Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧૪ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
ખરી રીતે જ્ઞાનની ક્ષણેક્ષણે હીનતા જ થતી જાય છે. અને જે જ્ઞાની જીવને તત્ત્વનો આરાધકભાવ છે તે જીવને
વર્તમાન પર્યાયમાં જ જ્ઞાનનું પરિણમન વધતું જ જાય છે; આરાધક જીવને જ્ઞાનનો ઉઘાડ પર્યાયે પર્યાયે વધતો
જાય છે પરંતુ સ્થૂળ દ્રષ્ટિથી–
[સમય સમયનું સૂક્ષ્મ પરિણમન લક્ષમાં નહિ આવતું હોવાથી] તે જણાતું નથી.
જ્ઞાનીને ક્ષણેક્ષણે અંતરમાં આત્મશાંતિનું જે વેદન વધતું જાય છે તેનો તો વર્તમાન પોતાને અનુભવ છે, પરંતુ
જ્ઞાનનો ઉઘાડ વધતો જાય છે તે પરિણમન સ્થૂળ દ્રષ્ટિએ જણાતું નથી. કોઈ જ્ઞાનીને પૂર્વનો જ્ઞાનનો ઉઘાડ
ઓછો હોય તેથી વર્તમાન જાણપણું
[પર સંબંધી જ્ઞાન] ઓછું દેખાય છતાં અંદર તો આરાધક ભાવ હોવાથી
જ્ઞાનનો ઉઘાડ વૃદ્ધિ જ પામતો જાય છે. આરાધક ભાવ છે તેથી સ્વભાવ તરફનું પરિણમન વૃદ્ધિ જ પામે છે તે
ક્રમેક્રમે વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થશે.
[અહીં મુખ્યપણે જ્ઞાનગુણથી વાત કરી છે, તે પ્રમાણે દર્શન, સુખ
વગેરે બધા ગુણોમાં પણ સમજવું. આરાધકને બધા ગુણોનું પરિણમન વૃદ્ધિ પામીને પૂર્ણતા થાય છે, વિરાધકને
બધા ગુણોનું પરિણમન હીન થતું જાય છે.
] આ રીતે જે જાતનો ભાવ હોય તે જાતનું પરિણમન વર્તમાન
અવસ્થામાં જ થવા માંડે છે. વળી જ્ઞાનના ઉઘાડ સાથે ધર્મનો સંબંધ નથી, પરંતુ જ્ઞાનનું વલણ કઈ તરફ છે–તે
સાથે ધર્મનો સંબંધ છે. જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય છતાં જો તે જ્ઞાનમાં આરાધકભાવ હોય તો એકાવતારી થઈ
શકે છે, અને જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય છતાં જો તેમાં વિરાધકભાવ હોય તો વિરાધકભાવને કારણે નરક–
નિગોદમાં જઈને અનંત સંસારમાં રખડવાનો...આ રીતે આરાધકભાવ સાથે જ ધર્મનો સંબંધ છે.
વર્તમાન મંદ કષાયના પુરુષાર્થથી પણ જ્ઞાનનો ઉઘાડ થાય છે. નિગોદથી નીકળીને મનુષ્ય થયેલો જે જીવ
અગીઆર અંગનું જ્ઞાન કરે છે તે જીવને અગીઆર અંગનો ઉઘાડ પૂર્વનો નથી, પરંતુ વર્તમાન કષાયની મંદતા
કરીને જ્ઞાન કરે છે. અગીઆર અંગનું જ્ઞાન થાય તેવો ઉઘાડ થાય એટલી બધી કષાયની મંદતા નિગોદના જીવને
હોતી નથી. પરંતુ મનુષ્યપણામાં કષાયની મંદતા કરી જ્ઞાન પ્રગટ કરે છે. આ રીતે વર્તમાન પુરુષાર્થથી ઉઘાડ
થઈ શકે છે. છતાં મિથ્યાદ્રષ્ટિ જીવનો જ્ઞાનનો ઉઘાડ આત્માનું કાંઈ કાર્ય કરી શકતો નહિ હોવાથી પરમાર્થમાં
તેના પુરુષાર્થને ખરેખર પુરુષાર્થ ગણવામાં આવ્યો નથી. કેમકે તેના જ્ઞાનમાં આરાધકભાવ નથી તેથી તેનું જ્ઞાન
આત્માનું કાંઈ પ્રયોજન સાધતું નથી. જો કે તેણે મંદ કષાયના પુરુષાર્થથી જ્ઞાનનો ઉઘાડ કર્યો છે પરંતુ આરાધક
ભાવના અભાવમાં તેનો પુરુષાર્થ આત્મા સાથે અભેદપણું ધરાવતો નથી તેથી તેના પુરુષાર્થને પરમાર્થે પુરુષાર્થ
કહ્યો નથી....જો તે જ્ઞાનને પુરુષાર્થવડે સ્વભાવ તરફ વાળે તો તે જ્ઞાનનું સ્વભાવ સાથે અભેદપણું થાય, અર્થાત્
તેને આરાધકભાવ થાય. આ રીતે આરાધકભાવ સહિતનો જ્ઞાનીનો પુરુષાર્થ આત્મા સાથે અભેદપણું ધરાવે છે
અને તેને જે જ્ઞાનનો ઉઘાડ છે તે બધો વર્તમાન પુરુષાર્થમાં જ ભળી જાય છે. આથી આરાધકભાવ સહિતનો
જ્ઞાનનો અંશ આત્માના સ્વભાવ સાથે અભેદ હોવાથી તે વધીને પૂર્ણ થઈ જવાનો, અને આરાધકભાવ વગરનું
જે જ્ઞાન છે તેનું અભેદપણું આત્મા સાથે નહિ હોવાથી તે ઘટી જઈને વિરાધકપણાને લીધે એકેન્દ્રિયાદિ પર્યાયમાં
અત્યંત હીન થઈ જશે... આમાં આરાધકભાવથી જ જ્ઞાનાદિની સફળતા છે એમ નક્કી થયું. આરાધકભાવ એટલે
સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન વગર કોઈને આરાધકભાવ હોઈ શકે નહિ. આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે અને તે સમ્યગ્દર્શન થતાં જ આરાધકપણું થાય છે, અને અલ્પકાળમાં તે સંપૂર્ણ આરાધના કરીને
પૂર્ણ પવિત્ર મોક્ષદશાને જરૂર પામે છે. માટે સાચી સમજણદ્વારા જીવોએ પહેલાંં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ.
આત્માને સંયોગનું દુઃખ નથી
એક જીવ હોય, તેનું શરીરનું કોઈ અંગ કપાઈને દૂર પડે ત્યાં આત્માના પ્રદેશો પણ લંબાઈને તે છૂટા
પડેલા અંગ સુધી અમુક વખત સુધી પહોળા થાય છે અને શરીર તથા તે છૂટા પડેલા અંગ વચ્ચેના ખાલી
ભાગમાં પણ આત્માના પ્રદેશો કેટલોક વખત ફેલાઈને રહે છે. હવે જે જગ્યાએ આત્મ પ્રદેશો ફેલાયેલા છે તે
જગ્યાએ કોઈ પ્રહાર કરે, છેદ મૂકે, બાળે છતાં આત્માને તે સંબંધી દુઃખ થતું નથી. આત્મપ્રદેશો જે જગાએ છે તે
જ જગાએ પ્રતિકૂળ સંયોગો હોવા છતાં તેનું વેદન થતું નથી કેમકે સંયોગનું વેદન આત્માને નથી, પરંતુ પોતાના
ભાવનું વેદન છે, તેથી તે વખતે આત્મામાં જેટલો કષાયભાવ હોય તેટલું વેદન તે આત્માને છે અને તેના
પ્રમાણમાં દુઃખ છે; અથવા જો વીતરાગભાવ હોય તો તેનું સુખરૂપ વેદન છે. આ રીતે પોતાના ભાવ પ્રમાણે
સુખદુઃખનું વેદન આત્મા કરે છે પરંતુ સંયોગનું વેદન