: ૧૦ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
મહાવિદેહવાસી શ્રી સીમંધરપ્રભુ પાસેથી આચાર્યદેવશ્રી
કુંદકુંદાચાર્ય જ્ઞાનામૃતનાં સરોવર ભરી લાવ્યાં છે
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીને જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ તથા રાત્રિર્ચા અને
પ્રભાતર્ચા વખતે પ્રકાશેલા ન્યાયો પાન ૧૦ થી ૧૭ સુધીમાં આપવામાં આવેલા છે. મુમુક્ષુ ભાઈ –
બહેનોને આ અપૂર્વ ન્યાયોનો મનપૂર્વક સ્વાધ્યાય કરવા ખાસ ભલામણ છે. : : : સંપાદક
એક સમયે એક જ ઉપયોગ
સાધકદશામાં જ્ઞાનના ઉપયોગમાં બે પ્રકાર છે–૧. જ્ઞાનધારા ૨. કર્મધારા. જ્ઞાનધારા = સ્વ તરફનો
ઉપયોગ. કર્મધારા = પર તરફનો ઉપયોગ. સાતમા ગુણ સ્થાને પ્રધાનપણે તો સ્વ તરફનો ઉપયોગ
[જ્ઞાનધારા] હોય છે, છતાં ગૌણપણે કર્મધારા પણ વર્તે છે, કેમકે કેવળજ્ઞાન નથી એટલે હજી સંપૂર્ણપણે સ્વ
તરફનો ઉપયોગ નથી. જો ઉપયોગ સંપૂર્ણપણે સ્વમાં ઠરી જાય તો કેવળજ્ઞાન હોય. પણ સાતમે કેવળજ્ઞાન નથી
એટલે અધૂરાશ છે અને અધૂરાશ છે ત્યાં કર્મધારા સૂક્ષ્મપણે છે.
પ્રશ્ન:–એક સ્વ તરફનો ઉપયોગ અને બીજો પર તરફનો ઉપયોગ એમ બે ઉપયોગ એક સાથે હોઈ શકે?
ઉત્તર:– ઉપયોગ એક સમયે એક જ છે. પરંતુ તે ઉપયોગ મિશ્રરૂપ છે, એટલે સ્વ તરફનો ઉપયોગ હજી
પૂર્ણ નથી તેથી અમુક પર તરફ પણ છે પરંતુ સાતમા વગેરે ગુણસ્થાને મુખ્યપણે સ્વ તરફનો જ ઉપયોગ છે. પર
તરફનો ઉપયોગ તદ્ન ગૌણપણે છે, તેથી સ્વ તરફના ઉપયોગની મુખ્યતાથી ત્યાં સ્વ તરફનો જ ઉપયોગ
કહેવાય છે. ખરી રીતે સાધકદશામાં મિશ્રરૂપ ઉપયોગ હોય છે. મિશ્રરૂપ ઉપયોગ કાં તો કેવળીને ન હોય અને કાં
તો અજ્ઞાનીને ન હોય.
કેવળીને સંપૂર્ણપણે સ્વ તરફનો ઉપયોગ હોય અને અજ્ઞાનીને એકલો પર તરફનો ઉપયોગ હોય, પણ
સાધકને તો મિશ્રરૂપ ઉપયોગ હોય છે.
૧૧–૧૨ મા ગુણસ્થાને ઉપયોગમાં જો કે કષાયનો વિકલ્પ નથી છતાં ત્યાં ભાવમનનો સદ્ભાવ છે તે
પૂરતો દ્રવ્યમન સાથે સંબંધ છે. બારમા ગુણસ્થાને પણ, કષાયનો અભાવ હોવા છતાં ક્ષયોપશમ જ્ઞાન વર્તે છે
અને ક્ષયોપશમ જ્ઞાનમાં મનનું નિમિત્ત અબુદ્ધિપૂર્વક છે. તેથી ત્યાં પણ મિશ્રરૂપ ઉપયોગ છે.
પુરુષાર્થની સ્વાધીનતા
વર્તમાન ઊંધા પુરુષાર્થથી જીવ ક્રોધ કરે ત્યારે તેમાં નિમિત્તરૂપ ક્રોધ પ્રકૃતિ જ હોય અને વર્તમાન
ક્રોધભાવનું નિમિત્ત પામીને જે પ્રકૃતિ બંધાય તે પણ ક્રોધ પ્રકૃતિ જ હોય. ક્રોધભાવમાં માનાદિ પ્રકૃતિને નિમિત્ત
ન કહેવાય તેમ જ ક્રોધભાવના નિમિત્તથી માનપ્રકૃતિનું બંધન ન થાય. વર્તમાન જે જાતનો વિકારભાવ હોય તે
જ જાતના બંધાય. એટલે મૂળ પ્રકૃતિની જાતમાં ફેર ન પડે, પણ તેના રસમાં તો અવશ્ય ફેર પડે. જેટલા રસથી
ઉદય હોય તેટલા ને તેટલા જ રસનું નવું બંધન પડે એવો નિયમ નથી પણ ઓછા કે વધારે રસનું બંધન થાય.
આથી એ સિદ્ધ થાય છે કે ઉદય પ્રમાણે જીવને વિકાર થતો નથી પણ પોતાના પુરુષાર્થ પ્રમાણે થાય છે.
જેટલો કર્મનો ઉદય હોય તેટલું જ જોડાણ થાય એમ કદી બને નહિ. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનાવરણીય
કર્મના સર્વઘાતિ સ્પર્દ્ધકોનો છદ્મસ્થ જીવને નિરંતર ઉદય હોય છે, પરંતુ જીવ તેમાં સર્વથા કદી જોડાતો નથી. જો
તે સર્વઘાતિ સ્પર્દ્ધકોના ઉદયમાં સર્વથા જોડાય તો જીવનું સર્વજ્ઞાન હણાય જાય અને અચેતનપણાનો પ્રસંગ
આવે; પરંતુ જીવનો વીર્યગુણ દરેક સમયે અમુક પુરુષાર્થ તો ટકાવી જ રાખે છે તેથી ઉદયમાં સર્વથા જોડાણ થતું
નથી અને જીવનું મતિ–શ્રુતજ્ઞાન નિત્ય અમુક તો ખુલ્લું હોય જ છે. જો ઉદય પ્રમાણે પૂરેપુરું જોડાણ થાય તો
વીર્યગુણ જડ થઈ જાય, પરંતુ તેમ કદી બનતું નથી. જીવના પુરુષાર્થ ઉપર કર્મની સત્તા ચાલતી નથી.
નિમિત્ત–નૈમિત્તિકસંબંધ
પ્રશ્ન:–જીવ ક્રોધ કરે ત્યારે ઉદયમાં આવેલી પ્રકૃતિ જ ક્રોધની છે કે ક્રોધભાવ થયો માટે ઉદયમાં આવેલી
પ્રકૃતિને ક્રોધ–પ્રકૃતિનો આરોપ આપવામાં આવે છે?
ઉત્તર:–જીવ જ્યારે ક્રોધભાવ કરે ત્યારે સામે નિમિત્તરૂપે પ્રકૃતિ ક્રોધની જ હોય છે. ક્રોધ, માન, માયા,
લોભ એ ચારે પ્રકૃતિઓનો ઉદય તો એક સાથે વર્તે છે. ક્રોધ પ્રકૃતિ સાથે તે વખતે માન વગેરે પ્રકૃતિઓનો