Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૧ :
ઉદય પણ છે જ. હવે તે બધી પ્રકૃતિઓમાંથી કઈ પ્રકૃતિને નિમિત્ત કહેવું એ તો જીવભાવને અનુસરીને આરોપ
કરવામાં આવે છે. જ્યારે જીવ મુખ્યપણે ક્રોધ કરે ત્યારે તે ઉદય પ્રકૃતિઓમાંથી જે ક્રોધ પ્રકૃતિ છે તેને જ
નિમિત્તપણાનો આરોપ આવે છે. માન કરે તો માન પ્રકૃતિને જ નિમિત્ત કહેવાય છે. જેવું નિમિત્ત હોય તેવો
કષાય થાય એમ નથી પણ જેવો કષાય કરે તેવું સામે નિમિત્ત કહેવાય છે. સામે ઉદયરૂપ પ્રકૃતિ તો અનેક જુદી
જુદી જાતની એક સાથે છે, પણ આત્મા પોતાના પુરુષાર્થ વડે જે ભાવ કરે તે ભાવને અનુકૂળ પ્રકૃતિને જ
નિમિત્ત ગણવામાં આવે છે. “નિમિત્ત અનુકૂળ જ હોય” અને “ઉપાદાનમાં નિમિત્ત કાંઈ જ કરે નહિ” એ મહા
સિદ્ધાંત છે.
જીવ ક્રોધ કરે ત્યારે સામે ક્રોધ પ્રકૃતિનો જ ઉદય હોય છે. અન્ય પ્રકૃતિમાં ક્રોધનો આરોપ આપવામાં
આવતો નથી, પણ જે ક્રોધ પ્રકૃતિ છે તેને જ નિમિત્તપણાનો આરોપ આવે છે; કેમકે ક્રોધભાવનું અનુકૂળ નિમિત્ત
ક્રોધ પ્રકૃતિ જ છે. છતાં તે પ્રકૃતિએ ક્રોધભાવ કરાવ્યો નથી.
પ્રશ્ન:–જીવને જ્યારે જ્ઞાનનું પરિણમન ઓછું હોય ત્યારે જ્ઞાનને રોકવામાં જ્ઞાનાવરણ કર્મને જ નિમિત્ત
શા માટે કહ્યું? તે વખતે તો આઠે જાતનાં કર્મો હાજર છે છતાં બીજા કોઈને નિમિત્ત ન કહેતાં જ્ઞાનાવરણને જ
શા માટે નિમિત્ત કહ્યું?
ઉત્તર:–સિદ્ધાંત છે કે નિમિત્ત અનુકૂળ જ હોય. જ્ઞાનમાં રોકાણો ત્યારે સામે તો જ્ઞાનાવરણ સાથે
દર્શનાવરણાદિ કર્મો પણ ઉદયરૂપ તો છે પણ વર્તમાનમાં જીવ મુખ્યપણે જ્ઞાનમાં રોકાણો છે તેથી તેને જ્ઞાનાવરણ
કર્મ જ નિમિત્ત કહેવાય છે; તથા જો જીવ તે જ વખતે સ્વ લક્ષમાં ટકયો હોત તો તે જ કર્મના પરમાણુઓને
નિર્જરાનું નિમિત્ત કહેવાત. નિમિત્તપણાનો આરોપ તો જીવના ભાવને અનુસરીને આપવામાં આવે છે. નિમિત્ત
અને ઉપાદાન એ બંને સ્વતંત્ર દ્રવ્યો છે, એક બીજાનું કાંઈ જ કરતા નથી આવું યથાર્થ જ્ઞાન થયા પછી
એકબીજાના નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરે તો તે યથાર્થ છે. પણ જો નિમિત્ત–ઉપાદાન એક બીજામાં કાંઈ
કરી દીએ એમ માને તો તેણે બે દ્રવ્યોને સ્વતંત્ર જાણ્યા નથી અને તેના નિમિત્ત–નૈમિત્તિક સંબંધને જ કર્તાકર્મ
સંબંધ માની લીધો છે–તે જ્ઞાન ખોટું છે.
ક્રમબદ્ધપર્યાયના જ્ઞાનનું ફળ સ્વ લક્ષ
દરેક વસ્તુની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જીવ અને પરમાણુની ક્રમબદ્ધ અવસ્થા જ થાય છે, પણ તેનો અર્થ
એવો નથી કે “પરમાણુમાં કર્મની ટળવારૂપ અવસ્થા થવાની હોય તો આત્મા ટાળવાનો પુરુષાર્થ કરે.” આમ પર
તરફ ક્રમબદ્ધ શ્રદ્ધાનું જોર જવું ન જોઈએ. પરંતુ “જો આત્મા પુરુષાર્થ કરે તો પરમાણુમાં કર્મની ટળવારૂપ
અવસ્થા જ હોય.” એમ સ્વ તરફ જોવાનું છે. “ક્રમબદ્ધ પર્યાય” કહેતાં જ અનેક પર્યાયો ખ્યાલમાં આવે છે, કેમકે
એકમાં ક્રમ ન હોય, પણ અનેકમાં ક્રમ હોય. તે ક્રમબદ્ધ ત્રણેકાળની પર્યાયોથી ભરેલા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી તે
ક્રમબદ્ધની શ્રદ્ધાનું પ્રયોજન છે. પોતાના અખંડ સ્વભાવ તરફ દ્રષ્ટિ જતાં પર તરફ જોવાનું ન રહ્યું–એટલે પર્યાય
નિર્મળ જ પ્રગટવાની. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું જોર પોતાના અખંડ સ્વભાવ તરફની એકાગ્રતામાં જવું જોઈએ.
અખંડ પરિપૂર્ણ સ્વભાવ છે તેની શ્રદ્ધા એ જ અનંત પુરુષાર્થ છે. અખંડ દ્રવ્ય તરફનો જ પુરુષાર્થ કરવાનો છે.
ક્રમબદ્ધ પર્યાયનું વર્ણન કરતાં, ક્રમવર્તી પર્યાયનું લક્ષ છોડાવીને સર્વ પર્યાયોમાં સળંગપણે જે અખંડ ત્રિકાળી દ્રવ્ય
છે તેની અખંડતાનું લક્ષ કરાવ્યું છે–અર્થાત્ પરલક્ષ છોડાવીને સ્વલક્ષ કરાવ્યું છે.
દર્શન, દીક્ષા ને મુનિપણું
સમકિત પછી ઉદાસીન ભાવપૂર્વક દીક્ષા લઈને મુનિ થવાનો વિકલ્પ [કેવળજ્ઞાનનો જ વિકલ્પ હોય, પણ
આ કાળે કેવળજ્ઞાન નથી તેથી મુનિપણાનો વિકલ્પ આવે એમ કહ્યું છે.] સહજ આવે છે; દીક્ષા લેતાં જો કે
વિકલ્પથી મુનિપણાની ભાવના છે તો પણ મુનિપણું પ્રગટશે કે નહિ એવી શંકા છે જ નહિ. આ જ ક્ષણે સ્વરૂપમાં
ઠરી જઈને કેવળજ્ઞાન લઉં એવી ભાવના છે પણ તે ભાવના (વિકલ્પ) નિર્વિકલ્પદશાનું–મુનિપણાનું ખરેખર
કારણ નથી. નિર્વિકલ્પદશા તો અંદરની એકાગ્રતાના જોરે પ્રગટે છે. તે નિર્વિકલ્પતા પ્રગટી ત્યારે પૂર્વના
વિકલ્પને