Atmadharma magazine - Ank 024
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
મોક્ષમાર્ગ પ્રકાશક
પાનું ૨પ૯
: ૧૯૨ : આત્મધર્મ : ૨૪
શ્રી સમવસરણ પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રસંગે પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનું પ્રવચન
આત્માના ભાન વગર શુભ કરણી કરીને અનંતકાળમાં દરેક જીવ નવમી ગ્રૈવેયકે ગયો છે. જૈનનો ત્યાગી
સાધુ થઈને ૨૮ મૂળ ગુણો ચોકખા પાળીને સ્વર્ગમાં ગયો પરંતુ એ બધા પુણ્યભાવ છે, પુણ્ય–પાપ રહિત આત્મા
જ્ઞાનાનંદ મૂર્તિ છે તેના ભાન વિના કદી ધર્મ થયો નહિ. આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે અને એની શ્રદ્ધા–જ્ઞાન એ જ
મોક્ષમાર્ગના સાધક છે; વ્રત, તપ વગેરે સર્વે શુભભાવની ક્રિયાઓ તે મોક્ષમાર્ગમાં બાધક છે; પણ આત્માની
સાચી શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતા તે જ સાધક છે. આ પ્રમાણે જે જીવ નથી સમજતો તે આત્માને જાણતો નથી
અને તે મિથ્યાત્વના મહા પાપને સેવે છે.
વિકાર એક સમય પૂરતો છે
આ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા દેહ–મન–વાણીથી જુદો અને જડ કર્મોથી જુદો જ છે. આમ સર્વ પર
દ્રવ્યોથી જુદો જાણીને આત્મામાં જોતાં વર્તમાન આત્માની અવસ્થામાં એક સમય પૂરતો વિકાર છે, અને આખો
ત્રિકાળ અવિકાર સ્વભાવ છે. વિકાર આત્મામાં એક સમય પૂરતો જ છે, આત્મા ચિદ્ઘન મૂર્તિ વસ્તુ છે; વિકાર
આત્માનો સ્વભાવ નથી, પરંતુ પર લક્ષે થતો વિરૂદ્ધ ભાવ છે. તે વિકાર કદી બે સમયનો ભેગો થતો નથી અને
ત્રિકાળી નિર્વિકાર સ્વભાવ કદી વિકારરૂપ થતો નથી. છદ્મસ્થના જ્ઞાનના ઉપયોગમાં તે વિકાર અસંખ્ય સમયે
આવે છે કેમકે છદ્મસ્થનું જ્ઞાન સ્થૂળ હોવાથી તે એક સમયના પરિણમનને પકડી શકતું નથી, છતાં વિકાર તો
એક સમય પૂરતો જ છે. એક સમયનો વિકાર વ્યય થાય ત્યારે બીજા સમયનો વિકાર ઉત્પન્ન થાય છે, પણ બે
સમયનો વિકાર એક સાથે આત્મદ્રવ્યને વિષે હોઈ શકે નહિ. આ રીતે વિકાર એક જ સમયનો હોવાથી સંસાર
એક જ સમયનો છે, કેમકે વિકાર એ જ સંસાર છે.
વિકારી ભાવનો કર્તા જડ કર્મ નથી
પુણ્ય–પાપના ભાવ તે ‘ભાવકર્મ’ છે, તે આત્માની અવસ્થામાં થતો વિકાર છે. તે વિકારભાવનો કર્તા
ખરી રીતે જડ કર્મ નથી, પણ આત્માની અવસ્થામાં તે થાય છે માટે તેનો કર્તા આત્માની વર્તમાન યોગ્યતા જ
છે. શાસ્ત્રોમાં નિમિત્તની મુખ્યતા બતાવવા એમ લખ્યું હોય કે “મોહનીય કર્મને લઈને આત્માને મિથ્યાત્વ થાય’
પણ ખરેખર તેમ નથી. મોહકર્મ તે તો જડ–અચેતન છે, તે આત્માની અવસ્થામાં કાંઈ કરી શકે નહિ. જ્યારે
આત્મા પોતે અવસ્થામાં ભૂલ કરે ત્યારે કર્મ નિમિત્તરૂપ કહેવાય છે, પરંતુ તે બંને જુદાં છે, ભૂલ તે આત્માની
અવસ્થા છે અને કર્મ તે જડની અવસ્થા છે. આત્મામાં જડ કર્મ નથી અને જડ કર્મ આત્મામાં નથી, તેથી કોઈ
કોઈનું કાંઈ કરતા નથી. બંને પોતપોતાની અવસ્થામાં અસ્તિરૂપે અને પરની અવસ્થામાં નાસ્તિરૂપે વર્તે છે.
આત્માની અવસ્થામાં વિકાર એક સમય પૂરતો છે, વિકાર પરવસ્તુથી ત્રણ કાળ ત્રણ લોકમાં થાય નહિ.
પરવસ્તુથી આત્મામાં વિકાર થાય એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે અને મિથ્યાદ્રષ્ટિ રાગ ઘટાડે તો પણ તે ધર્મી નથી.
ધર્મીપણું તો મિથ્યાત્વ ટળતાં જ થાય છે, તે વગર થતું નથી.
વિકાર ભાવનો કર્તા આત્મા છે.
ભાવકર્મ તે આત્માની અવસ્થામાં થતો વિકાર છે, તે આત્માની અવસ્થામાં જ થતો હોવાથી અશુદ્ધ
નિશ્ચયનયે આત્માનો છે. પુણ્ય–પાપના વિકારી ભાવો આત્માની અવસ્થામાં થાય છે, જડની અવસ્થામાં થતા
નથી. જડ પરમાણુઓમાં ચેતનપણું નથી, તેને તો પોતે શું છે તેની કાંઈ જ ખબર નથી. પુદ્ગલ દ્રવ્ય તો ચેતન
રહિત છે. પુણ્ય–પાપના ભાવ તે ચેતનનો વિકાર છે જડમાં પુણ્ય–પાપના ભાવ નથી. કર્મો પણ જડ છે તે કર્મો
આત્માને વિકાર કરાવતાં નથી. શાસ્ત્રમાં એમ કથન આવે કે ‘જ્ઞાનાવરણીય કર્મે જ્ઞાનને રોકયું, મોહ કર્મે રાગ–
દ્વેષ કરાવ્યાં’ ––ત્યાં તેનો વાસ્તવિક અર્થ એમ સમજવો કે ખરેખર જડ કર્મની આત્મામાં કાંઈ જ સત્તા નથી, જડ
કર્મો ચેતનને કાંઈ કરાવતા નથી. જ્યારે આત્મા પોતે પોતાની અવસ્થામાં ઊંધા ભાવ કરીને અજ્ઞાનરૂપે પરિણમે
ત્યારે કર્મની હાજરી છે તેથી તે નિમિત્તનું કથન છે, પરંતુ નિમિત્તે ઉપાદાનમાં કાંઈ કાર્ય કર્યું નથી. ખરેખર એટલે
સાચી રીતે આત્માની અવસ્થામાં કર્મ કાંઈ જ કરતાં નથી. અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર
પોતાની દશામાં કરે છે, ત્યાં પોતાનો વાંક છે પરંતુ અજ્ઞાની જીવ પોતા તરફ ન
તારીખ ૧–૬–૪પ
: વૈશાખ વદ ૧: