Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૩ :
ખરેખર તો વાણીને આત્મા સાંભળતો જ નથી એટલે વાણી તરફનું અવલંબન જ્ઞાનને નથી. સામાન્ય જ્ઞાનના
અવલંબને જ જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે. સામી વસ્તુના પરિણમન સાથે જ પોતાના કારણે જ્ઞાનમાં
અવ્યક્તપણે વ્યંજનાવગ્રહ શરૂ થઈ ગયો છે. પૂર્વના જ્ઞાનનો ક્ષયોપશમ લઈને આવ્યો છે તેનો ઉપયોગરૂપ ઉઘાડ
વર્તમાન પોતાથી જ થાય છે–નિમિત્તના અવલંબને ઉઘાડ થતો નથી. ખરેખર તો કોઈ વાણી સાંભળતો નથી,
પણ પોતાના જ્ઞાનની સ્વતંત્ર પર્યાયમાં તે જાતનું પરિણમન શરૂ થઈ ગયું છે તેને જાણે છે. વાણીનું અવલંબન
મળતાં જ્ઞાનનું પરિણમન શરૂ થયું એમ નથી.
જ્ઞાન અને રાગનું જુદાપણું
જે સમયે કષાય થયો તે જ સમયે તે કષાયનું જ્ઞાન કરવારૂપ જ્ઞાન ઉપયોગ શરૂ થઈ ગયો છે. પહેલાંં જે
જ્ઞાન લબ્ધરૂપ હતું તે જ ઉપયોગરૂપ સ્વયં થવા માંડ્યું છે. કષાયનું ઉપયોગરૂપ જ્ઞાન કષાય થયો તે જ સમયે
શરૂ થઈ ગયું છે. પહેલે સમયે કષાય થયો અને બીજા સમયે જ્ઞાન શરૂ થયું એમ સમયાંતર નથી, તેમ જ કષાય
થયો માટે જ્ઞાન શરૂ થયું એમ નથી.
જે ટાણે ક્રોધ થયો તે જ ટાણે જ્ઞાનમાં ક્રોધને જાણવારૂપ પરિણમન શરૂ થઈ ગયું છે. ‘ક્રોધ’ અને ક્રોધને
જાણવારૂપ ‘જ્ઞાન’ની પર્યાય એ બન્ને જુદાં જ છે. એક ચારિત્ર ગુણની અવસ્થા છે, બીજી જ્ઞાન ગુણની અવસ્થા
છે, બન્નેનું પરિણમન જુદું જ છે. ક્રોધ અને જ્ઞાન કદી એકરૂપ થયાં નથી, પણ તે જુદાપણું ન જાણતાં “હું ક્રોધ
છું” એવી બુદ્ધિ ઉઠે છે તે જ ખોટી છે. ક્રોધને જાણનારૂં જ્ઞાન તે હું અને આ ક્રોધ જણાય તે હું નહિ એમ જ્ઞાન
અને ક્રોધના ભિન્નપણાની શ્રદ્ધા કરતો નથી તેથી જ્ઞાન સાથે ક્રોધને પણ પોતાનું સ્વરૂપ માની બેસે છે એ જ
ભૂલ છે. મિથ્યાદ્રષ્ટિને પણ ક્રોધનું જ્ઞાન છે, પરંતુ તેને ક્રોધથી જુદા જ્ઞાનની શ્રદ્ધા નથી, તેથી ક્રોધને અને ક્રોધને
જાણવારૂપ જ્ઞાનની અવસ્થાને તે એકરૂપ માને છે એ જ મિથ્યાત્વ....
ક્રોધ થયા પછી નહિ, તેમ જ ક્રોધ થયો તે કારણે નહિ, પરંતુ ક્રોધ વખતે જ અને સ્વાધીનપણે જ્ઞાનમાં
ક્રોધને જાણવારૂપ પરિણમન શરૂ થઈ ગયું છે. જે રીતે કેવળજ્ઞાન પરના અવલંબન વગર કાર્ય કરે છે તે જ રીતે
જ્ઞાનનો અંશ પણ પરના અવલંબન વગર સ્વાધીનપણે કાર્ય કરે છે. જ્ઞાનનો સ્વભાવ અચિંત્ય છે. સર્વત્ર જ્ઞાનનું
જ માહાત્મ્ય છે. ક્રોધ અને જ્ઞાન બન્ને જુદા જ પરિણમે છે, ક્રોધ થાય છે તે ચારિત્ર ગુણની અવસ્થા છે અને
ક્રોધનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની અવસ્થા છે; એ રીતે ક્રોધ અને ક્રોધનું જ્ઞાન–બન્ને જુદા જુદા ગુણોની પર્યાય છે–
તેથી બન્ને જુદાં જ છે અને બન્નેનું પરિણમન પણ જુદું પોતપોતાને કારણે જ છે.
દરેક ગુણ જુદો હોવાથી તેમ જ દરેક ગુણનું પરિણમન જુદું હોવાથી એક ગુણ વિકારરૂપ હોવા છતાં
બીજો ગુણ નિર્મળ થઈ શકે છે. ચારિત્રનું પરિણમન વિકારરૂપ હોવા છતાં જ્ઞાન સમ્યકપણે પરિણમી શકે છે. આ
રીતે કથંચિત્ ગુણ ભેદ હોવાથી દરેક ગુણનું પરિણમન જુદું છે–છતાં પણ વસ્તુદ્રષ્ટિથી ગુણો અભેદ છે,–બધા
ગુણો એક બીજા સાથે અવિનાભાવી (સંકળાએલા) છે તેથી દરેક ગુણના પરિણમનને કથંચિત્ સંબંધ પણ છે.
શ્રદ્ધા ગુણ નિર્મળરૂપે પરિણમતાં જ, તે જ વખતે ચારિત્રગુણ વિકારી હોય તોપણ, અનંતાનુબંધી કષાયનો
ચારિત્રના પરિણમનમાં અભાવ થઈ જ જાય, તથા વીર્યનું પરિણમન સ્વતરફ ઢળે, જ્ઞાનનું પરિણમન સમ્યક્
થાય–એ રીતે વસ્તુથી જોતાં બધા ગુણોના પરિણમનને સંબંધ છે–બધાનું પરિણમન સાથે જ છે.
આરાધક અને વિરાધક
પ્રશ્ન–કોઈ જીવ વર્તમાનમાં તત્ત્વનો વિરોધી હોય છતાં તેને જ્ઞાનનો ઉઘાડ વધતો જતો હોય તેવું દેખાય
અને બીજો જીવ તત્ત્વનો આરાધક હોય છતાં તેને જ્ઞાનનો ઉઘાડ ઓછો દેખાય તેનું શું કારણ?
ઉત્તર–જે જીવ તત્ત્વનો વિરાધક છે તે જીવને વિરાધક ભાવને કારણે વર્તમાન પર્યાયમાં જ જ્ઞાનનું
પરિણમન ઓછું થવા માંડ્યું છે. જ્ઞાનનો પૂર્વનો ઉઘાડ જે ઘણો વધારે હતો તેમાં વર્તમાન વિરાધનાને કારણે
હીણું પરિણમન થવા માંડ્યું છે; પણ જિંદગીના છેડા સુધી પૂર્વનો ઉઘાડ કાર્ય કરી રહ્યો છે તેથી, વર્તમાનમાં
જ્ઞાનનું પરિણમન ઓછું થતું જાય છે છતાં તે સ્થૂળ દ્રષ્ટિથી જણાતું નથી, પણ જ્યારે આયુષ્ય પુરૂં થશે ત્યારે
જ્ઞાન લુપ્ત થઈ જશે અને એકેન્દ્રિયાદિમાં જશે ત્યાં જ્ઞાનની હીનતા વ્યક્ત જણાશે. આ રીતે તત્ત્વના વિરાધક
જીવને