Atmadharma magazine - Ank 024
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૩ :
જોતાં પર ઉપર દોષ ઢોળે છે કે કર્મે વિકાર કરાવ્યો. આમ માનતો હોવાથી તે પોતાના દોષને ટાળતો નથી. જો
પોતાની અવસ્થામાં દોષ છે તેમ જાણે તો ક્ષણિક દોષને ત્રિકાળી દોષ રહિત સ્વભાવના જોરે ટાળે. વિકાર એક
સમય પૂરતી અવસ્થામાં છે, દ્રવ્યમાં કે ગુણમાં તો વિકાર નથી, અને વર્તમાન પર્યાયનો વિકાર પણ પછીની
પર્યાયમાં આવતો નથી, આમ જાણ્યું ત્યાં વિકારને સ્વભાવની ઓથ (આધાર) ન રહી, ક્ષણિક અવસ્થામાં
વિકાર છે તે ટળી જ જાય છે.
વ્રત–તપ–પૂજા–ભક્તિના શુભભાવ તેમજ હિંસાચોરી આદિના અશુભભાવ તે બધા આસ્રવ છે, રાગ છે,
તે રાગ આત્માની અવસ્થામાં થાય છે, પરંતુ તે આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી તેથી ટળી શકે છે. રાગ ટળી
શકે છે–તે અપેક્ષાએ આત્માનો નથી, પરંતુ તે થાય છે તો આત્માની જ અવસ્થામાં અને આત્મા કરે તો જ તે
થાય છે, કર્મ તે રાગ કરાવતું નથી કેમકે કર્મ અને આત્મા જુદી ચીજ છે, જુદી વસ્તુ એક બીજાનું કાંઈ કરી શકે
નહિ–એ સિદ્ધાંત છે.
એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ ન કરી શકે–શા માટે?
વિશ્વની દરેક વસ્તુઓ સ્વપણે છે, અને પરપણે નથી. “સ્વપણે છે અને પરપણે નથી” એટલે શું? જેમકે–
આત્મા વસ્તુ તે આત્મા તરીકે છે અને જડ કર્મ તરીકે આત્મા નથી, તેમ જ મારો આત્મા મારાપણે છે, બીજા આત્મારૂપ
મારો આત્મા નથી; વળી જડ કર્મો છે તે જડરૂપ છે, આત્મારૂપ નથી. આ પ્રમાણે જે જે વસ્તુઓ છે તે બધી પોતારૂપે છે,
પરરૂપે નથી. આવું વસ્તુ સ્વરૂપ છે તેને “અનેકાન્ત સ્વરૂપ” કહેવાય છે. આ રીતે દરેક વસ્તુઓ જુદી છે અને જે વસ્તુ
જુદી હોય તે વસ્તુ બીજી વસ્તુની અવસ્થામાં કાંઈ કાર્ય કરી શકે નહિ. જો એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરે તો તે બે
વસ્તુ એક થઈ જાય અને બે વસ્તુ જુદી ન રહે–પરંતુ બે વસ્તુઓ ત્રિકાળ જુદી છે તેથી એક બીજાનું કાંઈ કરી શકતી
નથી. કર્તા અને કાર્ય બંને એક જ વસ્તુમાં હોય, જુદી જુદી વસ્તુમાં ન હોય–એવો નિયમ છે. આત્માનું કાર્ય તો
આત્માની જ અવસ્થામાં થાય છે અને કર્મનું કાર્ય તે જડની અવસ્થામાં થાય છે.
નિશ્ચય અને વ્યવહાર
પ્રશ્ન:– નિશ્ચયથી તો કર્મ આત્માને વિકાર ન કરાવે પરંતુ વ્યવહારથી કર્મ આત્માને વિકાર કરાવે ને?
જેવું કર્મનું જોર તેવો આત્મામાં વિકાર થાય–એમ વ્યવહારથી તો છે ને?
ઉત્તર:– નિશ્ચયથી કે વ્યવહારથી કોઈપણ રીતે એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ જ કરી શકતી
નથી. કર્મ કોઈ અપેક્ષાએ આત્માનું કરી તો શકતા જ નથી. “નિશ્ચયથી કર્મ આત્માનું કાંઈ ન કરે અને
વ્યવહારથી કર્મ આત્માનું કરે” એવું નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ નથી. આત્મા જ્યારે પોતાની અવસ્થામાં ભૂલ
કરે ત્યારે ત્યાં કર્મની હાજરી હોય છે, તે હાજરી બતાવવા ઉપચારથી ‘આ કર્મે આત્માનો વિકાર કરાવ્યો’ એમ
બોલવું તે વ્યવહાર છે અને વ્યવહારની બોલણીનો અર્થ તે ભાષા પ્રમાણે થાય નહિ. વ્યવહારે ‘કર્મ આત્માનું
કરે’ એમ બો.. લા.. ય ત્યાં નિશ્ચયથી– (સાચી રીતે) ‘કર્મ આત્માને કાંઈ ન કરે’ એમ
સ...મ...જ...વું.
આત્માની સ્વતંત્રતા
આત્મા અને કર્મ એ બંને જુદી વસ્તુઓ છે, તેથી કર્મ આત્માને કાંઈ કરી શકે નહિ. શુભ કે અશુભભાવ
કર્મ કરાવે–એમ નથી. અશુભભાવ પોતે કરે ત્યારે થાય છે અને કષાયની મંદતા કરીને શુભભાવ પણ પોતે કરે
ત્યારે થાય છે. “કર્મમાં માંડયો હશે તો શુભભાવ થશે” એ વાત અસત્ય છે. શુભભાવ હું કરૂં તો થાય, મને
શુભભાવ કરતાં કોઈ કર્મ રોકી શકે નહિ–આમ સ્વતંત્રતા છે. આત્મા જે ભાવ કરે તે ભાવ કરી શકે છે, કર્મ
હાજર હોય છતાં તેણે આત્મામાં કાંઈ કર્યું નથી.
પર વસ્તુની અસર આત્મામાં નથી
આત્મામાં પર વસ્તુની અસર થતી નથી. પર જીવ મરે કે બચે તેનું પાપ કે પુણ્ય આત્માને નથી, પરંતુ
જીવ પોતે સ્વલક્ષ ચૂકીને પર લક્ષે જેવા શુભ કે અશુભ ભાવ કરે તે અનુસાર પુણ્ય કે પાપ થાય છે. પરદ્રવ્યની
ક્રિયાનું ફળ આત્માને નથી કેમકે આત્મા તેનો કર્તા