત અને જ્ઞાન સહિત
પોતાના શુદ્ધ આત્મામાં એકાગ્ર થવું તેનું નામ નિશ્ચય ચારિત્ર છે. ચારિત્રને ‘વેળુના કોળિયા’ જેવું કહેવું તે તદ્ન
અસત્ય છે, કારણ કે ચારિત્ર એ તો પોતાના શુદ્ધાત્માની લીનતારૂપ એટલે સુખરૂપ છે અને તેને કષ્ટદાયક
અથવા ‘વેળુના કોળીયા’ જેવું માનવું એ તો વ્યવહારી–અજ્ઞાની લોકોની ઊંધી માન્યતા છે; અને એમ
માનનારને સાચું ચારિત્ર પણ હોય નહિ.....
પ્રશ્ન ૩. (ખ) જઘન્ય, મધ્યને ઉત્તમ અંતરાત્મા કોને ગણવામાં આવે છે?
ઉત્તર–જઘન્ય અંતરાત્મા:– ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દ્રષ્ટિને જઘન્ય અંતરાત્મા કહેવામાં આવે છે.
મધ્યમ અંતરાત્મા:– પંચમ ગુણસ્થાનવર્તી, બાર વ્રતના ધારક શ્રાવકને તેમ જ શુભોપયોગી, ગૃહાદિ
પરિગ્રહ રહિત છઠ્ઠા ગુણસ્થાન કે વર્તતા દિગંબર મુનિને મધ્યમ અંતરાત્મા કહેવાય છે,
ઉત્તમ અંતરાત્મા:– ૧ મિથ્યાત્વ ૪ કષાય ૯ નોકષાયરૂપ અંતરંગ અને ગૃહ–વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ
રહિત, ૭–૮–૯–૧૦–૧૧–૧૨ ગુણસ્થાનવર્તી શુદ્ધોપયોગી અને અધ્યાત્મ જ્ઞાની દિગંબર મુનિને ઉત્તમ અંતરાત્મા
કહેવામાં આવે છે.
પ્રશ્ન ૩ (ખ) ચાલુ:– મહાકષ્ટથી વેળુના કોળીઆ જેવું ચારિત્ર પાળનાર પંચમહાવ્રતધારી મુનિ
અંતરાત્માના ત્રણ ભેદોમાંથી કયા ભેદમાં સમાય?
ઉત્તર– ‘મહાકષ્ટથી વેળુના કોળિઆ જેવું ચારિત્ર’ એટલે કે ધર્મને કષ્ટદાયક માનનારા તો મહામૂઢ
મિથ્યાદ્રષ્ટિ હોય છે, તો તેને પંચમહાવ્રત તો હોય જ ક્યાંથી? પરંતુ મિથ્યાત્વનું અનંતુપાપ સમયે સમયે સેવી રહ્યા
છે, એટલે એ [ચારિત્રને વેળુના કોળીઆ જેવું માનનાર] તો બહિરાત્મા–અવિવેકી અથવા તો મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્ન ૩ (ગ) આઠ કર્મના નામ લખો?
ઉત્તર–આઠ કર્મના નામો: ૧–જ્ઞાનાવરણીય, ૨–દર્શનાવરણીય, ૩–મોહનીય, ૪–વેદનીય, પ–આયુષ્ય, ૬–
નામ, ૭–ગોત્ર, ૮–અંતરાય, એ પ્રમાણે છે.
પ્રશ્ન ૩ (ગ) ચાલુ–જ્ઞાનાવરણીય કર્મ આત્મા પર જોર કરીને તેના જ્ઞાનને રોકે છે કે નહિં તે સમજાવો.
ઉત્તર–એક દ્રવ્યને બીજું દ્રવ્ય કાંઈ કરી શકતું નથી તેથી જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને
બિલકુલ રોકી શકતું જ નથી જ્યારે આત્મા પોતે પોતાની ઊંધાઈથી જ્ઞાનને રોકે છે ત્યારે જ્ઞાનાવરણીય કર્મની
હાજરી હોય છે–એટલે એને રોકવામાં તે નિમિત્ત માત્ર છે એમ કહેવાય છે. ખરેખર કર્મ જ્ઞાનને રોકી શકતું નથી
કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર જોર કરી શકે જ નહીં.